ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય આર્થિક સલાહકારે કહી મોટી વાત, નાણાકીય વર્ષ 2021-22 માટે આટલો રહેશે GDP

સવાલ એ થાય છે કે બીજા ક્વાર્ટરમાં જીડીપીનો આ આંકડો શું દર્શાવે છે અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે. ચાલો તેને વિગતવાર જાણીએ.

ભારતીય અર્થતંત્ર માટે મુખ્ય આર્થિક સલાહકારે કહી મોટી વાત, નાણાકીય વર્ષ 2021-22 માટે આટલો રહેશે GDP
File Image

India Q2 GDP: આજે આર્થિક મોરચે દેશ માટે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2020-21ના ​​(financial year 2020-21) બીજા ત્રિમાસિક ગાળામાં (second quarter) એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર દરમિયાન ભારતનો GDP ગ્રોથ રેટ 8.4 ટકા રહ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના -7.4 ટકાના જીડીપી સામે આ વધારો થયો છે. સવાલ એ થાય છે કે બીજા ક્વાર્ટરમાં જીડીપીનો આ આંકડો શું દર્શાવે છે અને દેશની અર્થવ્યવસ્થા કેવી રીતે આગળ વધશે. ચાલો તેને વિગતવાર જાણીએ.

એસ્કોર્ટ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ આસિફ ઈકબાલે TV9 ડિજિટલને જણાવ્યું કે બીજા ક્વાર્ટરમાં દેશની જીડીપી વૃદ્ધિમાં વધારો થવા પાછળનું મુખ્ય કારણ માંગમાં વધારો છે. તેમના મતે કોરોના મહામારીમાં અટકેલી માંગની અસર હવે જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે પુરવઠામાં સમસ્યા છે. પરંતુ માંગમાં સારો વધારો થયો છે. ઈકબાલના મતે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં નકારાત્મક જીડીપી વૃદ્ધિમાં પણ પાયાની અસર જોવા મળી છે.

ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી ગ્રોથ બે આંકડાંમાં રહેવાનું અનુમાન

મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. કૃષ્ણમૂર્તિ વી સુબ્રમણ્યને મંગળવારે જણાવ્યું હતું કે વધતી માંગ અને મજબૂત બૅન્કિંગ ક્ષેત્રને પગલે ભારતનો GDP વૃદ્ધિ ચાલુ નાણાકીય વર્ષમાં બે આંકડામાં રહેવાની આશા છે. મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે 2015-19 વચ્ચેનો સંચિત વાર્ષિક વૃદ્ધિ દર ચીન કરતાં કુલ મૂલ્ય, મર્ચેન્ડાઈઝ નિકાસ અને ઉત્પાદિત માલસામાનની નિકાસના સંદર્ભમાં ઊંચો રહ્યો છે.

પ્રથમ છ મહિનામાં એકંદર વૃદ્ધિ 13.7% રહી છે. તેથી, અનુગામી ક્વાર્ટર્સમાં 6%થી થોડી વધુ વૃદ્ધિ પણ આ વર્ષ માટે ડબલ-ડિજિટ વૃદ્ધિ પ્રદાન કરવામાં સક્ષમ હોવી જોઈએ. 2022માં ભારતનો વિકાસ દર 6.5-7% વધવાની ધારણા છે.

રાજકોષીય ખાધના મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું હતું કે બજેટના અંદાજો પૂરા થવાની સંભાવના છે. સરકારે 31 માર્ચ, 2022ના રોજ પૂરા થતા ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોષીય ખાધ કુલ સ્થાનિક ઉત્પાદન (GDP)ના 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. આ દરમિયાન અગાઉ જાહેર કરાયેલા સત્તાવાર આંકડાઓ અનુસાર 2021ના એપ્રિલ-ઓક્ટોબરના સમયગાળા માટે રાજકોષીય ખાધ 2021-22ના બજેટ અંદાજના 36 ટકા હતી. સુબ્રમણ્યમની ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના વૃદ્ધિ અનુમાનને 9.5 ટકા જાળવી રાખ્યું છે.

સરકારે સુધારાની દિશામાં ઘણા સારા પગલાં લીધા છે: એક્સપર્ટ

આ તરફ ટીવી9 ડીજીટલ સાથેની વાતચીતમાં ઈકબાલે કહ્યું કે આગામી ક્વાર્ટરમાં પણ આર્થિક વૃદ્ધિ સારી રહેશે. તેમનું કહેવું છે કે દેશમાં આર્થિક વૃદ્ધિમાં વધુ સારી સ્થિતિ જોવા મળી શકે છે. જો કે, જો કોરોના મહામારીની આગામી લહેર આવશે તો તે અટકી જશે. તેમનું કહેવું છે કે ઉત્પાદન તેની સંપૂર્ણ ક્ષમતાની નજીક રહે છે. આ સાથે તેમનું માનવું છે કે સરકારે સુધારાની દિશામાં ઘણા સારા પગલા પણ ઉઠાવ્યા છે. એકંદરે આ તમામ બાબતો અર્થતંત્ર માટે સારા સંકેત છે.

જોકે, આસિફ ઈકબાલે વધતી જતી મોંઘવારીને ચિંતાનો વિષય ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે રિટેલ મોંઘવારીનો આંકડો ઊંચો છે. આ કારણે વાસ્તવિક આર્થિક વૃદ્ધિને અસર થાય છે. ખાદ્યપદાર્થો, કાચા માલમાં મોંઘવારી યથાવત છે.

એકંદરે, આગામી સમયમાં દેશનો આર્થિક વિકાસ સારો રહેવાની ધારણા છે. જો કે કોરોનાની સંભવિત ત્રીજી લહેર આમાં અવરોધ સાબિત થઈ શકે છે. કોરોનાના નવા વેરિઅન્ટના સમાચારે પણ તેની ચિંતા વધારી છે. આ સાથે વધતી જતી મોંઘવારી પણ સામાન્ય લોકો માટે ભારે ચિંતાનો વિષય છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ સારો રહેશે કે નહીં. તેમજ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીનો અંદાજ ખરો સાબિત થશે કે નહીં.

આ પણ વાંચો :  Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ગુરૂવારે મુંબઇમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભમાં રોડ-શો યોજશે

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati