AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોન વસૂલવા માટે નહીં ચાલે બેન્કોની દાદાગીરી, નિર્મલા સીતારમણે કહ્યું ‘લિમિટમાં રહે બેન્ક’!

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જ્યારે સંસદ સભ્યએ લોન વસૂલાત માટે સામાન્ય લોકોને હેરાન કરવા અને ધમકાવવા જેવી બેંકોની યુક્તિઓ તરફ ધ્યાન દોર્યું, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના જવાબમાં કહ્યું કે સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે.

લોન વસૂલવા માટે નહીં ચાલે બેન્કોની દાદાગીરી, નિર્મલા સીતારમણે કહ્યું 'લિમિટમાં રહે બેન્ક'!
Nirmala Sitharaman (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 24, 2023 | 6:36 PM
Share

Parliament Monsoon Session: બેંકો દ્વારા સામાન્ય માણસને લોનની વસૂલાત માટે હેરાન કરવાના સમાચાર અવારનવાર સામે આવે છે. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) તેને લગતી ઘણી ફરિયાદો મળ્યા બાદ મોટી જાહેરાત કરી છે. તેમણે બેંકોને ‘મર્યાદા’માં રહીને કામ કરવાની ચેતવણી આપી છે.

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જ્યારે સંસદ સભ્યએ લોન વસૂલાત માટે સામાન્ય લોકોને હેરાન કરવા અને ધમકાવવા જેવી બેંકોની યુક્તિઓ તરફ ધ્યાન દોર્યું, ત્યારે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે તેમના જવાબમાં કહ્યું કે સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તમામ બેંકોને ‘મર્યાદા’માં રહીને કામ કરવા સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો: આ શેરે રોકાણકારનો કરાવી તગડી કમાણી, 5 દિવસમાં જ 1 લાખ રૂપિયા બન્યા 1.53 લાખ

નિર્મલા સીતારમણે શું કહ્યું?

નાણામંત્રીએ કહ્યું, ‘મને એવી ફરિયાદો પણ મળી છે કે કેવી રીતે લોનની વસૂલાત માટે કેટલીક બેંકો લોકો સાથે નિર્દયતાથી વર્તે છે. આરબીઆઈને સરકાર દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેણે આવી બેંકો માટે માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. સરકારી બેંકો હોય કે ખાનગી બેંકો, તેઓએ લોનની વસૂલાત માટે કડક પગલાં ન લેવા જોઈએ. જ્યારે પણ લોનની વસૂલાત માટે સામાન્ય માણસનો સંપર્ક કરવામાં આવે ત્યારે માનવતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ.

નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું આ નિવેદન એટલા માટે પણ મહત્વનું છે કારણ કે RBIની ગાઈડલાઈન હોવા છતાં કેટલીક બેંકો લોકો પાસેથી લોન વસૂલવા માટે બળજબરીભરી પદ્ધતિઓ અપનાવે છે. આમાં ગુંડાગીરી, ઘરની બહાર ટીખળો વગેરેનો સમાવેશ થાય છે. જાણો RBIના નિયમો આ અંગે શું કહે છે.

લોન રિકવરી અંગે RBIની ગાઈડલાઈન્સ

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ગાઈડલાઈન મુજબ બેંકના લોન રિકવરી એજન્ટ ક્લાયન્ટને સવારે 8થી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ કોલ કરી શકે છે. લોન પુનઃપ્રાપ્તિ એજન્ટો ક્લાયન્ટ દ્વારા ઉલ્લેખિત સ્થાન પર મળી શકે છે. જો ગ્રાહક પૂછે તો લોન રિકવરી એજન્ટે બેંક દ્વારા આપવામાં આવેલ આઈડી બતાવવાનું રહેશે.

બેંકે ગ્રાહકની ગોપનીયતાને સૌથી ઉપર રાખવાની રહેશે. ગ્રાહક સાથે શારીરિક કે માનસિક ઉત્પીડન ન કરવું જોઈએ. જો હજુ પણ ગ્રાહક સાથે આવું થાય છે તો ગ્રાહક તેની ફરિયાદ સીધી RBIને કરી શકે છે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
g clip-path="url(#clip0_868_265)">