LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત

|

Jul 02, 2021 | 10:11 AM

LPG Gas Subsidy Status: એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે.

LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત
Now you can order LPG Cylinder from the distributor of your choice

Follow us on

LPG Gas Subsidy Status: પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવ આસમાને પહોંચવા સાથે એલપીજી સિલિન્ડર (LPG Cylinder)ની કિંમત પણ ઊંચી જઈ રહી છે. એલપીજી સિલિન્ડરના ભાવ પણ ઘણા વધુ છે. છેલ્લા કેટલાક સમયથી ભારત સરકારે ગેસ સિલિન્ડરોમાં મળતી સબસિડી સીધી બેંક ખાતાઓમાં આપવાનું શરૂ કર્યું છે.

મોટાભાગના લોકો સિલિન્ડરની સબસિડીને લઈને મૂંઝવણમાં છે કારણ કે તેમને ખબર નથી હોતી કે સબસિડી આવે છે કે નહીં. પરંતુ તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે અમે તમને સરળ રીત બતાવવા જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકો છો કે ગેસ સિલિન્ડરની સબસિડી તમારા ખાતામાં આવી રહી છે કે નહીં.

www.mylpg.in વેબસાઇટ મદદરૂપ બનશે
>> જાણકારી મેળવવા તમારે બ્રાઉઝરમાં વેબસાઇટ www.mylpg.in લોગ ઇન કરવું પડશે.
>> વેબ પેજમાં ઉપર જમણી બાજુએ ગેસ કંપનીઓના નામમાંથી તમારી સેવા આપનાર કંપનીનું નામ પસંદ કરો.
>> હવે તમને એલપીજી આઈડી પૂછવામાં આવશે. તે એન્ટર કરો જે પછી, તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અને વર્તમાન નાણાકીય વર્ષ પસંદ કરો
>> આ સ્ટેપ બાદ તમારી સબસિડીની તમામ વિગતો તમારી સ્ક્રીન પર દર્શાવાશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ વિગતમાં દર મહિને તમારા ખાતામાં મોકલવામાં આવતી સબસિડીની રકમની વિગતો શામેલ છે. ઉપરાંત, જો સબસિડીની રકમ તમારા ખાતામાં આવતી નથી, તો તમે તરત જ ફીડબેક બટનને ક્લિક કરીને તમારી ફરિયાદ કરી શકો છો.

સબસિડી ન મળવાનું મુખ્ય કારણ શું હોય છે ?
સબસિડી ન મળવાનું મુખ્ય કારણ LPG ID ને એકાઉન્ટ નંબર સાથે જોડવું ન હોવું છે. આ માટે, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટરનો સંપર્ક કરો અને તેને તમારી સમસ્યાથી વાકેફ કરો. ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

દેશના ૪ મહાનગરોમાં રાંધણ ગેસના સિલિન્ડરના  ભાવ
>> દિલ્હી – 834 રૂપિયા
>> કોલકાતા – 861 રૂપિયા
>> મુંબઈ – 834.5 રૂપિયા
>> ચેન્નાઈ – 850 રૂપિયા

19 કિલો ગેસ સિલિન્ડરનો ભાવ
19 કિલો ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો રૂ .84 ના વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય તે કોલકાતામાં 1651.5 રૂપિયા, મુંબઇમાં 1507 રૂપિયા અને ચેન્નઇમાં 1687.5 રૂપિયા થઈ ગઈ છે.

એલપીજી સિલિન્ડરના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

 

Next Article