LPG Gas Price : ફરી વધ્યા LPG ગેસના ભાવ, કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો

|

Mar 01, 2021 | 9:26 AM

LPG Gas Price: આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો.

LPG Gas Price : ફરી વધ્યા LPG ગેસના ભાવ, કિંમતમાં 25 રૂપિયાનો વધારો થયો
LPG Cylinder

Follow us on

LPG Gas Price: આજે માર્ચ મહિનાના પહેલા દિવસે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ભાવમાં 25 રૂપિયા વધારો થયો છે. ફેબ્રુઆરી મહિનામાં ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો હતો. છેલ્લો વધારો 25 ફેબ્રુઆરીએ કરવાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં એલપીજીના ભાવમાં રૂ.100 નો વધારો થયો છે.

આજે ફરી એકવાર, 14.2 કિલો સબસિડી વગરનો એલપીજી ગેસ સિલિન્ડર 25 રૂપિયામાં મોંઘો થઈ ગયો છે. ભાવમાં વધારા સાથે દિલ્હીમાં ઘરેલું ગેસનો દર હવે 794 થી વધીને 819 રૂપિયા થયો છે. નવી કિંમત મુંબઈમાં 819 રૂપિયા, કોલકાતામાં 845.50 રૂપિયા અને ચેન્નઈમાં 835 રૂપિયા કરવામાં આવી છે.

29 કરોડ ઘરોમાં એલપીજી કનેક્શન
ઉજ્જવલા યોજના પછી, ભારતમાં એલપીજી વિના ઘણા ઓછા મકાનો છે. એલપીજી ધારકોની સંખ્યા લગભગ 29 કરોડ છે. ટૂંક સમયમાં સરકાર 100 ટકા ઘરોમાં એલપીજી પહોંચાડવાની લક્ષ્યની નજીક પહોંચવા જઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

પેટ્રોલ-ડીઝલ અને ગેસના ભાવમાં એપ્રિલ સુધીમાં ઘટાડો શક્ય નહિ
પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો અંગે પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ માર્ચ અથવા એપ્રિલ સુધીમાં ઘટાડી શકાય છે. તેમણે તેલ ઉત્પાદક દેશોને તેલનું ઉત્પાદન વધારવા જણાવ્યું છે જેથી ભારતના સામાન્ય લોકોને તેલની વધતી કિંમતોથી રાહત મળી શકે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ બે દિવસ પહેલા કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશો દ્વારા ક્રૂડ ઓઇલના વધતા ભાવને લીધે દેશમાં પેટ્રોલિયમ પેદાશો મોંઘી થઈ રહી છે.

ફેબ્રુઆરીમાં LPGના ભાવમાં 100 રૂપિયા વધારો થયો છે
25 ફેબ્રુઆરીએ ફરી એકવાર એલપીજીના ભાવમાં વધારો થયો. ફેબ્રુઆરી મહિનામાં એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ત્રીજી વૃદ્ધિ છે. અગાઉ, 4 ફેબ્રુઆરીએ 25 રૂપિયા, 14 ફેબ્રુઆરીએ 50 રૂપિયાની વૃદ્ધિ થઈ હતી. 25 ફેબ્રુઆરીએ તેમાં 25 રૂપિયા વધારો થયો. આનો અર્થ એ થયો કે મહિને એલપીજીના ભાવમાં 100 રૂપિયા વધારો થયો છે.

Next Article