SIP માં રોકાણ પ્રથમ વખત રૂ 10,000 કરોડને પાર પહોંચ્યું, 26.8 લાખ નવા SIP ખાતા ખુલ્યાં

|

Oct 11, 2021 | 8:47 AM

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે, “SIPનું યોગદાન 10 હજાર કરોડને પાર કરવાનો સીમાચિહ્નરૂપ છે.

SIP માં રોકાણ પ્રથમ વખત રૂ 10,000 કરોડને પાર પહોંચ્યું,  26.8 લાખ નવા SIP ખાતા ખુલ્યાં
Investment Tips

Follow us on

ગયા મહિને મ્યુચ્યુઅલ ફંડના સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) માં પ્રથમ વખત 10 હજાર કરોડથી વધુનું રોકાણ થયું હતું. આ સમયગાળા દરમિયાન રેકોર્ડ 26.8 લાખ નવા SIP ખાતા પણ ખોલવામાં આવ્યા હતા. સપ્ટેમ્બરમાં SIP માં કુલ 10,351.3 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવ્યું હતું. આ અગાઉ માર્ચ 2020 માં SIP માં 8,641 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું જોકે તે જ મહિનામાં કોરોના રોગચાળાને રોકવા માટે દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું. ત્યારથી આ અત્યારસુધીમાં લગભગ 20% નો વધારો થયો છે.

એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના સીઈઓ એનએસ વેંકટેશે જણાવ્યું હતું કે, “SIPનું યોગદાન 10 હજાર કરોડને પાર કરવાનો સીમાચિહ્નરૂપ છે. આ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો સતત વિશ્વાસ દર્શાવે છે. રિટેલ રોકાણકારો પરંપરાગત બચત વિકલ્પો પર મ્યુચ્યુઅલ ફંડને પ્રાધાન્ય આપી રહ્યા છે જેમ કે બેન્ક એફડી વગેરે ઓછા રિટર્ન સાથે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ચાલુ નાણાકીય વર્ષમાં SIP રોકાણ સતત વધ્યું છે
Monthly Investment (Rs. in Crore)
April                8,596
May                 8,813
June                9,155
July                 9,609
August            9,923
September    10,351

 

આ યોજનાઓમાં રૂ 8,677.4 કરોડનું રોકાણ
એમ્ફી દ્વારા તાજેતરમાં જારી કરવામાં આવેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ઇક્વિટી અને ઇક્વિટી લિક્ડ સ્કીમોમાં રૂ 8,677.4 કરોડનું રોકાણ હતું. આ કેટેગરીના ભંડોળમાં ઓગસ્ટ દરમિયાન રૂ 8,666.7 કરોડનું રોકાણ હતું. જો કે આપણે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ (ડેટ સહિત) ની વાત કરીએ તો સપ્ટેમ્બરમાં 47,257.4 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.

માત્ર સ્મોલ-કેપ ફંડમાંથી ઉપાડ થયો
સ્મોલ-કેપ્સ સિવાય ઇક્વિટી કેટેગરીના અન્ય તમામ ફંડોએ સપ્ટેમ્બરમાં રોકાણ જોયું હતું. સ્મોલ-કેપ ફંડમાં સતત બીજા મહિને ઉપાડ જોવા મળ્યો હતો . તેનાથી વિપરીત, લાર્જ-કેપ અને મલ્ટી-કેપ ફંડ્સમાં રોકાણ ઉપાડના માત્ર એક મહિના પછી થયું છે.

ઇક્વિટી ફંડમાં રોકાણ વધારવાના કારણો
સપ્ટેમ્બરમાં પ્રથમ વખત સેન્સેક્સ 60,000 ની ઉપર ગયો હતો.
ગોલ્ડ અને ડેટ જેવા અન્ય એસેટ ક્લાસનો દેખાવ ઓછો રહ્યો.
ભારત વિશ્વનું સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ હતું.
માર્ચ 2020 થી સેન્સેક્સ બમણો થઈ ગયો છે.

 

આ પણ વાંચો :  Upcoming IPO in October : Paytmઅને Policybazaar સહીત 5 કંપનીઓ લાવી રહી છે કમાણીની તક, જાણો વિગતવાર

 

આ પણ વાંચો : Petrol Diesel Price Today: 10 દિવસમાં પેટ્રોલ 2.80 અને ડીઝલ 3.30 રૂપિયા મોંઘુ થયું, જાણો શું છે વૈશ્વિક બજારની સ્થિતિ

Next Article