આઈફોન 12 લોંચિંગ અગાઉ એપલના શેરમાં વેચવાલી, વેલ્યુએશન રૂપિયા 6 લાખ કરોડ ગગડ્યું

|

Oct 15, 2020 | 3:24 PM

એપલ તેની પ્રોડક્ટ લોન્ચ કરવાની વાત વહેતી થાય એટલે વિશ્વની મજબૂત બ્રાન્ડના શેરમાં તેજી દેખાવા માંડે છે પણ એપલે ચાલુ સપ્તાહે તેનો પહેલો 5G ફોન આઈફોન 12  લોંચ કર્યો ત્યારે કંઈક અલગ બન્યું છે. ઈવેન્ટ અગાઉ જ અમેરિકાના શેરબજારોમાં કંપનીના શેરમાં આશરે 4 ટકા સુધીનો ઘટાડો થયો હતો.શેરમાં ઘટાડાની સીધી અસર કંપનીના વેલ્યુએશન ઉપર પાડી […]

આઈફોન 12 લોંચિંગ અગાઉ એપલના શેરમાં વેચવાલી, વેલ્યુએશન રૂપિયા 6 લાખ કરોડ ગગડ્યું

Follow us on

એપલ તેની પ્રોડક્ટ લોન્ચ કરવાની વાત વહેતી થાય એટલે વિશ્વની મજબૂત બ્રાન્ડના શેરમાં તેજી દેખાવા માંડે છે પણ એપલે ચાલુ સપ્તાહે તેનો પહેલો 5G ફોન આઈફોન 12  લોંચ કર્યો ત્યારે કંઈક અલગ બન્યું છે. ઈવેન્ટ અગાઉ જ અમેરિકાના શેરબજારોમાં કંપનીના શેરમાં આશરે 4 ટકા સુધીનો ઘટાડો થયો હતો.શેરમાં ઘટાડાની સીધી અસર કંપનીના વેલ્યુએશન ઉપર પાડી છે. એપલની વેલ્યુએશનમાં  81 અબજ ડોલર એટલેકે 5.94 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો.

શેરબજારમાં રિવર્સ ટ્રેન્ડ દેખાયો હતો. એપલના લોન્ચિંગ ઈવેન્ટ પૂર્વે શેરબજારમાં રોકાણકારોએ મોટાપાયે શેરોમાં વેચવાલી શરૂ કરી હતી. અમેરિકન મીડિયાના અહેવાલ પ્રમાણે ઈવેન્ટ અગાઉ શેરની કિંમત 119.65 ડોલર સુધી ગગડી હતી. શેરના ભાવ નીચા જતા કંપનીને કુલ 81 અબજ ડોલરનું નુકસાન થયુ હતું. બાદમાં થોડી સ્થિતિમાં સુધાર સાથે 121.97 ડોલરના ભાવ નોંધાયો હતો. અમેરિકાના શેરબજાર નાસડેક ખાતે એપલનો શેર 121.10 ડોલર પર બંધ રહ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એપલે આઈફોન 12 સિરીઝને લોંચ કર્યો છે. કેલિફોર્નુયાના ક્યૂપર્ટીનો સ્થિત એપલ હેડક્વાર્ટરમાં થયેલ હાઈસ્પીડ ઈવેન્ટમાં આઈફોન 12, આઈફોન 12 મિની, આઈફોન 12 પ્રો અને આઈફોન 12 પ્રો મેક્સ લોંચ કરવામાં આવ્યો હતો. ઈવેન્ટમાં કંપનીએ સ્માર્ટ હોમ પોડ સ્પીકર પણ  બજારમાં મૂક્યું છે. એપલનો દાવો છે કે આઈફોન 12 મિની વિશ્વનો સૌથી પાતળો અને હલકો 5 G સ્માર્ટફોનછે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article