International Women’s Day : કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ સમોવડી હોવાનું સાબિત કરી બતાવ્યું, સ્ટાર્ટઅપ અને મૂડીબજારમાં વધાર્યું યોગદાન

|

Mar 08, 2021 | 7:39 AM

આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International women's day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાને પુરુષ સમોવડી માનવામાં આવે છે અને કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ કરતા પાછળ નથી તે સાબિત કરી બતાવ્યું છે.

International Womens Day : કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ સમોવડી હોવાનું સાબિત કરી બતાવ્યું, સ્ટાર્ટઅપ અને મૂડીબજારમાં વધાર્યું યોગદાન
International Women's Day

Follow us on

આજે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ (International Women’s Day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મહિલાને પુરુષ સમોવડી માનવામાં આવે છે અને કોરોના કાળમાં અનેક મહિલાઓએ પોતે પુરુષ કરતા પાછળ નથી તે સાબિત કરી બતાવ્યું છે. અનેક મહિલાઓએ જયારે કોરોનાના કારણે લોકડાઉન અને ત્યારબાદ ઉભા થયેલા આર્થિક સંકટ તેમના પતિના વેપાર રોજગાર માંદા પડયાં તો ઘર ચલાવવામાં ખભેથી ખભા મિલાવી સાથ આપ્યો છે.

સ્ટાર્ટઆપનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ કિંજલ ગોસ્વામીએ પૂરું પડ્યું છે, જે પહેલા કેક અને બેકિંગ શોખ માટે કરતા હતા પરંતુ કોરોનાના કારણે અચાનક આવેલા લોકડાઉનથી તેમના પતિને પગારકાપનો સામનો કરવો પડ્યો હતો. પડકાર ક્ષણિક ન હતા તેથી કિંજલે પોતાના શોખને વ્યવસાય સાથે જોડી અનલોક દરમ્યાન હોમમેડ કેક સપ્લાય શરૂ કર્યો હતો. ગણતરીના સમયમાં આ મહિલાએ શોખને સફળ વ્યવસાય બનાવી પરિવારમાં મહિલા સમોવડી હોવાનું ઉદાહરણ પૂરું પડતા આર્થિક સમસ્યાઓ હલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

અનેક મહિલાઓ કોરોનાના કારણે પરિવારની આર્થિક તકલીફો દૂર કરવા ઢાલ બનીને ઉભી રહી હતી જે સફળ બિઝનેસ વુમન તરીકે પણ ઓળખ મેળવી ચુકી છે. પીએમ નરેન્દ્ર મોદીએ આફતમાંથી અવસરનું સૂત્ર આપ્યું હતું જે અનેક મહિલાઓએ ચરિતાર્થ કરી બતાવ્યું છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

મૂડી બજારમાં મહિલાઓની ભાગીદારીમાં વધારો
શેરબજારમાં પણ મહિલાઓના રસમાં વધારો દેખાઈ રહ્યો છે. ઘરે બેઠી મહિલાઓ સ્ટોકે માર્કેટમાં પણ અભ્યાસ સાથે નસીબ અજમાવી રહી છે. ભારતીય શેરબજાર સતત નવી સર્વોચ્ચ સપાટી નોંધાવી રહ્યું છે, જેનો મહિલાઓ લાભ ઉઠાવી રહી છે. એક અહેવાલ મુજબ જાન્યુઆરી 2020 ની સરખામણીએ જાન્યુઆરી 2021 માં મહિલાઓ દ્વારા નવા ડિમેટ એકાઉન્ટ ખોલવાની સંખ્યા 77 ટકા જેટલી વધુ નોંધાઈ છે.

શેરબજારમાં નસીબ અજમાવનાર જ્યોતિ વકીલે જણાવ્યું કે, ઘરે બેઠા તેમણે શેરબજારનો અભ્યાસ શરુ કરી IPO ભરવાનું શરૂ કર્યું હતું, જે તેમને ઘણું લાભદાયક પણ સાબિત થયું છે. શેરબજાર બજેટ બાદ સતત સારી સ્થિતિ બતાવી રહ્યું છે અને આ ઉપરાંત તાજેતરમાં આવેલા મોટાભાગના IPO સફળ રહ્યા છે.

Published On - 7:38 am, Mon, 8 March 21

Next Article