AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતનું ઇલેક્ટ્રિક યુગ તરફ પ્રયાણ, ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં ઉત્તરોતર વધારો, જાણો કારણો

કેન્દ્ર સરકારનું લક્ષ્ય સમગ્ર દેશનું પરિવહન સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક રીતે (electric vehicles) સંચાલિત કરવાનું છે. તો વ્યક્તિગત પરિવહનનાં 40 ટકા વાહનો પણ ઇલેક્ટ્રિકથી ચાલતાં કરવાનું લક્ષ્ય છે.

ભારતનું ઇલેક્ટ્રિક યુગ તરફ પ્રયાણ, ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડમાં ઉત્તરોતર વધારો, જાણો કારણો
ભારતમાં કેમ ઇલેક્ટ્રિક વાહનોની ડિમાન્ડ વધી ? (પ્રતિકાત્મક ફોટો)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2022 | 1:47 PM
Share

ભારત (India) હવે ઇલેક્ટ્રિક યુગ તરફ પ્રયાણ કરી રહ્યું છે. ધીમેધીમે લોકો હવે પેટ્રોલના વધતા ભાવવધારાને લઇને (Petrol) પેટ્રોલ અને ડિઝલના વાહનોથી ધ્યાન હટાવી રહ્યા છે. અને, લોકોમાં (electric vehicles)ઇલેક્ટ્રિક કાર , ઇલેક્ટ્રિક બાઇક- સ્કુટર્સની ખરીદી તરફ વળી રહ્યાં છે.તો બીજી તરફ દુનિયાના ઘણાં બધાં દેશોમાં ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધ્યા બાદ, હવે ભારતમાં પણ ઈલેક્ટ્રીક યુગની શરૂઆત ટુંક સમયમાં શરૂ થશે. અત્યારે ઘણાં બધાં 2 અને 4 વ્હીલર માર્કેટમાં ઉપલબ્ધ છે અને તેમની ડિમાન્ડ દિવસે – દિવસે વધી રહી છે.

ઓલાએ લોન્ચ કરેલા નવા સ્કૂટરની ડિમાન્ડ વધી

ટ્રાન્સપોર્ટેશન સર્વિસ આપતી ઓનલાઈન પોર્ટલ સર્વિસ ઓલા દ્વારા લોન્ચ કરવામાં આવેલા સ્કૂટરની માર્કેટમાં ખૂબ જ ડિમાન્ડ જોવા મળે છે. આ ઈલેક્ટ્રીક સ્કૂટર માટે ઓનલાઈન પ્રિ રજીસ્ટ્રેશન શરૂ કરતાં જ તેના ચાહકો એ રેકોર્ડ પ્રિ-રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અને રજિસ્ટ્રેશનનો આંકડો ખુબ જ મોટો જોવા મળ્યો છે.

હોન્ડા હવે ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરશે

ગયા મહિને હોન્ડા ટુ-વ્હીલરે જાહેરાત કરી કે, તે ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. હવે ચર્ચા એ છે કે, હોન્ડા પોતાનું એક્ટિવા ઇલેક્ટ્રિક વર્ઝનમાં લોન્ચ કરશે. હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા (HMSI) 2023 સુધીમાં એક્ટિવા ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરાશે. કંપનીના જણાવ્યા અનુસાર આગામી નાણાકીય વર્ષમાં આગામી ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ માટે તૈયાર થઈ જશે.

ભારતમાં ઇલેકક્ટ્રિક વાહનોની માગ કેમ વધી રહી છે ?

1) વિશ્વ હવે જૈવિક ઈંધણની ઝંઝટમાંથી છૂટવા માગે છે. ભારત પણ તેમાં રસ દાખવી રહ્યું છે.

2) સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર દ્વારા એક શ્વેતપત્ર બહાર પાડીને કહ્યું છે કે, 2030 સુધી કુલ વાહનોના વેચાણમાં 40 ટકા અને 2047 સુધી 100 ટકા ઇલેક્ટ્રિક વાહનોનું લક્ષ્ય છે.

3) અધિકારિક આંકડા મુજબ ભારત પોતાની મહત્ત્વાકાંક્ષી ઇલેક્ટ્રોનિક વાહન નીતિ મારફતે 2030 સુધી રોડ અને પરિવહન મારફતે જ 64 ટકા ઊર્જા બચાવી શકે છે. અને 37 કાર્બન ઉત્સર્જન ઓછું કરી શકે છે. સાથે સાથે 60 બિલિયન ડોલર બચાવી શકે છે.

4) 2015-17 દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં સાતગણો વધારો નોંધાયો છે.

કેમ જરૂરી છે ઇલેક્ટ્રિક વાહનો ?

કેન્દ્ર સરકારનું લક્ષ્ય સમગ્ર દેશનું પરિવહન સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક રીતે સંચાલિત કરવાનું છે. તો વ્યક્તિગત પરિવહનનાં 40 ટકા વાહનો પણ ઇલેક્ટ્રિકથી ચાલતાં કરવાનું લક્ષ્ય છે. ઉલ્લેખનીય છે કે આજે વિશ્વના 20 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં 14 ખાલી ભારતનાં જ છે. વાયુ પ્રદૂષણને કારણે દર વર્ષે લાખો ભારતીયો અકાળે પોતાનું જીવન ગુમાવી રહ્યા છે. ત્યારે ભારતના પરિવહનને વધુમાં વધુ પેટ્રોલ, ડીઝલમુક્ત બનાવી દેશમાં ફેલાયેલી ઝેરીલી હવા પર ઘણા ખરા અંશે કાબૂ મેળવી શકાશે.

g clip-path="url(#clip0_868_265)">