ITR : જો તમે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમારે ડબલ દંડ ભરવો પડી શકે છે, જાણો કારણ

|

Dec 30, 2020 | 1:17 PM

આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઇલ ડેડલાઇન ચુકી જવા પર બે ગણી પેનાલ્ટી ભરવી પડી શકે છે. આ માટે ઇન્કમ ટેક્સ વિભાગ બે સ્લેબ આપે છે.ચાલુ વર્ષે પેહલી સમયમર્યાદા માટે વિકલ્પ નથી ત્યારે ચૂકની કિંમત 10 હજાર નિશ્ચિત છે. જો કે, ઇન્કમ ટેક્સ ટેક્સ રિટર્ન લેટ ફાઇલ કરવા અંગે પેનલ્ટી ત્યારેજ લાગુ […]

ITR : જો તમે 31 ડિસેમ્બર સુધીમાં રિટર્ન ફાઇલ નહીં કરો, તો તમારે ડબલ દંડ ભરવો પડી શકે છે, જાણો કારણ
જો તમે IT રિટર્ન ફાઇલ નહીં કરો તો ડબલ TDS ભરવો પડશે

Follow us on

આ વર્ષે ઇન્કમ ટેક્સ રિટર્ન (Income Tax Return) ફાઇલ ડેડલાઇન ચુકી જવા પર બે ગણી પેનાલ્ટી ભરવી પડી શકે છે. આ માટે ઇન્કમ ટેક્સ વિભાગ બે સ્લેબ આપે છે.ચાલુ વર્ષે પેહલી સમયમર્યાદા માટે વિકલ્પ નથી ત્યારે ચૂકની કિંમત 10 હજાર નિશ્ચિત છે.

જો કે, ઇન્કમ ટેક્સ ટેક્સ રિટર્ન લેટ ફાઇલ કરવા અંગે પેનલ્ટી ત્યારેજ લાગુ પડશે, જ્યારે નેટ ઇન્કમ (જરૂરી છૂટ અને ડિડક્શન લાગુ કર્યા બાદ) 5 લાખ રૂપિયાથી વધુ હોય છે. જો કોઈ ટેક્સપેયર માટે નાણાકીય વર્ષમાં નેટ ઇન્કમ ૫ લાખ કરતા ઓછી હોય , તો તેણે 1000 રૂપિયા પેનલ્ટી ભરવી પડશે.

કેમ ભરવી પડશે બમણી પેનલ્ટી?
સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની ડેડલાઈન 31 જુલાઈ છે. આ ડેડલાઈન પછી 31 ડિસેમ્બર સુધી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા પર 5,000 રૂપિયા પેનાલ્ટી ભરવી પડે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

31 ડિસેમ્બર પછી 31 માર્ચ દરમ્યાન રિટર્ન ફાઇલ કરવા માટે તે પેનલ્ટી વધીને 10,000 જેટલી થઇ જાય છે. આવખતે પેહલી વાર 31 ડિસેમ્બર સુધી સમયમર્યાદા વધારે છે ત્યારે તે  સમય પછી રિટર્ન ફાઇલ પર 10,000 રૂપિયા પેનલ્ટી આપવી પડશે.

આવક વેરાની બાબતોના નિષ્ણાતો કહે છે કે આ વખતે કરદાતાઓએ અંતિમ તારીખ ચુકી જવા બદલ ડબલ દંડ ભરવો પડી શકે છે, કારણ કે આવકવેરા કાયદાની કલમ 234AFમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

કેટલાક કિસ્સાઓમાં, આવક વેરામાંથી મુક્તિ કરતા ઓછી હોય તો પણ આવકવેરો ફાઇલ કરવો ફરજિયાત છે. 
1 જો નાણાકીય વર્ષમાં કોઈ વ્યક્તિએ પોતે અથવા બીજા વ્યક્તિના વિદેશ પ્રવાસ ઉપર ૨ લાખથી વધુ ખર્ચ કર્યો હોય
2.કોઈ વ્યક્તિએ નાણાકીય વર્ષમાં 1 લાખથી વધુ રકમ વીજળીનું બિલ ભર્યું હોય
3.  બેંકમાં નાણાકીય વર્ષ દરમ્યાન કુલ રૂ. 1 કરોડ ડિપોઝીટ કરી હોય

 

Next Article