વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, RBIના ડેપ્યુટી ગવર્નરે દર્શાવ્યું અનુમાન

Indian Gdp Growth : વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા(World's third largest economy) બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રા(Michael D Patra)એ કહ્યું છે કે ભારત વર્ષ 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા(India 5 Trillion Dollar Economy) બની શકે છે.

વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે, RBIના ડેપ્યુટી ગવર્નરે દર્શાવ્યું અનુમાન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2023 | 1:37 PM

Indian Gdp Growth : વર્ષ 2027 સુધીમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા(World’s third largest economy) બની શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(RBI)ના ડેપ્યુટી ગવર્નર માઈકલ ડી પાત્રા(Michael D Patra)એ કહ્યું છે કે ભારત વર્ષ 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા(India 5 Trillion Dollar Economy) બની શકે છે.

તેના ભૌગોલિક ફાયદા અને નાણાકીય ક્ષેત્રમાં થઈ રહેલા વિકાસને કારણે આગામી 3 વર્ષમાં ભારતની જીડીપી(GDP) 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે. એક કાર્યક્રમમાં બોલતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ડેપ્યુટી ગવર્નર પાત્રાએ કહ્યું કે આગામી બે દાયકામાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના ગુરુત્વાકર્ષણનું કેન્દ્ર એશિયા તરફ વળવા જઈ રહ્યું છે.

આ પણ વાંચો : Gold Silver Price Today : સસ્તું સોનુ ખરીદવું છે? આજે અમદાવાદમાં 1 ગ્રામ સોનું રૂપિયા 6087 ના ભાવે વેચાઈ રહ્યું છે

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(International Monetary Fund)ના પ્રાદેશિક આર્થિક આઉટલુક જણાવે છે કે એશિયા અને એશિયા પેસિફિક ક્ષેત્ર 2023 માં વૈશ્વિક વૃદ્ધિમાં બે તૃતીયાંશ હિસ્સો ધરાવશે. વર્ષ 2023 અને 2024માં વિશ્વ ઉત્પાદન વૃદ્ધિમાં ભારતનો હિસ્સો એક છઠ્ઠા ભાગ જેટલો થવાનો છે.

જો આપણે બજાર વિનિમય દરના સંદર્ભમાં વાત કરીએ તો પાત્રાએ કહ્યું કે ભારત હાલમાં વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને ખરીદ શક્તિ સમાનતાના સંદર્ભમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે.

આ પણ વાંચો : Commodity Market Today : ફેસ્ટિવલ સીઝનમાં રસોડાનું બજેટ કાબુમાં રાખવા મોદી સરકારે મહત્વના પગલાં ભર્યા, સરકારે કઠોળની સ્ટોક મર્યાદા નક્કી કરી

પાત્રાએ કહ્યું છે કે અમારા અનુમાન મુજબ, ભારત વર્ષ 2027 સુધીમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની શકે છે અને બજાર વિનિમય દરની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની શકે છે. પાત્રાએ જણાવ્યું હતું કે 1.4 અબજની વસ્તી અને 28 વર્ષની સરેરાશ વય સાથે ભારતનો જીડીપી આગામી 10-12 વર્ષ સુધી ઝડપી ગતિએ વધવાની અપેક્ષા છે.

પાત્રાએ કહ્યું કે ભારતમાં લોકોની બચતની આદતને કારણે અહીં નાણાકીય ક્ષેત્રની સ્થિતિ ખૂબ જ મજબૂત છે અને ભારતના વિકાસની આશાઓ પર ઊભા રહેવા માટે સંસાધનો પૂરા પાડવા માટે આ એક ઉત્તમ પગલું સાબિત થઈ શકે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">