LIC Of India: દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ હવે બેંક ઓફ ઇન્ડિયામાં ખરીદ્યો હિસ્સો

|

Sep 04, 2021 | 6:49 AM

LIC-Life Insurance Corporation of India : એલઆઈસીએ સરકારી બેંક Bank of India માં હિસ્સો ખરીદ્યો છે. તેની સાથે જોડાયેલી તમામ બાબતો જાણીએ

LIC Of India: દેશની સૌથી મોટી વીમા કંપની LIC એ હવે બેંક ઓફ ઇન્ડિયામાં ખરીદ્યો હિસ્સો
LIC નો મોટો નિર્ણય

Follow us on

LIC એ બેન્ક ઓફ ઇન્ડિયામાં 3.9 ટકા હિસ્સો ખરીદી લીધો છે નિષ્ણાતો કહે છે કે ઘણી વખત LIC બેન્કો અને કંપનીઓમાં ભાગીદારી ખરીદતું અને વેચતું જોવા મળ્યું છે. હવે આ સમાચાર બાદ બેંકનો શેર સોમવારે વધવાની ધારણા છે. અગાઉ બેન્ક ઓફ ઈન્ડિયા  બોર્ડે ક્યુઆઈપી (QIP) મારફતે 3,000 કરોડ રૂપિયા એકઠાં કરવાની મંજૂરી આપી હતી.

બેંકોના ગ્રાહકો પર શું પડશે અસર

નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણયથી બેન્કોના ગ્રાહકોને અસર નહીં થાય. જોકે બેન્ક ઓફ ઇન્ડિયાના શેરમાં રોકાણ કરનારાઓને અસર થઈ શકે છે. સોમવારે શેર વધવાની ધારણા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 બેંક ઓફ ઇન્ડિયામાં કોની કેટલી ભાગીદારી 

બીએસઈ પર આપવામાં આવેલી માહિતી અનુસાર  બેંક ઓફ ઈન્ડિયામાં સરકાર પાસે 90.34 ટકા હિસ્સેદારી છે. તે જ સમયે, વિદેશી સંસ્થાકીય રોકાણકારો 0.38 ટકા હીસ્સો ધરાવે છે. ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો પાસે 4.63 ટકા હિસ્સેદારી છે.

બેન્ક ઓફ ઇન્ડિયાના શેરનું પ્રદર્શન

શેર 1 અઠવાડીયું 1 મહીનો  1 વર્ષ  3 વર્ષ
Bank of India -12% -20% 26% -40%

હવે બેંક આગળ શું કરવા જઈ રહી છે?

બેન્ક ઓફ ઇન્ડિયાએ QIP દ્વારા નાણાં એકત્ર કરવાની યોજના બનાવી છે. QIP એટલે કે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટ (qualified institutional placement) શું હોય છે? QIP એટલે લાયક સંસ્થાકીય પ્લેસમેન્ટ (qualified institutional placement) હોય છે. સ્થાનિક બજારમાંથી ભંડોળ એકત્ર કરવા માટે કંપનીઓ QIP નો ઉપયોગ કરે છે.

QIP ને બજાર નિયમનકાર એટલે કે SEBI ની મંજૂરીની જરૂર નથી. QIP માટે, કંપની નિયમો અનુસાર શેરની કિંમત નક્કી કરે છે. QIP નો ભાવ શેરની 2 સપ્તાહની સરેરાશ કિંમત કરતાં ઓછો ન હોઈ શકે.

QIP માટે કોણ પાત્ર છે

QIP દ્વારા વીમા કંપનીઓ, નાણાકીય સંસ્થાઓને શેર જાહેર કરી શકાય છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને સાહસ મૂડી ભંડોળને પણ શેર જાહેર કરી શકાય છે.

QIP ના લાભો

QIP કંપનીઓ પાસેથી ભંડોળ એકત્ર કરવાની સરળ, ઓછી ખર્ચાળ અને અસરકારક રીત છે. શેરના સારા ભાવોથી રોકાણકારોને પણ ફાયદો થાય છે.

આ પણ વાંચો :  Reliance એ તોડયા તમામ રેકોર્ડ, શેર 2400 રૂપિયા નજીક પહોંચ્યો , આગામી સમયમાં કેવું રહેશે પ્રદર્શન? જાણો નિષ્ણાતોનો અભિપ્રાય

આ પણ વાંચો :  SBI: કરોડો ગ્રાહકો માટે આવ્યા ખરાબ સમાચાર, તમે આ દિવસે અને આ સમયે નહીં કરી શકો બેન્કની આ 7 સર્વિસનો ઉપયોગ

Next Article