AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો થયા નિરાશ : સ્ટાર હેલ્થનો IPO 79% સબસ્ક્રાઇબ થયો, GMP 7 રૂપિયા ડિસ્કાઉન્ટ પર પહોંચ્યું

બજારના નિરીક્ષકોના મતે સ્ટાર હેલ્થના શેર્સ ગ્રે માર્કેટમાં પ્રીમિયમથી 7 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર આવી ગયા છે. કંપની આગામી શુક્રવાર 10 ડિસેમ્બરે  સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટિંગની યોજના ધરાવે છે.

રોકાણકારો થયા નિરાશ : સ્ટાર હેલ્થનો IPO 79% સબસ્ક્રાઇબ થયો, GMP 7 રૂપિયા ડિસ્કાઉન્ટ પર પહોંચ્યું
Star Health IPO
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 10:42 AM
Share

સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપનીના ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ (Star Health IPO )માં છેલ્લા દિવસે 79 ટકા સબસ્ક્રાઈબ થયા હતા. શેરબજારના ડેટા અનુસાર કંપનીના 4,49,08,947 શેરની ઓફરના છેલ્લા દિવસે કુલ 3,56,02,544 શેર માટે બિડ મળી હતી. કંપનીના રિટેલ સેગમેન્ટમાં વ્યક્તિગત રોકાણકારોમાં 1.10 ગણું, ક્વોલિફાઇડ સંસ્થાકીય ખરીદદારો (QIBs)ના કિસ્સામાં 1.03 ગણું અને બિન-સંસ્થાકીય રોકાણકારોના સેગમેન્ટમાં 19 ટકા સબ્સ્ક્રાઇબ થયું હતું. IPO હેઠળ, રૂ. 2,000 કરોડના નવા શેર જારી કરવામાં આવ્યા છે અને 5,83,24,225 ઇક્વિટી શેર ઓફર ફોર સેલ (OFS) હેઠળ મૂકવામાં આવ્યા છે.

IPO માટેની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર રૂ. 870 થી રૂ. 900 નક્કી કરવામાં આવી છે. કંપનીએ સોમવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 3,217 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ 62 એન્કર રોકાણકારોને 3,57,45,901 ઇક્વિટી શેર ફાળવ્યા હતા. આ શેર દીઠ રૂ. 900ના ભાવે કુલ રૂ. 3,217.13 કરોડના શેર ફાળવવામાં આવ્યા હતા.

સ્ટાર હેલ્થે તેના 75 ટકા શેર સંસ્થાકીય રોકાણકારોને ફાળવ્યા હતા. જ્યારે બિન-સંસ્થાકીય રોકાણકારોને હિસ્સાના વેચાણમાં 15 ટકા શેર મળશે. રિટેલ ક્વોટા 10 ટકા પર અનામત રાખવામાં આવ્યો હતો.

બિગ બુલનો 14.98 ટકા હિસ્સો બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલાની સ્ટાર હેલ્થમાં લગભગ 8.23 ​​કરોડ અથવા 14.98 ટકા ભાગીદારી છે. 32 મહિનાના સમયગાળામાં તેમના રોકાણમાં 5.78 ગણો વધારો થશે. જે માર્ચ 2019 થી શરૂ થશે જ્યારે તેણે પ્રથમ વખત વીમા કંપનીમાં તેમનો હિસ્સો ખરીદ્યો હતો. સ્ટાર હેલ્થ કદની દ્રષ્ટિએ સેગમેન્ટમાં 15.8 ટકાના બજાર હિસ્સા સાથે એકલ આરોગ્ય વીમા કંપની છે.

નાણાકીય વર્ષનો ત્રીજો સૌથી મોટો IPO સ્ટાર હેલ્થને અપર પ્રાઇસ બેન્ડ પર પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 7,249.18 કરોડ મળશે. વર્તમાન વર્ષ 2021માં ઇશ્યૂના સાઈઝમાં આ ત્રીજો સૌથી મોટો IPO છે. આઈપીઓમાંથી મળનારી આવકનો ઉપયોગ કંપનીના મૂડી આધારને વધારવા અને તેના સોલ્વન્સી સ્તરને જાળવવા માટે કરવામાં આવશે.

સ્ટાર હેલ્થ મુખ્યત્વે છૂટક આરોગ્ય, જૂથ આરોગ્ય, વ્યક્તિગત અકસ્માત અને વિદેશ પ્રવાસ માટે ફ્લેક્સિબલ અને વ્યાપક કવરેજ વિકલ્પો પ્રદાન કરે છે. કંપની નાણાકીય વર્ષ 2011 માં ભારતીય સ્વાસ્થ્ય વીમા બજારમાં 15.8 ટકાના બજાર હિસ્સા સાથે ભારતમાં સૌથી મોટી ખાનગી સ્વાસ્થ્ય વીમા કંપની હોવાનો દાવો કરે છે.

બજારના નિરીક્ષકોના મતે સ્ટાર હેલ્થના શેર્સ ગ્રે માર્કેટમાં પ્રીમિયમથી 7 રૂપિયાના ડિસ્કાઉન્ટ પર આવી ગયા છે. કંપની આગામી શુક્રવાર 10 ડિસેમ્બરે  સ્ટોક એક્સચેન્જો BSE અને NSE પર લિસ્ટિંગની યોજના ધરાવે છે.

આ પણ વાંચો : IPO Watch : Tega Industries નો IPO બીજા દિવસે 13.5 ગણો ભરાતા સારા લિસ્ટિંગની આશા, આનંદ રાઠી વેલ્થ IPO પણ સંપૂર્ણ ભરાયો

આ પણ વાંચો : Petrol Diesel Price Today : તમારા વાહનનું ઇંધણ સસ્તું થવાના મળી રહ્યા છે સંકેત, જાણો આજે 1 લીટર પેટ્રોલ – ડીઝલનો ભાવ શું છે?

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">