Jaiprakash Associates Defaults : મોટું દેવું ધરાવતી આ કંપની ડિફોલ્ટ થઈ ગઈ, વાત જાહેર થયા બાદ સ્ટોક પટકાયો

Jaiprakash Associates Defaults : મુશ્કેલીમાં મુકાયેલી જેપી ગ્રુપ(JP Group)ની ફ્લેગશિપ કંપની જયપ્રકાશ એસોસિએટ્સે(Jayaprakash Associates) મુદ્દલ અને વ્યાજની રકમ સહિત રૂ. 4,044 કરોડની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ(Loan Default) કર્યું છે. આ સમાચાર વચ્ચે કંપનીના શેરમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.

Jaiprakash Associates Defaults : મોટું દેવું ધરાવતી આ કંપની ડિફોલ્ટ થઈ ગઈ, વાત જાહેર થયા બાદ સ્ટોક પટકાયો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 9:40 AM

Jaiprakash Associates Defaults : મુશ્કેલીમાં મુકાયેલી જેપી ગ્રુપ(JP Group)ની ફ્લેગશિપ કંપની જયપ્રકાશ એસોસિએટ્સે(Jayaprakash Associates) મુદ્દલ અને વ્યાજની રકમ સહિત રૂ. 4,044 કરોડની લોનની ચુકવણીમાં ડિફોલ્ટ(Loan Default) કર્યું છે. આ સમાચાર વચ્ચે કંપનીના શેરમાં સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ઘટાડો જોવા મળ્યો છે. જયપ્રકાશ એસોસિએટ્સનો શેર(Jaiprakash Associates Share Price) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે લગભગ 2 ટકા સુધી ઘટ્યો હતો. તે જ સમયે, શેરનો ભાવ રૂપિયા 8.63 રહ્યો હતો.કંપનીના શેરની 52 સપ્તાહની નીચી સપાટી રૂપિયા 6.55 છે. બીજી તરફ આ સમયગાળા દરમ્યાનનું સર્વોચ્ચ સ્તર રૂપિયા 12.55 રૂપિયા છે.

કંપનીનું નિવેદન

જયપ્રકાશ એસોસિએટ્સે કહ્યું કે કંપનીએ 30 જૂને રૂ. 1,660 કરોડની મૂળ રકમ અને રૂ. 2,384 કરોડનું વ્યાજ પરત કરવામાં ડિફોલ્ટ કર્યું છે. લોન વિવિધ બેંકોની છે. જયપ્રકાશ એસોસિએટ્સે જણાવ્યું હતું કે કંપનીનું કુલ દેવું (વ્યાજ સહિત) રૂ. 29,477 કરોડ છે જે 2037 સુધીમાં ચૂકવવાનું છે. તેમાંથી માત્ર 4,044 કરોડ રૂપિયા 30 જૂન 2023 સુધીમાં પરત કરવાના હતા.

કંપનીએ જણાવ્યું હતું કે રૂ. 29,477 કરોડના કુલ ઋણમાંથી રૂ. 18,319 કરોડ સૂચિત સ્પેશિયલ પર્પઝ વ્હીકલ (SPV)માં ટ્રાન્સફર કરવામાં આવશે. આ અંગે તમામ સંબંધિત પક્ષો પાસેથી મંજૂરી મળી ગઈ છે. આ યોજના માટે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની મંજૂરી મેળવવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે આખી લોન કોઈપણ સંજોગોમાં રિસ્ટ્રક્ચરિંગને આધીન છે.

રોહિત શર્મા દિવસમાં કેટલી વાર ખાય છે? ફેવરિટ ફૂડ કયું છે?
Milk For Face : ચહેરા પર રોજ કાચું દૂધ લગાવવાથી શું થાય છે? જાણો અહીં
પીરિયડમાં નોર્મલ બ્લીડિંગ કેટલું થવું જોઈએ ?
Get Rid From Rat : ઉંદરોને ઘરમાંથી ઊભી પૂંછડીએ ભગાડવાની ટ્રિક
રસ્તામાં મોર દેખાવો એ કઈ વાતનો આપે છે સંકેત ?
Condom : કોન્ડોમ કંઈ વસ્તુમાંથી બને છે?

કંપનીએ કહ્યું કે તે ઉધાર ઘટાડવા માટે નક્કર પગલાં લઈ રહી છે. જયપ્રકાશ એસોસિએટ્સે જણાવ્યું હતું કે સિમેન્ટ વ્યવસાયના સૂચિત ડિસઇન્વેસ્ટમેન્ટ અને વિચારણા હેઠળના પુનર્ગઠન પછી, સુધારેલી પુનર્ગઠન યોજનાના અમલીકરણ પછી ઋણ લગભગ શૂન્ય પર આવી જશે.

બેંકોએ અરજી કરી હતી

સપ્ટેમ્બર 2018માં ICICI બેંકે JAL સામે નાદારીની અરજી દાખલ કરી હતી. દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBIએ 15 સપ્ટેમ્બર, 2022 સુધીમાં કુલ રૂ. 6,893.15 કરોડના ડિફોલ્ટનો દાવો કરીને JAL સામે NCLTમાં પણ રજૂઆત કરી છે.

તાજેતરમાં, JAL અને તેની ગ્રૂપ કંપનીઓએ તેની બાકીની સિમેન્ટ અસ્કયામતો ડાલમિયા ભારત લિમિટેડને રૂ. 5,666 કરોડના એન્ટરપ્રાઇઝ મૂલ્યમાં વેચવાની અને દેવું ઘટાડવાની વ્યૂહરચનાના ભાગરૂપે સેક્ટરમાંથી બહાર નીકળવાની જાહેરાત કરી હતી.

અગાઉ તેની ડેટ રિઝોલ્યુશન પ્રક્રિયાના ભાગરૂપે JAL એ 2014 અને 2017 વચ્ચે આદિત્ય બિરલા જૂથની ફર્મ અલ્ટ્રાટેક સિમેન્ટને વાર્ષિક 20 મિલિયન ટનથી વધુ સિમેન્ટ ક્ષમતા વેચી હતી.

તેની અગાઉની પેટાકંપની Jaypee Infratech Ltd (JIL), મુંબઈ સ્થિત રિયલ્ટી ફર્મ સુરક્ષા ગ્રૂપે માર્ચમાં NCLT પાસેથી JIL હસ્તગત કરવા અને નોઈડામાં લગભગ 20,000 એપાર્ટમેન્ટ્સ પૂર્ણ કરવા માટે તેની બિડ માટે મંજૂરી મેળવી હતી.

g clip-path="url(#clip0_868_265)">