બોગસ નિકાસ દર્શાવીને 226 કરોડનુ રિફંડ મેળવનાર 56 કસ્ટમ બ્રોકરના લાયસન્સ રદ

|

Sep 14, 2020 | 12:57 PM

  કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે, બનાવટી નિકાસ કરનાર ૫૬ કસ્ટમ બ્રોકર્સના, લાઇસન્સ રદ કરી નાખ્યા છે. આ બ્રોકર્સેએ આઈજીએસટી માટે મોટી રકમોના દાવા માંડયા હતા. જે ઉપર શંકાના આધારે તપાસ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો. Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા […]

બોગસ નિકાસ દર્શાવીને 226 કરોડનુ રિફંડ મેળવનાર 56 કસ્ટમ બ્રોકરના લાયસન્સ રદ

Follow us on

 

કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે, બનાવટી નિકાસ કરનાર ૫૬ કસ્ટમ બ્રોકર્સના, લાઇસન્સ રદ કરી નાખ્યા છે. આ બ્રોકર્સેએ આઈજીએસટી માટે મોટી રકમોના દાવા માંડયા હતા. જે ઉપર શંકાના આધારે તપાસ કરવામાં આવતા ભાંડો ફૂટ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અંતર્ગત કાર્યરત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈન્ડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ (CBIC) દ્વારા ૬૨ કસ્ટમ બ્રોકર્સની તાપસ હાથ ધરાઈ હતી. આ બ્રોકર્સે ૧૪૩૧ અજ્ઞાત નિકાસકારો સાથે ૧૫૯૨૦ એક્સપોર્ટ કન્સાઇન્મેન્ટ્સનો કારોબાર બતાવ્યો હતો.

CBIC ની તપાસ ત્યારે તેજ થઈ જયારે એક કસ્ટમ બ્રોકર્સે અચાનક ૯૯ એક્સપોર્ટર્સ  સાથે બિઝનેસ બતાવી  ૧૨૧.૭૯ કરોડનું ઇન્ટીગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ IGST રીફન્ડ ક્લેઇમ કર્યું. આ બાદ જાલી  કસ્ટમ બ્રોકર્સને શોધી કાઢવા અભિયાન શરુ કરાયું હતું.  કૌભાંડનો પર્દાફાશ થયા બાદ શન્કાના દાયરામાં આવેલા અને બોગસ એક્સપોર્ટ મામલામાં ઝડપાયેલા તમામ બ્રોકર્સ દ્વારા ક્લેઇમ કરાયેલા કુલ ૨૨૬ કરોડ રૂપિયાના આઇજીએસટી રિફંડ બ્લોક કરી દેવાયા છે.

મિનિસ્ટ્રી ઓફ ફાયનાન્સે આ મામલાને ગંભીરતાથી લઇ રહ્યું છે ૫૬ કસ્ટમ બ્રોકર્સના લાઇસન્સ રદ કરી ઊંડાણપૂર્વકની તાપસ શરુ કરાવી છે. CBIC  એ કડક હાથે કામ લેતા સસ્પેન્ડ કસ્ટમ બ્રોકર્સ ઉપર એક્સપોર્ટ કન્સાઇન્મેન્ટ  હેન્ડલિંગના પ્રતિબંધ લાદી દેવાયા છે. માત્ર નિકાસ જ નહિ આયાતના મામલાઓમાં પણ ઘોટાળા કરાયા હોવાના અંદાજ સાથે આયાત અંગે પણ તાપસ શરુ કરાઈ છે.

Next Article