LPG PRICE HIKE : મોંઘવારીનો માર, ફરી ગેસ સિલિન્ડર મોંઘો થયો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે

|

May 19, 2022 | 8:12 AM

રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગઈ છે. 

LPG PRICE HIKE : મોંઘવારીનો માર, ફરી ગેસ સિલિન્ડર મોંઘો થયો, જાણો હવે કેટલા રૂપિયા વધુ ચૂકવવા પડશે
LPG Cylinder

Follow us on

દેશભરમાં મોંઘવારી(Inflation) સતત હાહાકાર મચાવી રહી છે. દેશની અગ્રણી એલપીજી કંપનીએ ફરી એકવાર ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો(LPG PRICE HIKE) કર્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઈટ પર પ્રાપ્ત માહિતી અનુસાર,રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 3.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. વધારા બાદ  દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત હવે 999.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગઈ છે. હવે ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાને પાર  પહોંચી ગઈ છે જે આમ આદમી માટે ચિંતાનો વિષય બન્યો છે.ઘરેલું એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ 8  મોંઘો થયો છે.

સિલિન્ડર 1000ને પાર પહોંચી ગયો

મળતી માહિતી મુજબ આજે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 3 રૂપિયા 50 પૈસાનો વધારો થયો છે. જે બાદ દેશમાં ઘરેલુ એલપીજી સિલિન્ડર ના ભાવનો આંકડો 1000ને પાર કરી ગયો છે. ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારા બાદ 14.2 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત આજથી દિલ્હી અને મુંબઈમાં 1003 રૂપિયા, કોલકાતામાં 1029 રૂપિયા, ચેન્નાઈમાં 1018.5 રૂપિયા થઈ ગઈ છે.

કોમર્શિયલ એલપીજી સિલિન્ડર  મોંઘા થયા

ઘરેલું એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ 8  મોંઘો થયો છે. આજથી દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરની કિંમત 2354 રૂપિયા, કોલકાતામાં 2454 રૂપિયા, મુંબઈમાં 2306 રૂપિયા અને ચેન્નાઈમાં 2507 રૂપિયા થશે. તમને જણાવી દઈએ કે 7 મેના રોજ કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં  10 રૂપિયાનો ફેરફાર કરાયો હતો.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મે મહિનામાં સિલિન્ડરના ભાવમાં બે વખત વધારો થયો હતો

નોંધનીય છે કે આ પહેલા 7 મેના રોજ ઘરેલુ ગેસ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો. આ પછી ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત 999.50 રૂપિયા પર પહોંચી ગઈ હતી. અગાઉ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 102 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

આ વર્ષે ભાવમાં સતત વધારો થયો છે

આ વર્ષે એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં અનેકગણો વધારો થયો છે. 1 એપ્રિલે 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરમાં 250 રૂપિયાનો વધારો થયો હતો. ત્યારબાદ તેની કિંમત 2253 રૂપિયા થઈ ગઈ હતી. અગાઉ 1 માર્ચ 2022ના રોજ કોમર્શિયલ એલપીજીની કિંમતમાં 105 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા ઘણા મહિનાઓથી ગેસ સિલિન્ડરની કિંમતોવધારવાની જોરશોરથી પ્રક્રિયા ચાલી રહી છે.

મોંઘવારી વચ્ચે પીસાઈ રહ્યો છે સામાન્ય માણસ

સામાન્ય માણસના ખિસ્સાને ફરી એકવાર ફટકો પડ્યો છે. તેલ કંપનીઓએ ફરી એકવાર ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. હવે દેશમાં ઘરેલુ ગેસ સિલિન્ડર 1000 રૂપિયાને પાર કરી ગયો છે. ઘરેલુ એલપીજી સિવાય કોમર્શિયલ એલપીજી સિલિન્ડર પણ મોંઘા થઈ ગયા છે.

Published On - 8:00 am, Thu, 19 May 22

Next Article