AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો મુકેશ અંબાણી દર કલાકે કેટલા કરોડ રૂપિયા કમાય છે, હુરૂન ઈન્ડિયાએ જાહેર કર્યુ નવમું ઈન્ડિયન રિચ લિસ્ટ

હુરુન ઈન્ડિયા અને આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે Hurun India Rich list જાહેર કર્યું છે જેમાં 31 ઓગસ્ટ 2020 સુધી 1000થી વધુ સંપત્તિ ધરાવતા ધનિકોનો સમાવેશ કરાયો છે. યાદીમાં સતત નવમા વર્ષે મુકેશ અંબાણી અવ્વ્લ રહ્યા છે તો યાદીમાં ચોથા સ્થાને વધુ એક ગુજરાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો સમાવેશ થયો છે. હુરુન ઈન્ડિયાએ યાદી સાથે રસપ્રદ માહિતીઓ […]

જાણો મુકેશ અંબાણી દર કલાકે કેટલા કરોડ રૂપિયા કમાય છે, હુરૂન ઈન્ડિયાએ જાહેર કર્યુ નવમું ઈન્ડિયન રિચ લિસ્ટ
Ankit Modi
| Edited By: | Updated on: Sep 29, 2020 | 8:15 PM
Share

હુરુન ઈન્ડિયા અને આઈઆઈએફએલ વેલ્થ મેનેજમેન્ટ લિમિટેડે Hurun India Rich list જાહેર કર્યું છે જેમાં 31 ઓગસ્ટ 2020 સુધી 1000થી વધુ સંપત્તિ ધરાવતા ધનિકોનો સમાવેશ કરાયો છે. યાદીમાં સતત નવમા વર્ષે મુકેશ અંબાણી અવ્વ્લ રહ્યા છે તો યાદીમાં ચોથા સ્થાને વધુ એક ગુજરાત ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો સમાવેશ થયો છે. હુરુન ઈન્ડિયાએ યાદી સાથે રસપ્રદ માહિતીઓ પણ જાહેર કરી છે જે મુજબ મુકેશ અંબાણી છેલ્લા 6 મહિનાથી દર કલાકે 90 કરોડ રૂપિયાની કમાણી કરી રહ્યા છે. કોરોના મહામારી દરમ્યાન વિશ્વ ઠપ્પ છે અને મોટાભાગના અર્થતંત્ર માંદા પડયા છે એવા સમયે પણ અંબાણીએ કમાણીની ગતિને અવરોધવા દીધી ન હતી.

 Jano mukesh ambani dar kalake ketla crore rupiya kamay che hurun india e jaher karyu navmu Indian rich list

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Jano mukesh ambani dar kalake ketla crore rupiya kamay che hurun india e jaher karyu navmu Indian rich list

આજે આઈઆઈએફએલ વેલ્થ હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ-2020ની નવમી આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત 9મા વર્ષે ટોપ પર છે. મુકેશ અંબાણીની કુલ આવક 6,58,400 કરોડ રૂપિયા છે. છેલ્લા 12 મહિનામાં તેમની કુલ સંપત્તિ 73% વધી છે. અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. હિન્દુજા ભાઈઓ એ 1,43,700 કરોડની સંપત્તિ સાથે બીજો ક્રમ મેળવ્યો છે. ત્રીજા સ્થાને HCLના સ્થાપક શિવ નાદર છે, જેમની સંપત્તિ 1,41,700 કરોડ રૂપિયા છે. ચોથા ક્રમે ગૌતમ અદાણી અને પરિવાર અને પાંચમા સ્થાને અજિમ પ્રેમજી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ટોપ-10 ધનિક લોકોની યાદી

1 .મુકેશ અંબાણી, RIL 2 .હિન્દુજા બ્રધર્સ,  હિન્દુજા 3 .શિવ નાદર, HCL 4 .ગૌતમ અદાણી, અદાણી 5 .અઝીઝ પ્રેમજી, વિપ્રો 6 .સાયરસ પૂનાવાલા, સીરમ 7 .રાધાકિશન દમાણી, એવેન્યુ સુપરમાર્કેટ 8 .ઉદય કોટક, કોટક મહિન્દ્રા બેન્ક 9 .દિલીપ સંઘવી,  સનફાર્મા 10. સાયરસ પાલોનજી, સાયરસ પાલોનજી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">