જો આપનું પોસ્ટમાં બચત ખાતું છે તો જાણી લો આ માહિતી ,અન્યથા પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે

|

Dec 05, 2020 | 12:34 PM

જો તમારું બચત ખાતું ઈન્ડિયા પોસ્ટ બેંકમાં છે તો હવે તમારી પાસેથી શુલ્ક લેવામાં આવી શકે છે. ઈન્ડિયા પોસ્ટ બેંકે કહ્યું છે કે જો ખાતામાં નિયત બેલેન્સ નહીં હોય  તો  100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ બચત ખાતા પર 11 ડિસેમ્બરથી લાગુ થશે. આ માહિતી ઈન્ડિયા બેંકે તેની વેબસાઇટ પર આપી છે. મિનિમમ બેલેન્સ […]

જો આપનું પોસ્ટમાં બચત ખાતું છે તો જાણી લો આ માહિતી ,અન્યથા પેનલ્ટીનો સામનો કરવો પડી શકે છે

Follow us on

જો તમારું બચત ખાતું ઈન્ડિયા પોસ્ટ બેંકમાં છે તો હવે તમારી પાસેથી શુલ્ક લેવામાં આવી શકે છે. ઈન્ડિયા પોસ્ટ બેંકે કહ્યું છે કે જો ખાતામાં નિયત બેલેન્સ નહીં હોય  તો  100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. આ ચાર્જ બચત ખાતા પર 11 ડિસેમ્બરથી લાગુ થશે. આ માહિતી ઈન્ડિયા બેંકે તેની વેબસાઇટ પર આપી છે.

મિનિમમ બેલેન્સ ફરજીયાત  ફરજિયાત
ઈન્ડિયા પોસ્ટે તેની વેબસાઇટ પર કહ્યું છે કે તેણે હવે તમામ બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું ફરજિયાત બનાવ્યું છે. બચત ખાતામાં ન્યૂનતમ બેલેન્સ રૂ .500 રહેશે. જો રકમ 500 રૂપિયાથી ઓછી હશે, તો 100 રૂપિયા ચાર્જ વસૂલવામાં આવશે. બચત ખાતાના ગ્રાહકોને 11 ડિસેમ્બર પહેલા તેમના ખાતામાં 500 રૂપિયાની બાકી રકમ જરૂરીયાત પૂરી કરવા જણાવાયુ છે.

રૂ. 100 પણ વસૂલવામાં આવી શકે છે
ક્યારેય પણ ખાતામાં રૂ. ૫૦૦ બેલેન્સ ન રહે તો નાણાકીય વર્ષના અંતે રૂ. 100 એકાઉન્ટ મેન્ટેનન્સ તરીકે લેવામાં આવશે.  તમે પોસ્ટ ઓફિસ બચત ખાતાઓમાંથી લઘુત્તમ બેલેન્સ સાથેની રકમ પાછી ખેંચી શકશો નહીં. એટલે કે, જો તમારા ખાતામાં ફક્ત 500 રૂપિયા છે, તો તમે તેમાંથી એક પણ રૂપિયો ઉપાડી શકશો નહીં.

એકાઉન્ટ બંધ થઈ શકે છે
જો આખા વર્ષ દરમિયાન તમારા ખાતામાં બેલેન્સ નહિ હોય  તો તમારું એકાઉન્ટ આપમેળે બંધ થઈ શકે છે. ખાતું  500 રૂપિયાથી ખોલી શકાય છે જેના પર 4% વાર્ષિક વ્યાજ મળે છે. જો તમારી પાસે મહિનાની 10 મી તારીખથી મહિનાના અંત સુધીમાં 500 રૂપિયાથી ઓછી રકમ હોય તો તમને વ્યાજ નહીં મળે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article