ભારતે મલેશિયાને 18 તેજસ ફાઈટર જેટ વેચવાની ઓફર કરી, બીજા ઘણા દેશોએ પણ કર્યા હતા પ્રયાસ

|

Aug 05, 2022 | 11:40 PM

ભારતે મલેશિયાને 18 તેજસ એરક્રાફ્ટ (Tejas aircraft) વેચવાની ઓફર કરી છે. રિપોર્ટ અનુસાર, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આર્જેન્ટિના સિવાય ઓસ્ટ્રેલિયા, ઈજિપ્ત, યુએસ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ પણ સિંગલ એન્જિન જેટ ખરીદવામાં રસ ધરાવે છે.

ભારતે મલેશિયાને 18 તેજસ ફાઈટર જેટ વેચવાની ઓફર કરી, બીજા ઘણા દેશોએ પણ કર્યા હતા પ્રયાસ
India has offered to sell 18 Tejas aircraft to Malaysia.

Follow us on

ભારતે મલેશિયાને 18 તેજસ એરક્રાફ્ટ (Tejas aircraft) વેચવાની ઓફર કરી છે. રક્ષા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી છે. રોઈટર્સના અહેવાલ અનુસાર, સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે આર્જેન્ટિના ઓસ્ટ્રેલિયા, ઇજિપ્ત, યુએસ, ઈન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ પણ સિંગલ એન્જિન જેટ ખરીદવામાં રસ ધરાવે છે. સરકારે ગયા વર્ષે ભારતમાં બનેલા 83 તેજસ એરક્રાફ્ટની ડિલિવરીનો કોન્ટ્રાક્ટ સરકારી માલિકીની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને (Hindustan Aeronautics) આપ્યો હતો, જે વર્ષ 2023ની આસપાસ શરૂ થવાનો છે.

મોદી સરકાર નિકાસ વધારવાનો પ્રયાસ કરી રહી છે

આ કોન્ટ્રાક્ટની કિંમત $6 બિલિયન છે. આ જેટની મંજૂરી 1983માં મળી હતી. હવે ચાર દાયકા થઈ ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર વિદેશી સંરક્ષણ સાધનો પર ભારતની નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ઉપરાંત તેઓ વિમાનોની નિકાસ માટે પણ રાજદ્વારી પ્રયાસો કરી રહ્યા છે. તેજસે ડિઝાઈન સાથે અન્ય ઘણા પડકારોનો સામનો કર્યો છે. એકવાર તેને ભારતીય નૌકાદળ દ્વારા પણ ભારે ગણાવીને નકારી કાઢવામાં આવ્યું હતું. રિપોર્ટ અનુસાર સંરક્ષણ મંત્રાલયે સંસદને જણાવ્યું હતું કે હિન્દુસ્તાન એરોનોટિક્સે ગયા વર્ષે ઓક્ટોબરમાં રોયલ મલેશિયન એરફોર્સના 18 જેટના પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. જેમાં તેણે તેજસના ટુ સીટર વેરિઅન્ટને વેચવાની ઓફર કરી હતી.

કયા દેશોએ રસ દર્શાવ્યો?

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે સંસદને લેખિત જવાબમાં જણાવ્યું હતું કે એલસીએ એરક્રાફ્ટમાં રસ દાખવનારા અન્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, ઈજિપ્ત, યુએસ, ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે દેશ ફાઈટર જેટ પર પણ કામ કરી રહ્યો છે, પરંતુ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત ચિંતા વ્યક્ત કરીને સમયરેખા આપવાનો ઈનકાર કર્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

બ્રિટને એપ્રિલમાં કહ્યું હતું કે તેણે પોતાના ફાઈટર જેટ બનાવવાના ભારતના લક્ષ્યને સમર્થન આપ્યું છે. હાલમાં ભારત પાસે રશિયન, બ્રિટિશ અને ફ્રેન્ચ ફાઈટર જેટ્સ છે. ભારત 2025 સુધીમાં તેના તમામ સોવિયેત યુગના ફાઈટર જેટ મિગ-21નો ઉપયોગ બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે તેજસ વિશ્વના ખતરનાક યુદ્ધ વિમાનોમાં સામેલ છે, તે ખૂબ જ હળવા છે, વિમાનની ખાસિયત તેની ઝડપ અને ક્ષમતા છે, દેશમાં બનેલા તેજસની ગણતરી વિશ્વના ખતરનાક ફાઈટર પ્લેનમાં થાય છે.

Next Article