આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, શું આ શેર્સ તમારી પાસે છે?

|

Jul 09, 2021 | 9:56 AM

અંદાજ લગાવાઈ રહ્યો હતો કે નિફટી જુલાઈના પ્રથમ પખવાડિયામાં 16000 નો પડાવ પસાર કરી શકે છે પરંતુ બજારમાં સતત ઘટાડાના કારણે ઇન્ડેક્સ 15650 આસપાસ પહોંચી ગયો છે.

આ સ્ટોક્સમાં રોકાણ તમને માલામાલ બનાવી શકે છે, શું આ શેર્સ તમારી પાસે છે?
Symbolic Image

Follow us on

ભારતીય શેરબજાર(STOCK MARKET)માં હાલ નરમાશ દેખાઈ રહી છે. ગુરુવારે બજાર મોટા ઘટાડા સાથે બંધ થયું હતું. કારોબારના અંતે નિફ્ટી 15750 ની નીચે સરક્યો હતો. બીજી તરફ સેન્સેક્સ 52861.18 પર બંધ થયો હતો. દિવસના ઊપરી સ્તરોથી સેન્સેક્સે 485 અંકો સુધીના ગોથા લગાવ્યા છે જ્યારે નિફ્ટીએ 151 અંકનો ઘટાડો દર્જ કર્યો છે. આજે શુક્રવારે પણ બજારના બંને મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે કારોબાર કરી રહ્યા છે.

અંદાજ લગાવાઈ રહ્યો હતો કે નિફટી જુલાઈના પ્રથમ પખવાડિયામાં 16000 નો પડાવ પસાર કરી શકે છે પરંતુ બજારમાં સતત ઘટાડાના કારણે ઇન્ડેક્સ 15650 આસપાસ પહોંચી ગયો છે. આજે પણ બજાર નુકશાન સાથે કારોબાર દેખાડી રહ્યું છે. સેન્સેક્સ પણ 53,129 સુધી ઉપલા સ્તરે પહોંચ્યા બાદ 52300 સુધી લપસ્યો છે.

બજારના નરમ વલણ વચ્ચે પણ કેટલાક સ્ટોક્સ એવા છે જે રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે. નિષ્ણાતોએ અનુભવ અને અભ્યાસ દ્વારા સૂચવેલા આ શેર્સ વિષે અમે આપણે માહિતગાર કરવા જઈ રહ્યા છે. શેરમાં રોકાણ એ બજારના જોખમને આધીન છે. રોકાણમાં નફાના સ્થાને નુકશાનનો સામનો પણ કરવો પડી શકે છે માટે રોકાણ પેહલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેશો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
STOCK BUYING PRICE TARGET STOP LOSS
(Rs) (Rs) (Rs)
BPL 37.35 39 37
SIEMENS 2011 2035 2002
POLY MEDICURE 964 980 955
SHEELA FOAM 2332 2400 2308
TEAMLEASE 3765 3850 3750
DLF 288 300 285
PANACEA BIOTECH 374 385 372
SPICEJET 82 84 81
CENTUM ELECTRONICS 472 485 470
TVS ELECTRONICS 205 211 204

 

નોંધ :- શેરબજારમાં રોક જોખમને આધીન છે. અહેવાલનો હેતુ આપણે માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકશાનથી અમારી કોઈ જવાબદારી રહેશે નહિ. રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.

Published On - 9:55 am, Fri, 9 July 21

Next Article