LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે

|

Aug 08, 2021 | 9:35 AM

હાલના ઈન્ડેન ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપીને રિફિલ બુક કરી શકે છે. હવે તે જ નંબર પર નવા એલપીજી કનેક્શન સાથે ગેસ રિફિલ બુક કરવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે.

સમાચાર સાંભળો
LPG: હવે એક મિસ્ડ કોલથી આપના ઘરે ગેસ સિલિન્ડર પહોંચશે, જાણો કઈ રીતે
LPG Gas Connection by Missed Call

Follow us on

હવે નવું એલપીજી ગેસ કનેક્શન(LPG Gas Connection) મેળવવું હવે પહેલા જેવું મુશ્કેલ કામ રહ્યું નથી. એલપીજી કનેક્શન મિસ્ડ કોલ(Missed Call) પર ઉપલબ્ધ થશે. દેશની સૌથી મોટી સરકારી ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOC) એ LPG કનેક્શન માટે નવી સુવિધા શરૂ કરી છે. ગ્રાહકો હવે મિસ્ડ કોલ પર નવું એલપીજી કનેક્શન મેળવી શકે છે. આ નંબર 8454955555 પર ડાયલ કરો અને ઘરે બેઠા LPG ગેસ કનેક્શન મેળવો. ઇન્ડિયન ઓઇલ (IOC) એ ટ્વિટ કરીને આ માહિતી આપી છે.

આ ઉપરાંત હાલના ઈન્ડેન ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ ફોન નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ આપીને રિફિલ બુક કરી શકે છે. હવે તે જ નંબર પર નવા એલપીજી કનેક્શન સાથે ગેસ રિફિલ બુક કરવાની સુવિધા ગ્રાહકોને આપવામાં આવી છે.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

 

 

સમયની બચત થશે
બુકિંગ માટે ગ્રાહકોને કોલ કરવા પાછળનો સમય બચી જશે. હવે ફક્ત એક મિસ્ડ કોલથી સિલિન્ડર બુક કરાવી શકાશે. આ ઉપરાંત ગ્રાહકોના કોલ્સ માટે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. વર્તમાન IVRS(INTERACTIVE VOICE RESPONSE SYSTME)માં સામાન્ય કોલ રેટને ચાર્જ થાય છે. ઈન્ડિયન ઓઈલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ સુવિધા લોકોને રાહત આપશે જેઓને આઈવીઆરએસ સિસ્ટમમાં પોતાને આરામદાયક લાગતી નથી અને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

મિસ્ડ કોલ સુવિધાનો ઉપયોગ કેવી રીતે કરવો?
મિસ્ડ કોલ સુવિધા ખુબ સરળતાથી કામ કરે છે. રિફિલ બુકિંગ માટે ગ્રાહકોએ તેમના નોંધાયેલા મોબાઈલ નંબર પરથી 8454955555 પર મિસ્ડ કોલ કરવો પડશે. આ પછી તમને મેસેજ દ્વારા માહિતી મળશે કે તમારું સિલિન્ડર બુક કરાયું છે. જે ટૂંક સમયમાં આપણા ઘરે પણ પહોંચશે.

 

આ પણ વાંચો :  Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

આ પણ વાંચો :  Petrol Diesel Price Today : સતત 22 માં દિવસે ઇંધણમાં ભાવ વધારો ન કરાયો , જાણો તમારા શહેરમાં 1 લીટર પેટ્રોલ – ડીઝલની શું છે કિંમત

Next Article