LPG Cylinder Price : શું નવા વર્ષમાં રાંધણ ગેસ મોંઘો થશે? જાણો શું છે અનુમાન

|

Dec 31, 2021 | 6:07 AM

દિવાળી પહેલા જ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ 266 વધી હતી, જોકે રાહત એ હતી કે વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ હતો.

LPG Cylinder Price : શું નવા વર્ષમાં રાંધણ ગેસ મોંઘો થશે? જાણો શું છે અનુમાન
આજે LPG Gas Cylinder ના નવા ભાવ જાહેર થશે

Follow us on

નવા વર્ષની શરૂઆત આડે હવે ગણતરીના કલાકો જ બાકી છે. દેશમાં દર મહિનાની પહેલી તારીખે કેટલાક ફેરફારો અથવા નવા નિયમો લાગુ કરવામાં આવે છે. તે કિસ્સામાં 1લી જાન્યુઆરી 2022થી ઘણા ફેરફારો અથવા નવા નિયમો લાગુ થશે (Changes From 1st January 2022). ખાસ કરીને સામાન્ય ગ્રાહકોના હિતમાં ઘણા ફેરફારો થવા જઈ રહ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે LPGમાં ઉપયોગમાં લેવાતા LPG સિલિન્ડરની કિંમત (LPG Cylinder Price) પર મોટો નિર્ણય લેવામાં આવશે.

એલપીજી સિલિન્ડરની કિંમતને લઈને દર મહિનાની પહેલી તારીખે સમીક્ષા બેઠક યોજવામાં આવે છે. આ બેઠકમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો થવાની સંભાવના છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં થોડો વધારો થયો છે. જોકે, એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત 5 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની જેમ ગેસની કિંમત ઘટાડી કે સ્થિર રાખી શકે છે.

નવા વર્ષની પહેલી તારીખ તમારા માટે ઘણી રીતે ખાસ રહેશે. નવા વર્ષમાં તમારા ઘરના રસોડાથી લઈને તમારા ખિસ્સા સુધીની દરેક વસ્તુ અસ્તવ્યસ્ત થઈ શકે છે. આ ફેરફારો સામાન્ય લોકોની સાથે સાથે ખાસ લોકોને પણ અસર કરશે. નવા વર્ષમાં ખાસ કરીને એલપીજીના ભાવને લઈને મોટો નિર્ણય લેવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

શું જાન્યુઆરી 2022થી એલપીજીના ભાવ વધશે?

દિવાળી પહેલા જ એલપીજીના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ 266 વધી હતી, જોકે રાહત એ હતી કે વધારો કોમર્શિયલ સિલિન્ડરમાં જ હતો. ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત હજુ પણ રૂ.2000 ઉપર છે અગાઉ તે રૂ1733 હતી. બીજી તરફ 19 કિલો સિલિન્ડર જે મુંબઈમાં રૂ 1683 માં મળતો હતો તે હાલમાં૧૯૫૦ રૂપિયામાં ઉપલબ્ધ છે.

 

આ પણ વાંચો : Changes From 1 January 2022 : આગામી વર્ષમાં તમને સ્પર્શતી આ 5 બાબતોમાં ફેરફાર આવશે

આ પણ વાંચો : શું તમે સોનામાં રોકાણ કરો છો? જાણો ઘરમાં સોનું રાખવાની મર્યાદા! જો તેનાથી વધુ મળશે તો જેલના સળિયા ગણવા પડશે

Next Article