તમે કોઈ કંપનીમાં કામ કરો છો, ત્યારે તમને કેટલીક રજાઓ આપવામાં આવે છે. આ પૈકીની કેટલીક રજાઓ એવી હોય છે કે જો તે રજાઓ લેવામાં ન આવે તો કર્મચારીને તે રજાઓના બદલામાં પૈસા આપવામાં આવે છે. આ લાભને લીવ એનકેશમેન્ટ કહેવામાં આવે છે. સેલેરી સ્ટ્રક્ચરમાં તમામ કર્મચારીઓને એક વર્ષમાં કેટલી રજાઓ મળે છે અને તેઓ કેટલી રોકડ કરી શકશે તેની માહિતી આપવામાં આવે છે. જો તમે પણ નોકરી કરો છો તો તમારે જાણવું જોઈએ કે તમારી કંપની કયા આધારે રજાઓ આપે છે અને વધુમાં વધુ કેટલી રજાઓ કેશ કરી શકાય છે.
વધુમાં વધુ 30 રજાઓનો લાભ મળે છે
કોઈપણ કંપનીમાં સામાન્ય રીતે એક વર્ષ માટે વધુમાં વધુ 30 રજાઓને કેશ કરવાનો નિયમ હોય છે. સરકાર વાર્ષિક વધુમાં વધુ 30 રજાઓના લીવ એનકેશમેન્ટ પર પણ ટેક્સમાં છૂટ આપે છે. જો કે, આ કિસ્સામાં કંપનીના નિયમો પણ અલગ હોઈ શકે છે. કેટલીક કંપનીઓમાં વર્ષ પૂરું થયા પછી જ રજાનું એનકેશમેન્ટ કરવામાં આવે છે જ્યારે કેટલીક કંપનીઓમાં આ રકમ કંપની છોડતી વખતે એકસાથે આપવામાં આવે છે.
જો તમને લાગતું હોય કે રજા માટે એક દિવસનો પૂરો પગાર મળે છે તો તમારે ગણતરી સમજવી જોઈએ. લીવ એન્કેશમેન્ટ તમારા બેઝિક પગાર અને ડીએ પર આધાર રાખે છે. તે મુજબ ચુકવણી કરવામાં આવે છે.
કર્મચારીઓને વધુમાં વધુ કામ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુથી કંપનીઓ લીવ એન્કેશમેન્ટની સુવિધા પૂરી પાડે છે.લીવ એન્કેશમેન્ટ માટે કોઈ સરકારી નિયમ નથી. એટલે કે, જો કોઈ કંપની તમારી રજાને કેશ ન કરે તો તમે તેની સામે કેસ દાખલ કરી શકતા નથી. લીવ એન્કેશમેન્ટની સુવિધા આપવી કે નહીં તે કંપની પર નિર્ભર છે.
સંગઠિત ક્ષેત્રની કંપનીઓમાં ઘણી પ્રકારની રજાઓ જેમકે સિક, કેઝ્યુઅલ, અર્ન્ડ અને પ્રિવિલેજ હોય છે. જો કેલેન્ડર વર્ષમાં ઉપયોગમાં ન લેવાય તો માંદગી અને પરચુરણ રજાઓ લેપ્સ થઇ જાય છે પરંતુ મેળવેલ રજા અને વિશેષાધિકાર રજા કેશ માટે પાત્ર ગણવામાં આવે છે. દરેક કંપની આ માટે પોતાના નિયમો અને શરતો લાગુ કરી શકે છે.