LPG Gas cylinder price : મોંઘવારીની માર નો વધુ એક વાર , હવે LPG ના ભાવ વધ્યાં , જાણો લેટેસ્ટ રેટ

|

Jul 01, 2021 | 11:41 AM

જૂન મહિના દરમિયાન 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોમોડિટી નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધી રહ્યા છે જેના કારણે LPG ની કિંમતમાં વધારો કરાયો છે.

LPG Gas cylinder price : મોંઘવારીની માર નો વધુ એક વાર , હવે LPG ના ભાવ વધ્યાં , જાણો લેટેસ્ટ રેટ
LPG CYLINDER RATE TODAY

Follow us on

આસમાનને આંબતી મોંઘવારી વચ્ચે આમઆદમીને મોટો આંચકો મળ્યો છે. આજે LPGના ભાવમાં વધારો થયો છે. સરકારી તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત(LPG Gas cylinder price)માં રૂ 25.50 નો વધારો કર્યો છે. આ સાથે રાજધાની દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 834.50 રૂપિયા થઈ ગઈ છે. બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડર(commercial gas cylinders)ના ભાવમાં રૂ 84 નો વધારો થયો છે.

આ અગાઉ જૂન મહિના દરમિયાન 14.2 કિલો એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. ઓઇલ કંપનીઓએ એપ્રિલમાં 14.2 કિલો એલપીજીના ભાવમાં 10 રૂપિયા ઘટાડો કર્યો હતો. મે મહિનામાં કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જોકે 19.2 કિલોના વેપારી સિલિન્ડરના ભાવમાં 123 રૂપિયાનો વધારો કરાયો હતો.

દેશના ૪ મહાનગરોમાં ગેસ સિલિન્ડરના લેટેસ્ટ ભાવ
>> દિલ્હી – 834 રૂપિયા
>> કોલકાતા – 861 રૂપિયા
>> મુંબઈ – 834.5 રૂપિયા
>> ચેન્નાઈ – 850 રૂપિયા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

19 કિલો ગેસ સિલિન્ડરનો ભાવ
19 કિલો ગેસ સિલિન્ડરના ભાવની વાત કરીએ તો રૂ .84 ના વધારા પછી દેશની રાજધાની દિલ્હીમાં તેની કિંમત 1550 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય તે કોલકાતામાં 1651.5 રૂપિયા, મુંબઇમાં 1507 રૂપિયા અને ચેન્નઇમાં 1687.5 રૂપિયા થઈ ગઈ છે.

કેમ ભાવ વધારો કરાયો
કોમોડિટી નિષ્ણાતો કહે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધી રહ્યા છે. ભારત પોતાનું 80 ટકા ક્રૂડ વિદેશથી આયત કરે છે. આ ભાવ બજારથી જોડાયેલા છે. આવી સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ વધારાને કારણે સ્થાનિક બજારમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થાય છે.

એલપીજી સિલિન્ડરના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
એલપીજી સિલિન્ડરના ભાવ સરેરાશ આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક રેટ અને વિદેશી ચલણના વિનિમય દર અનુસાર નક્કી થાય છે. આ કારણોસર, એલપીજી સિલિન્ડરની સબસિડીની રકમ પણ દર મહિને બદલાય છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં વધારો થાય છે ત્યારે સરકાર વધુ સબસિડી આપે છે અને જ્યારે દર નીચે આવે છે ત્યારે સબસિડીમાં ઘટાડો કરવામાં આવે છે. કરવેરાના નિયમો અનુસાર એલપીજી પરના ગુડ્ઝ અને સર્વિસ ટેક્સ (જીએસટી) ની ગણતરી બળતણના બજાર ભાવ પર કરવામાં આવે છે.

Published On - 11:40 am, Thu, 1 July 21

Next Article