LIC હાઉસિંગ ફાઇનાન્સે મોંઘી કરી હોમ લોન, જાણો કેટલા વધશે વ્યાજ દર?

|

May 13, 2022 | 5:00 PM

LIC HF દ્વારા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ સ્કોરના આધારે વ્યાજ દરમાં વધારો કર્યો છે. સારો ક્રેડિટસ્કોર ધરાવતા ગ્રાહકો માટે હોમ લોનના દરમાં 20 બેઝ અંકનો વધારો કરવામાં આવ્યો છે.

LIC હાઉસિંગ ફાઇનાન્સે મોંઘી કરી હોમ લોન, જાણો કેટલા વધશે વ્યાજ દર?
LIC Housing Finance raises home loan rate

Follow us on

LIC HF દ્વારા ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ સ્કોરના આધારે વ્યાજ દરમાં વધારો કર્યો છે. સારો ક્રેડિટ સ્કોર (Credit Score)ધરાવતા ગ્રાહકો માટે હોમ લોનના દરમાં 20 બેઝ અંકનો વધારો કરવામાં આવ્યો છે. તો ઓછા ક્રેડિટ સ્કોર વાળા ગ્રાહકો માટે 25 બેઝ અંકનો વધારો કરવામાં આવ્યો છે. રિર્ઝવ બેંક દ્વારા રેપો રેટમાં વધારો કરતા લોન દરમાં વધારો થવાનું યથાવત છે. આ જ ક્રમમાં એલઆઇસી હાઉસિંગ ફાઇનાન્સ LIC Housing Finance હોમ લોનમાં વધારો કરવાનું એલાન કર્યું છે. લોન દરમાં વધારો સિબિલ સ્કોર એટલે કે ક્રેડિટ હિસ્ટ્રીના આધારે અલગ અલગ કરવામાં આવ્યો છે.

LIC HFL પ્રમાણે હોમ લોનના શરૂઆતના દર ઉત્તમ ક્રેડિટ સ્કોર વાળા ગ્રાહકો માટે 20 બેઝ અંક વધારીને 6.9 કરવામાં આવ્યો છે. નવા દરો શુક્રવારથી લાગુ પડશે. રિર્ઝવ બેંક દ્વારા રેપો રેટ 40 બેઝ અંક વધાર્યા બાદ ઘણી બેંકો અને NBFC એ પોતાના વ્યાજ દરમાં વધારો કર્યો છે. જેમાં એચડીએફસી બેન્ક, કેનરા બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

કેટલા વધ્યા વ્યાજ દર

આપવામાં આવેલી જાણકારી પ્રમાણે એવા ગ્રાહક જેનો સિબિલ સ્કોર 700 કે તેથી વધુ છે તેમના માટે રેટમાં 20 બેઝ અંક એટલે કે 0.2 ટકા વધારવામાં આવ્યા છે. તો એનટીસી એટલે કે ન્યૂ ટૂ ક્રેડિટ ગ્રાહકો માટે બેઝ દરમાં 40 બેઝ અંકનો વધારો કરવામાં આવ્યો છે. સિબિલ સ્કોર 300થી 900 વચ્ચે હોય તેમનો ક્રેડિટ રેટિંગ વધુ સારો રહેશે. LIC HFLના એમડી અને સીઇઓ વાય. વિશ્વનાથ ગૌડાએ જણાવ્યું હતું કે રિર્ઝવ બેંકે લાંબા સમય બાદ પોતાના પોલિસી દર વધાર્યા છે. અમે ઘર ખરીદનારાનું સપનું પૂર્ણ કરવા માટે ફંડિગનો ખર્ચો વધવા છતાં દરમાં સ્થિર વધારો કર્યો છે. નોંધનીય છે કે પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં જ લોનના દરમાં વધારો કર્યો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

રિઝર્વ બેંક દ્વારા રેપો રેટમાં વધારાની સાથે બેંક અને એનબીએફસીના લોનનો ખર્ચો પણ વધ્યો છે. તેને પહોંચી વળવા હવે તેઓ પોતાના લોન દરમાં વધારો કરી રહ્યા છે. પંજાબ નેશનલ બેંકે તાજેતરમાં પોતાના લોન દર વધાર્યા છે. બેંકના જણાવ્યા અનુસાર રેપો દરમાં 0.4 ટકાના વધારા સાથે બેંકની નીતિ અનુસાર એક જૂનથી લોન દરમાં વધારો થશે. બેંકની વેબસાઇટના જણાવ્યા પ્રમાણે રેપો લેડિંગ રેટ્સ 6.9 ટકા હશે. જે નવા ગ્રાહકો માટે એક જૂનથી લાગુ પાડવામાં આવશે. લોનના દર વધારવામાં બેંક ઓફ વડોદરા, એચડીએફસી, કેનરા બેંક, યૂનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

Next Article