IRCTC મુસાફરો માટે લાવ્યું એક ખાસ સર્વિસ, મુસાફરીની મજા હવે થશે ડબલ

|

Aug 30, 2022 | 6:01 PM

IRCTCની આવી નવી સેવા સાથે આ બંને સમસ્યાઓનો અંત આવશે. આ સેવા દ્વારા રેલ્વે મુસાફરો WhatsApp દ્વારા ફૂડ ઓર્ડર કરી શકે છે, આ માટે IRCTCની ફૂડ ડિલિવરી સેવા Zoopએ તાજેતરમાં Jio Haptik સાથે ભાગીદારી કરી છે.

IRCTC મુસાફરો માટે લાવ્યું એક ખાસ સર્વિસ, મુસાફરીની મજા હવે થશે ડબલ
રાજકોટ ડિવિઝિનની કેટલીક ટ્રેન થઈ છે રદ
Image Credit source: File Image

Follow us on

ટ્રેનમાં (Railway) મુસાફરી કરતી વખતે લોકો વારંવાર ફરિયાદ કરે છે કે સ્ટેશનો પર અથવા ટ્રેનમાં ઉપલબ્ધ ખોરાકની ક્વોલીટી સારી નથી અથવા તેમાં કોઈ વેરાયટી નથી. તે જ સમયે, ઘરેથી ભોજન બનાવવું અને લઈ જવાનું ન તો સરળ છે અને ન તો લોકો તેને ગરમ ખાઈ શકે છે. પરંતુ હવે IRCTCની આવી નવી સેવા સાથે આ બંને સમસ્યાઓનો અંત આવશે. આ સેવા દ્વારા રેલ્વે મુસાફરો WhatsApp દ્વારા ફૂડ ઓર્ડર કરી શકે છે, આ માટે IRCTCની ફૂડ ડિલિવરી સેવા Zoopએ તાજેતરમાં Jio Haptik સાથે ભાગીદારી કરી છે.

આ સેવા મેળવવી ખૂબ જ સરળ છે

નવી ભાગીદારી દ્વારા રેલ્વે મુસાફરો હવે જીવા નામના લેટેસ્ટ વોટ્સએપ ચેટબોટની મદદથી ફૂડ ઓર્ડર કરી શકશે. ફૂડ ઓર્ડર કરવા માટે પેસેન્જરે તેનો પીએનઆર નંબર આપવો પડશે અને ફૂડ સીધું તેની સીટ પર પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે તમે તમારા ઓર્ડરને પણ ટ્રેક કરી શકો છો. યાત્રીઓએ ફૂડ ઓર્ડર કરવા માટે કોઈ નવી એપ ડાઉનલોડ કરવાની રહેશે નહીં. હાલમાં, આ સેવા 100થી વધુ A1, A અને B શ્રેણીના સ્ટેશનો પર ઉપલબ્ધ છે. એટલે કે, જો આ સ્ટેશનો તમારા રૂટ પર આવે છે તો તમે આ સ્ટેશન માટે ખોરાકનો ઓર્ડર આપી શકો છો. સ્ટેશન પર ટ્રેનના આગમન સાથે તમારો ઓર્ડર પણ તમને પહોંચાડવામાં આવશે.

આ સેવાનો લાભ કેવી રીતે લઈ શકશો

  1. સૌથી પહેલા પેસેન્જરે આ સર્વિસનો સ્પેશિયલ નંબર 91 7042062070 પોતાના મોબાઈલમાં સેવ કરવાનો રહેશે.
  2. ફૂડ ઓર્ડર કરવા માટે તમારે પહેલા આ નંબર પર તમારા PNRની માહિતી મોકલવાની રહેશે. જેના દ્વારા IRCTCની પાસે તમારા ટ્રેન નંબર અને તમારા સીટ નંબર વિશેની જાણકારી પહોંચી જશે.
  3. સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
    જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
    જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
    ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
    વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
    Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
  4. PNR નંબર મોકલ્યા પછી તમને તમારા રૂટ પરના તમામ સ્ટેશનો વિશે માહિતી મળશે, જ્યાં આ સુવિધા ઉપલબ્ધ છે.
  5. સ્ટેશન પસંદ કરવા પર તમને ફૂડ ઓપ્શન્સ મળશે.
  6. ઓર્ડર કરવા પર તમારું ભોજન તે સ્ટેશન પર તમારા સુધી પહોંચાડવામાં આવશે.
Next Article