AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈન્ફોસિસનો Q4 નફો વધ્યો, આવકમાં થયો આટલા ટકાનો વધારો

Infosys q4 result: 2020-21ની સરખામણીમાં પાછલા નાણાકીય વર્ષમાં કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો છે. કંપનીએ માહિતી આપી છે કે ક્વાર્ટર દરમિયાન બિઝનેસના લગભગ તમામ ભાગોમાં સતત વૃદ્ધિ થઈ છે.

ઈન્ફોસિસનો Q4 નફો વધ્યો, આવકમાં થયો આટલા ટકાનો વધારો
Infosys મોટી સંખ્યામાં ભરતી કરશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:54 PM
Share

દેશની બીજી સૌથી મોટી આઈટી ક્ષેત્રની કંપની ઈન્ફોસિસે (Infosys) તેના ચોથા ક્વાર્ટર (Q4 Results) પરિણામો જાહેર કર્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર માર્ચમાં પૂરા થયેલા ક્વાર્ટરમાં તેને 5,686 કરોડ રૂપિયાનો નફો થયો છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 12 ટકા વધુ છે. જોકે, ત્રીજા ક્વાર્ટરની સરખામણીમાં નફામાં 2 ટકાનો ઘટાડો થયો છે. આ સાથે કંપનીની ત્રિમાસિક કમાણી ગયા વર્ષના સમાન ક્વાર્ટરની સરખામણીમાં 23 ટકા વધી છે. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષમાં, 2020-21ની તુલનામાં કંપનીના નફામાં 14 ટકાનો વધારો થયો છે.  કંપનીએ માહિતી આપી છે કે ક્વાર્ટર દરમિયાન બિઝનેસના લગભગ તમામ ભાગોમાં સતત વૃદ્ધિ થઈ છે.

કેવા રહ્યા ત્રિમાસિક પરિણામો

કંપનીના જણાવ્યા અનુસાર ક્વાર્ટર દરમિયાન આવક 22.7 ટકા વધીને રૂ. 32,276 કરોડના સ્તરે પહોંચી છે. એક વર્ષ અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 26,311 કરોડના સ્તરે હતી. ઈન્ફોસિસના ઓપરેટિંગ માર્જિનમાં ઘટાડો જોવા મળ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું ઓપરેટિંગ માર્જિન 21.5 ટકા હતું. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં માર્જિન 23.5 ટકાના સ્તરે હતું.

એક વર્ષ અગાઉ માર્ચ ક્વાર્ટરમાં કંપનીનું માર્જિન 24.5 ટકા હતું. ડોલર મૂલ્યમાં કંપનીની આવક પાછલા વર્ષની સરખામણીમાં 18.5 ટકા વધીને 428 કરોડ ડોલર થઈ છે. કંપનીએ વર્ષ 2022-23 માટે કોન્સ્ટેન્ટ કરન્સીમાં 13થી 15 ટકાનું રેવન્યુ ગ્રોથ ગાઈડેન્સ આપ્યું, જ્યારે ઓપરેટીંગ માર્જિન માટે ગાઈડેન્સ 21થી 23 ટકાની રેન્જમાં આપવામાં આવ્યું છે.

શેર દીઠ 16 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત 

પરિણામો પછી કંપનીએ ગયા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ. 16ના અંતિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી હતી. કંપની અગાઉ શેર દીઠ રૂ. 15નું ડિવિડન્ડ આપી ચૂકી છે, એટલે કે કંપનીએ વર્ષ દરમિયાન તેના રોકાણકારોને પ્રતિ શેર રૂ. 31નું ડિવિડન્ડ આપ્યું છે. જે નાણાકીય વર્ષ 2020-21 કરતા 14.8 ટકા વધુ છે, આ સાથે કંપની આખા નાણાકીય વર્ષ માટે 13 હજાર કરોડ રૂપિયાનું ડિવિડન્ડ આપી રહી છે. TCS એ પણ આ અઠવાડિયે તેના પરિણામો જાહેર કર્યા છે. ટીસીએસનો કોન્સોલિડેટેડ નફો રૂ. 9,926 કરોડ હતો, જે પાછલા વર્ષની સરખામણીમાં 7.4 ટકા વધુ છે. તે જ સમયે, TCSની આવક ગયા વર્ષની સરખામણીમાં લગભગ 16 ટકા વધી છે.

આ પણ વાંચો : Fuel Price: વિશ્વમાં સૌથી મોંઘો LPG ભારતમાં મળે છે, મોંઘવારી મામલે પેટ્રોલ વિશ્વમાં ત્રીજા અને ડીઝલ આઠમાં ક્રમે મોંઘા

મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીનો અનુભવ, સાપુતારામાં તાપમાન 10 ડિગ્રી
g clip-path="url(#clip0_868_265)">