કોરોના બાદની આર્થિક કટોકટીને જાકારો: ટ્રેડ ડેફિસિટ ઘટીને માત્ર ૨.૯૧ અબજ ડોલર, ૬ મહિના સુધી ઘટાડા બાદ નિકાસમાં ૫.૨૭ ટકાની વૃદ્ધિ

|

Oct 06, 2020 | 12:44 PM

વાણિજ્ય મંત્રાલય તરફથી  જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વેપાર ખાધ ઘટીને ૨.૯૧ અબજ ડોલર થઈ છે જે છેલ્લા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી એ છે. આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર થઈ છે. સતત ૬ મહિના સુધી નુકશાનીની સ્થિતો સામનો કાર્ય બાદ સપ્ટેમ્બરમાં દેશની નિકાસ ૫.૨૭ ટકા વધીને ૨૭.4 અબજ ડોલર થઈ છે. ગયા […]

કોરોના બાદની આર્થિક કટોકટીને જાકારો: ટ્રેડ ડેફિસિટ ઘટીને માત્ર ૨.૯૧ અબજ ડોલર, ૬ મહિના સુધી ઘટાડા બાદ નિકાસમાં ૫.૨૭ ટકાની વૃદ્ધિ

Follow us on

વાણિજ્ય મંત્રાલય તરફથી  જારી કરવામાં આવેલા આંકડા અનુસાર વેપાર ખાધ ઘટીને ૨.૯૧ અબજ ડોલર થઈ છે જે છેલ્લા ત્રણ મહિનાની સૌથી નીચી સપાટી એ છે. આયાત 19.6 ટકા ઘટીને 30.31 અબજ ડોલર થઈ છે. સતત ૬ મહિના સુધી નુકશાનીની સ્થિતો સામનો કાર્ય બાદ સપ્ટેમ્બરમાં દેશની નિકાસ ૫.૨૭ ટકા વધીને ૨૭.4 અબજ ડોલર થઈ છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં દેશની વેપાર ખાધ 11.67 અબજ ડોલર હતી. આ વર્ષે જૂનનો વેપાર 0.79 અબજ ડોલરનો સરપ્લસ રહ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કોમોડિટીની નિકાસ 26.02 અબજ ડોલર રહી હતી. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં નિકાસ 21.43 ટકા ઘટીને 125.06 અબજ ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન આયાત 40.06 ટકા ઘટીને 148.69 અબજ ડોલર થઈ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સપ્ટેમ્બરમાં તેલની આયાત 35.92 ટકા ઘટીને 5.82 અબજ ડોલર થઈ છે. એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં 51.14 ટકા ઘટીને 31.85 અબજ ડોલર નોંધાઈ છે. સપ્ટેમ્બરમાં બિનતેલની આયાત 14.41 ટકા ઘટીને 24.48 અબજ ડોલર થઈ છે. તે પ્રથમ ૬ માસિક સમયગાળામાં 36.12 ટકા ઘટીને 116.83 અબજ ડોલર થઈ છે. સપ્ટેમ્બરમાં સોનાની આયાતમાં 52.85 ટકાનો ઘટાડો થયો છે. કોરોનાવાયરસ રોગચાળોના સમયગાળામાં  વૈશ્વિક માંગ ઘટાડાના કારણે માર્ચથી નિકાસમાં ઘટાડો થયો હતો. ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઇઝેશન અનુસાર ચાલુ નાણાકીય વર્ષમાં પહેલીવાર માસિક નિકાસમાં વધારો થયો છે. આ બાબત પુન સ્થિતિ સામાન્ય બની રહી હોવાનું સૂચવે છે.

વૈશ્વિક સ્તરે કોરોનના કારણે ચીનની છબી ખરાબ થવાને કારણે ભારતની નિકાસમાં પણ વધારો થયો છે. આખા વિશ્વમાં ચીનની બગડતી છબીના કારણે ભારતની નિકાસમાં પણ વધારો થયો છે. વ્યાપાર પ્રવૃત્તિઓ અને આર્થિક પરિસ્થિતિ સમગ્ર વિશ્વમાં સામાન્ય બની રહી છે ત્યારે હાલના વલણ મુજબ આ નાણાકીય વર્ષમાં દેશની નિકાસ 290-300 અબજ ડોલર થઈ શકે છે.

સપ્ટેમ્બરમાં આ ચીજોની નિકાસમાં નોંધપાત્ર  વધારો થયો હતો

આયર્ન : 109.52%

ચોખા: 92.44%

ઓઇલ મિલ્સ : .9 43..9%

કાર્પેટ: 42.89%

ફાર્માસ્યુટિકલ્સ: 24.36%

મીટ, ડેરી અને પોલ્ટ્રી પ્રોડક્ટ્સ : 19.96%

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article