Jio Q4 Results: ચોથા ક્વાર્ટરમાં Jioનો નફો 24 ટકા વધ્યો, રેવન્યુમાં પણ વધારો

|

May 06, 2022 | 8:24 PM

રિલાયન્સ જિયોએ (Reliance Jio) શુક્રવારે જણાવ્યું હતું કે તેના સ્ટેન્ડઅલોન પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ કહ્યું કે માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં (March Quarter) તેનો નફો વધીને 4,173 કરોડ રૂપિયા થયો છે.

Jio Q4 Results: ચોથા ક્વાર્ટરમાં Jioનો નફો 24 ટકા વધ્યો, રેવન્યુમાં પણ વધારો
Jio Q4 Results (Symbolic Image)

Follow us on

Reliance Jio Q4 Results: રિલાયન્સ જિયોએ (Reliance Jio) શુક્રવારે જણાવ્યું હતું કે તેના સ્ટેન્ડઅલોન પ્રોફિટ આફ્ટર ટેક્સમાં 24 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીએ કહ્યું કે માર્ચ 2022ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં (March Quarter) તેનો નફો વધીને 4,173 કરોડ રૂપિયા થયો છે. કંપનીએ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં તેને રૂ. 3,360 કરોડ રૂપિયાનો પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) થયો હતો. કંપનીએ જણાવ્યું હતું કે ઓપરેશન્સમાંથી તેની સ્ટેન્ડઅલોન રેવન્યુ 20 ટકાના વધારા સાથે 20,901 કરોડ રૂપિયા પર પહોંચી છે. જે માર્ચ 2021ના ક્વાર્ટરમાં 17,358 રૂપિયા પર પહોંચી હતી. 31 માર્ચ, 2022ના રોજ પૂરા થતા નાણાકીય વર્ષ માટે રિલાયન્સ જિયોનો કોન્સોલિડેટેડ પ્રોફિટ આફ્ટર ટેક્સ (PAT) લગભગ 23 ટકા વધીને 14,854 કરોડ રૂપિયા થયો છે. જે નાણાકીય વર્ષ 2021માં 12,071 કરોડ રૂપિયા હતો.

કેટલુ રહ્યુ કંપનીનું માર્જિન?

કંપનીનો Ebitda 10,510 કરોડ રૂપિયા રહ્યો છે, જે અંદાજ કરતાં વધુ છે. તે જ સમયે ચોથા ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન 50.3 ટકા પર હાજર છે. આ પહેલા મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપનીએ ત્રીજા ક્વાર્ટરના પરિણામો પર જણાવ્યું હતું કે રિલાયન્સ જિયો પ્લેટફોર્મ્સનો કોન્સોલિડેટેડ નફો 8.9 ટકા વધીને 3,795 કરોડ રૂપિયા થયો હતો.

આ સેગમેન્ટ માટે કંપનીની કુલ આવક 13.8 ટકા વધીને 24,176 કરોડ રૂપિયા થઈ હતી. આ સેગમેન્ટ માટે તેનો Ebitda 18 ટકા વધીને 10,008 કરોડ રૂપિયા થયો છે. જ્યારે તેનો રોકડ નફો 14.7 ટકા વધીને 8,747 કરોડ રૂપિયા થયો છે. ક્વાર્ટરમાં Jioમાં કુલ 1.02 કરોડ નવા સબ્સ્ક્રાઈબર્સ ઉમેરાયા છે. Jioના કુલ સબ્સ્ક્રાઇબર્સ હાલમાં 421 મિલિયન હતા.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

તે જ સમયે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ગયા નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટરમાં 18,549 કરોડ રૂપિયાનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ થયો હતો. કંપનીના ચોખ્ખા નફામાં 41.5 ટકાનો ઉછાળો આવ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કામગીરીમાંથી એકીકૃત આવક ત્રિમાસિકમાં 54.25 ટકા વધીને 1,91,271 કરોડ રૂપિયા થઈ છે.

ઈન્ફોસીસના નફામાં પણ વધારો

દેશની બીજી સૌથી મોટી આઈટી ક્ષેત્રની કંપની ઈન્ફોસિસે તેના ચોથા ક્વાર્ટર પરિણામો જાહેર કર્યા હતા. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેને 5,686 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 12 ટકા વધુ છે. જોકે ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં નફામાં 2 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે કંપનીની ત્રિમાસિક કમાણી ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 23 ટકા વધી છે. તે જ સમયે પાછલા નાણાકીય વર્ષમાં 2020-21ની તુલનામાં કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો છે. કંપનીએ માહિતી આપી છે કે ક્વાર્ટર દરમિયાન બિઝનેસના લગભગ તમામ ભાગોમાં સતત વૃદ્ધિ થઈ છે.

Next Article