
બુધવાર, 26 નવેમ્બરે ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી. સતત ત્રણ દિવસના ઘટાડા પછી બજારે જોરદાર રિકવરી કરી. સેન્સેક્સ 1,023 પોઈન્ટ ઉછળીને 85,609.51 પર બંધ રહ્યો જ્યારે નિફ્ટી 321 પોઈન્ટ વધી 26,205.30 સુધી પહોંચી ગયો. આજના જ એક સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં આશરે ₹6 લાખ કરોડનો વધારો થયો છે. BSE પર સૂચિબદ્ધ કંપનીઓનું કુલ માર્કેટ કેપ મંગળવારના ₹469 લાખ કરોડમાંથી વધીને ₹475 લાખ કરોડ પહોંચી ગયું. જે બજારમાં વિશ્વાસની વાપસી સ્પષ્ટ દર્શાવે છે.
સવારથી જ બજારમાં ખરીદીનું મજબૂત મોમેન્ટમ જોવા મળ્યું. ઘટાડા પછી વેપારીઓ દ્વારા કરવામાં આવેલા શોર્ટ-કવરિંગે બજારને અનોખી ગતિ આપી. સ્થાનિક તેમજ વૈશ્વિક બંને સંકેતો આજની તેજીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા હતા.
બજારમાં અચાનક તેજી કેમ આવી? મુખ્ય 3 કારણો
વિશ્વ બજારમાં ચર્ચા વધી રહી છે કે અમેરિકાનો ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મીટિંગમાં વ્યાજ દર ઘટાડે. સાથે સાથે ભારતમાં RBI દ્વારા પણ આવતા મહિને 25 બેસિસ પોઇન્ટનો રેપો રેટ ઘટાડો થવાની ધારણા મજબૂત બની છે. જેના કારણે ખાસ કરીને બેન્કિંગ અને રિયલ્ટી સેક્ટરમાં મોટી ખરીદી જોવા મળી.
રશિયા–યુક્રેન વચ્ચે શાંતિ સંકેતો દેખાવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે અનિશ્ચિતતા ઓછી થઈ છે. પરિણામે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે, જે ભારત જેવા તેલ આયાતક દેશો માટે સકારાત્મક છે અને બજારમાં સેન્ટિમેન્ટ સુધારવામાં મદદરૂપ બન્યું.
GST કલેક્શન, PMI અને FPI પ્રવાહ જેવા સૂચકાંકો સતત મજબૂત રહેતા છે, જેનાથી લાંબા ગાળાનું બજાર દૃશ્ય સકારાત્મક ગણવામાં આવી રહ્યું છે. ઘરેલું આર્થિક પાયો મજબૂત હોવાથી રોકાણકારોની જોખમ લેવાની ઇચ્છા ફરી વધી છે.\
– JSW સ્ટીલ 3.69% ઉછળ્યો
– HDFC લાઇફ અને બજાજ ફિનસર્વ 2.5% કરતાં વધુ વધ્યાં
નિફ્ટી બેંક 59,554.95 ના સર્વકાલીન ઊંચા સ્તરે પહોંચ્યો અને 1.20% વૃદ્ધિ સાથે બંધ થયો.
ભારે નફા-બુકિંગને કારણે ભારતી એરટેલ 1.60% ઘટ્યું, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ અને આઇશર મોટર્સ પણ નેગેટિવ બંધ થયા.
નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે પરંતુ ઉચ્ચ સ્તરે સાવધાની જરૂરી છે. નિફ્ટી માટે 26,270 – 26,300 Resistance તરીકે કાર્ય કરી શકે છે. જો આ સ્તર પાર થાય તો 26,500 – 26,700 ટૂંક સમયમાં સંભવ છે. ઘાટ પર 26,000 મજબૂત સપોર્ટ છે. એટલે કે ત્યાં સુધી બજારમાં ગભરાવવાની જરૂર નથી.