IPO : જાન્યુઆરીમાં આવી રહી છે મૂડીરોકાણ માટેની ઉત્તમ તક, 5 કંપનીઓ લાવી રહી છે IPO

|

Jan 05, 2021 | 9:30 AM

શેરબજારની હાલની તેજીનો લાભ લેવા ઘણી કંપનીઓ ચાલુ વર્ષના પ્રારંભ એટલે કે જાન્યુઆરીમાં initial public offering (IPO) લાવવાની છે. આ મહિને જે કંપનીઓ IPO માટે જઇ રહી છે તેમાં સરકારની માલિકીની રેલ ટેલ પણ શામેલ છે. જાન્યુઆરીમાં આ પાંચ કંપનીમાં રોકાણની તક આપવા જઈ રહી છે.જોકે હજુ સુધી આ તમામ કંપનીઓએ કઈ તારીખે આઇપીઓ ખુલશે […]

IPO : જાન્યુઆરીમાં આવી રહી છે મૂડીરોકાણ માટેની ઉત્તમ તક, 5 કંપનીઓ લાવી રહી છે IPO
વધુ બે કંપનીઓ રોકાણ માટેની તક લાવી રહી છે.

Follow us on

શેરબજારની હાલની તેજીનો લાભ લેવા ઘણી કંપનીઓ ચાલુ વર્ષના પ્રારંભ એટલે કે જાન્યુઆરીમાં initial public offering (IPO) લાવવાની છે. આ મહિને જે કંપનીઓ IPO માટે જઇ રહી છે તેમાં સરકારની માલિકીની રેલ ટેલ પણ શામેલ છે.

જાન્યુઆરીમાં આ પાંચ કંપનીમાં રોકાણની તક આપવા જઈ રહી છે.જોકે હજુ સુધી આ તમામ કંપનીઓએ કઈ તારીખે આઇપીઓ ખુલશે અને ક્યારે બંધ થશે તેની તારીખ જાહેર નથી જે ટૂંક સમયમાં માહિતી સામે આવવાની આશા સેવાઈ રહી છે.

1. RailTel Limited
મીનીરત્ન સરકારી કંપની રેલટેલ લિમિટેડનો આઈપીઓ આ મહિનામાં આવશે. રેલટેલને કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસેથી આઈપીઓ અંગેની મંજૂરી આપવામાં આવી છે. રેલવેની પેટાકંપની આઈઆરસીટીસીની બમ્પર લિસ્ટિંગ થયા બાદ આ રેલ્વે કંપની પણ મોટી શરૂઆત કરશે તેવી અપેક્ષા છે. આઈપીઓ દ્વારા બજારમાંથી 700 કરોડ રૂપિયા એકત્ર કરવાની કંપનીની યોજના છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2. Kalyan Jewellers
કલ્યાણ જ્વેલર્સ ઈન્ડિયા લિ.ને આઈપીઓ દ્વારા આશરે રૂ. 1,750 કરોડ એકત્ર કરવા માર્કેટ રેગ્યુલેટર સેબીની મંજૂરી મળી છે. કંપની ફાઇલિંગ અનુસાર નવા ઇક્વિટી શેરના ઇશ્યૂ દ્વારા રૂ. 1000 કરોડ અને હાલના શેરોની વેચાણ ઓફર (OFS) દ્વારા રૂ. 750 કરોડ એકત્ર કરવાની યોજના છે.

3.Indian Railways Finance Corporation Ltd
ભારતીય રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન (IFC) આ મહિનામાં 4,600 કરોડ રૂપિયાના આઈપીઓ સાથે આવે તેવી સંભાવના છે. આ જાહેર ક્ષેત્રની પ્રથમ નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) આઈપીઓ હશે. આ આઈપીઓના 178.20 કરોડ શેર રહેશે.

4. Brookfield Asset Management REIT Ltd
બ્રુકફિલ્ડ એસેટ મેનેજમેન્ટ કંપની બ્રુકફિલ્ડ રાઈટનો આઈપીઓ આ મહિનામાં આવે તેવી સંભાવના છે. આ આઈપીઓ રીઅલ એસ્ટેટ ક્ષેત્રને નવી દિશા આપશે. જો કે, આ આઈપીઓ પાસેથી રકમ વધારવાની યોજના અંગે હજુ સુધી ખુલાસો કરવામાં આવ્યો નથી.

5. ESAF Small Finance Bank Ltd
ઇએસએએફ સ્મોલ ફાઇનાન્સ બેંક આઇપીઓથી 1000 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. ક્રિસિલના અહેવાલ મુજબ, ઇએએલએફ સ્મોલ ફાઇનાન્સ બેંક દેશના 16 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સક્રિય છે.

Next Article