SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે માસિક 10 હજારનું રોકાણ બન્યું 2.6 કરોડ રૂપિયાનું ફંડ

|

Nov 06, 2023 | 4:20 PM

રોકાણકારોને કરોડપતિ બનાવી શકે તેવા ફંડ્સમાંથી એક છે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ. જો કોઈ ઈન્વેસ્ટરે આ સ્કીમ શરૂ થઈ ત્યારથી લઈને 3 નવેમ્બર, 2023 સુધી દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો 21 વર્ષમાં તેનું કુલ રોકાણ 25.2 લાખ રૂપિયા થઈ જાય છે. આ રોકાણનું મૂલ્ય 3 નવેમ્બર 2023 સુધીમાં 2.1 કરોડ રૂપિયા થાય છે.

SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે માસિક 10 હજારનું રોકાણ બન્યું 2.6 કરોડ રૂપિયાનું ફંડ
SIP

Follow us on

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું એક સરળ રીત છે. તેમાં ઈન્વેસ્ટર દર મહિને કોઈ એક નિશ્ચિત રકમનું રોકાણ કરીને લોન્ગ ટર્મમાં મોટું ફંડ ઉભું કરી શકે છે. તેની સૌથી સારી વાત એ છે કે ઈન્વેસ્ટર SIP કેલ્ક્યુલેટર દ્વારા વળતરનો અંદાજ લગાવી શકે છે. એવા ઘણા મ્યુચ્યુઅલ ફંડ છે જેમાં ઈન્વેસ્ટ કરીને રોકાણકારો કરોડપતિ બન્યા છે. SIP દ્વારા રોકાણ સપ્ટેમ્બર મહિનામાં રેકોર્ડ સ્તરે થયું હતું. SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં 16 હજાર કરોડ રૂપિયાથી વધારેનું રોકાણ થયું હતું.

IPRU મલ્ટી એસેટ ફંડમાં મળ્યું જબરદસ્ત રિટર્ન

રોકાણકારોને કરોડપતિ બનાવી શકે તેવા ફંડ્સમાંથી એક છે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ. જો કોઈ ઈન્વેસ્ટરે આ સ્કીમ શરૂ થઈ ત્યારથી લઈને 3 નવેમ્બર, 2023 સુધી દર મહિને 10,000 રૂપિયાનું રોકાણ કર્યું હોય, તો 21 વર્ષમાં તેનું કુલ રોકાણ 25.2 લાખ રૂપિયા થઈ જાય છે.

આ રોકાણનું મૂલ્ય 3 નવેમ્બર 2023 સુધીમાં 2.1 કરોડ રૂપિયા થાય છે. એટલે કે 17.31 ટકાનું CAGR રિટર્ન મળ્યું ગણાય. આ સ્કીમમાં ઓછામાં ઓછુ 5000 રૂપિયાથી રોકાણ કરી શકાય છે. SIP દ્વારા જો રોકાણ કરવાનું હોય તો તે 100 રૂપિયાથી શરૂ કરી શકાય છે.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

લાંબા ગાળે હાઈ રિટર્ન માટે ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી

ICICI પ્રુડેન્શિયલ મલ્ટી એસેટ ફંડ એ ઈક્વિટીની સાથે ડેટ અને એક્સચેન્જ ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્ઝ / ગોલ્ડ ETFs / REITs અને InvITs / પ્રેફરન્સ શેર્સમાં રોકાણ કરતી ઓપન-એન્ડેડ સ્કીમ છે. લાંબા ગાળે હાઈ રિટર્ન માટે તેની ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી ઘણા એસેટ ક્લાસ અને માર્કેટ કેપિટલાઇઝેશનમાં ભંડોળનું રોકાણ કરવાની છે.

આ પણ વાંચો : સબકા સપના મની મની: ડાયનેમિક બોન્ડ મ્યુચ્યુઅલ ફંડ્સ શું છે? જાણો તેમાં રોકાણ કરવાથી તમને શું ફાયદો થશે

મ્યુચ્યુઅલ ફંડમાં SIP રોકાણકારોએ એ વાત જાણવી જોઈએ કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં રિસ્ક પણ છે. તેથી તેમના રિટર્નનો દર પણ બજારના ઉતાર-ચઢાવ પર આધાર રાખે છે. તેથી રિટર્નમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે. ઈન્વેસ્ટરોએ તેની આવક અને રિસ્ક જોઈને રોકાણ કરવું જોઈએ. અહીં તમે તમારી રોકાણની આદતો, રિસ્ક અને રિટર્નનું મૂલ્યાંકન સરળતાથી જાણી અને સમજી શકો છો.

(નોંધ: મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણ કરતા પહેલા નિષ્ણાંતની સલાહ લો.)

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 4:20 pm, Mon, 6 November 23

Next Article