અમેરિકામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને 364 કરોડનો દંડ ફટકારાયો, જાણો શું છે મામલો

|

Feb 11, 2021 | 6:35 AM

કેન્સરની દવાઓ બનાવતી  ભારતીય કંપની FKOLએ સ્વીકાર્યું છે કે અમેરિકન અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં તેના પ્લાન્ટનું નિરીક્ષણ કરતા પહેલા તેણે રેકોર્ડ છુપાવ્યા હતા અને નાશ કર્યા હતા. ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી અને 50 મિલિયન ડોલર (લગભગ 368 કરોડ) દંડ ચૂકવવા સંમત થયા છે

અમેરિકામાં ભારતીય ફાર્માસ્યુટિકલ કંપનીને 364 કરોડનો દંડ ફટકારાયો, જાણો શું છે મામલો
Glenmark IPO

Follow us on

કેન્સરની દવાઓ બનાવતી  ભારતીય કંપની FKOLએ સ્વીકાર્યું છે કે અમેરિકન અધિકારીઓએ પશ્ચિમ બંગાળમાં તેના પ્લાન્ટનું નિરીક્ષણ કરતા પહેલા તેણે રેકોર્ડ છુપાવ્યા હતા અને નાશ કર્યા હતા. ન્યાય વિભાગના જણાવ્યા મુજબ, કંપનીએ પોતાની ભૂલ સ્વીકારી અને 50 મિલિયન ડોલર (લગભગ 368 કરોડ) દંડ ચૂકવવા સંમત થયા છે

વિભાગે જણાવ્યું હતું કે કંપની ફ્રેજેનિયસ કાબી એન્કોલોજી લિમિટેડ (fresenius kabi oncology ltd) -FKOLએ મંગળવારે લાસ વેગાસમાં સંઘીય કોર્ટમાં આ બાબતોને જાહેરમાં સ્વીકારી હતી. કંપનીએ સ્વીકાર્યું કે તે યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના તપાસકર્તાઓને ચોક્કસ રેકોર્ડ આપવામાં નિષ્ફળ ગઈ છે. તેણે ફેડરલ ફૂડ, ડ્રગ અને કોસ્મેટિક એક્ટનું ઉલ્લંઘન કર્યું છે, અને આ ગુના બદલ 30 મિલિયન ડોલરનો ગુનાહિત દંડ અને 20 મિલિયન ડોલરનો દંડ ભરવો પડશે.

લોકોની સલામતી સાથે ચેડા
કાર્યકારી સહાયક એટર્ની જનરલ બ્રાયન બોયન્ટને કહ્યું કે, “એફકેઓએલના આચરણથી દર્દીઓના જીવ જોખમમાં મુકાયા છે. મેન્યુફેક્ચરિંગ રેકોર્ડ્સને છુપાવીને અને દૂર કરીને, એફકેઓએલ એફડીએની નિયમનકારી સત્તાને દવાઓની શુદ્ધતા અને શક્તિની ખાતરી કરવાથી અટકાવી દીધી છે ”

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ રીતે કર્યું નિયમોનું ઉલ્લંઘન
કોર્ટના દસ્તાવેજો અનુસાર, 2013 માં એફડીએ નિરીક્ષણ પહેલાં, કંપની મેનેજમેન્ટે પશ્ચિમ બંગાળના કલ્યાણીમાં તેની ઉત્પાદન સુવિધાના કર્મચારીઓને કેટલાક રેકોર્ડ ડિલીટ કરી નાખવા અને કમ્પ્યુટરમાંથી કેટલાક રેકોર્ડ દૂર કરવા કહ્યું હતું. જેનો ખુલાસો થયો હોત કે એફકેઓએલ યુએસ એફડીએના નિયમોનું ઉલ્લંઘન કરતી વખતે કેટલાક પ્રતિબંધિત ડ્રગ ઘટકો બનાવતા હતા. મેનેજમેન્ટની સૂચના પર કર્મચારીઓએ કમ્પ્યુટર, હાર્ડકોપીના દસ્તાવેજો અને તે જગ્યાની અન્ય સામગ્રી કાઢી નાખી હતી.

4 ડિસેમ્બરે ચેતવણી મોકલવામાં આવી હતી
4 ડિસેમ્બર, 2017 ના રોજ, એફડીએએ આ મામલે ચેતવણી પત્ર મોકલ્યો હતો. એફકેઓએલ વેબસાઇટ પર ઉપલબ્ધ કંપનીના ઇતિહાસ મુજબ, કંપની ડાબર ફાર્માના ભાગ રૂપે શરૂ થઈ હતી અને વર્ષ 2008 માં ડાબર ફાર્મા જૂથના બર્મન પરિવારના પ્રમોટરોએ તેમનો સંપૂર્ણ હિસ્સો જર્મન મલ્ટીનેશનલ કંપની ફ્રિજેનિયસ એસઇ એન્ડ કંપનીના વ્યવસાયમાં ઉભો કર્યો હતો. ફ્રીસેનિયસ કાબીને સેગમેન્ટ આપવામાં આવ્યું હતું.

Next Article