AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફુગાવાએ 15 મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં મોંઘવારીનો ડબલ માર

દેશમાં જથ્થાબંધ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે. તેની અસર આગામી દિવસોમાં છૂટક ફુગાવા પર જોવા મળે તેવી શક્યતા છે. મે મહિનાના જથ્થાબંધ ફુગાવાના આંકડા બહાર આવ્યા છે અને તે લગભગ બમણો વધીને 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે.

ફુગાવાએ 15 મહિનાનો રેકોર્ડ તોડ્યો, મે મહિનામાં મોંઘવારીનો ડબલ માર
Inflation
| Updated on: Jun 14, 2024 | 4:32 PM
Share

જથ્થાબંધ બજાર કિંમતો પર આધારિત ફુગાવાના નવા આંકડા બહાર આવ્યા છે. એપ્રિલની સરખામણીએ મે મહિનામાં ફુગાવો બમણો વધારો થયો છે અને તે એકંદરે 15 મહિનાની ટોચે પહોંચી ગયો છે. આવનારા સમયમાં જથ્થાબંધ મોંઘવારીની અસર દેશના સામાન્ય લોકો અને છૂટક બજાર પર જોવા મળે તેવી શકયતા છે, ત્યારે જોવાનું રહેશે કે આરબીઆઈ આ અંગે શું નિર્ણય લે છે.

મે મહિનામાં દેશમાં થોક મોંઘવારી દર 2.61 ટકા હતો. જે એપ્રિલના 1.26 ટકા કરતાં લગભગ બમણું છે. જ્યારે ગયા વર્ષે મે મહિનામાં દેશનો જથ્થાબંધ મોંઘવારી દર શૂન્યથી ઓછો એટલે કે નકારાત્મક હતો જે -3.61% હતો.

મોંઘવારીએ માજા મુંકી

મોંઘા શાકભાજીના ભાવથી સામાન્ય માણસના ખિસ્સા પર સૌથી મોટો ફટકો પડ્યો છે. બટાટા અને ડુંગળી અને અન્ય શાકભાજીના જથ્થાબંધ ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. મે મહિનામાં શાકભાજીનો મોંઘવારી દર 32.42 ટકા રહ્યો છે. જે એપ્રિલમાં આ 23.60 ટકા હતો.

ઈંધણથી લઈને વીજળી સુધી તમામ મોંઘું

મે મહિનામાં ઈંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલથી લઈને મોંઘી વીજળીના ભાવે સામાન્ય માણસના ખિસ્સા પર માઠી અસર કરી છે. ઇંધણ અને વીજળી ક્ષેત્રનો ફુગાવાનો દર મે મહિનામાં 1.35 ટકા હતો. આ સિવાય ઉત્પાદિત ઉત્પાદનોની શ્રેણીમાં મોંઘવારી દર 0.78 ટકા રહ્યો છે.

સમજવા જેવી વાત એ છે કે મે મહિનામાં જથ્થાબંધ ફુગાવાના આંકડા તે જ મહિનાના છૂટક ફુગાવાના આંકડાથી વિપરીત છે. રિટેલ ફુગાવાનો દર મે મહિનામાં ઘટીને 4.75 ટકા થયો હતો, જે એક વર્ષમાં સૌથી નીચો સ્તર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તેની નાણાકીય નીતિ ઘડતી વખતે મુખ્યત્વે છૂટક ફુગાવાને ધ્યાનમાં રાખે છે.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">