ચાલાક ચીનને ઝાટકો : લિથિયમ માટે ભારતે આર્જેન્ટિના, ચિલી અને બોલિવિયા તરફ નજર દોડાવી

|

Jan 05, 2021 | 8:56 AM

ચીન સામેની આર્થિક પરાધીનતાને સમાપ્ત કરવા ભારત તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આત્મનિર્ભર બનવા ભારતે તાજેતરમાં બનાવાયેલી સરકારની માલિકીની ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આર્જેન્ટિનાની એક ફાર્મ સાથે કરાર કર્યો છે. આ કરાર લિથિયમ માટે કરવામાં આવ્યો છે, જે રિચાર્જ બેટરીમાં વપરાય છે.લિથિયમ બેટરીઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, લેપટોપ અને મોબાઇલ ફોન્સને પાવર આપવા […]

ચાલાક ચીનને ઝાટકો : લિથિયમ માટે ભારતે આર્જેન્ટિના, ચિલી અને બોલિવિયા તરફ નજર દોડાવી

Follow us on

ચીન સામેની આર્થિક પરાધીનતાને સમાપ્ત કરવા ભારત તરફથી સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આત્મનિર્ભર બનવા ભારતે તાજેતરમાં બનાવાયેલી સરકારની માલિકીની ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડ દ્વારા આર્જેન્ટિનાની એક ફાર્મ સાથે કરાર કર્યો છે. આ કરાર લિથિયમ માટે કરવામાં આવ્યો છે, જે રિચાર્જ બેટરીમાં વપરાય છે.લિથિયમ બેટરીઓનો ઉપયોગ ઇલેક્ટ્રિક વાહનો, લેપટોપ અને મોબાઇલ ફોન્સને પાવર આપવા માટે થાય છે.

ખનીજ વિદેશ ઇન્ડિયા લિમિટેડની રચના ઓગસ્ટ 2019 માં કરવામાં આવી હતી.કંપની ત્રણ સરકારી કંપનીઓ નાલ્કો, હિન્દુસ્તાન કોપર અને મીનરલ એક્સપ્લોરેશન લિમિટેડને જોડીને બનાવવામાં આવી છે. કંપની દ્વારા લિથિયમ અને કોબાલ્ટ જેવી સંપત્તિ વિદેશથી ખરીદ કરવાનું આયોજન છે. લિથિયમના ઉત્પાદનમાં ચિલી અને બોલિવિયા ટોચનાં દેશોમાં શામેલ છે, જે તરફ ભારતનું ધ્યાન પણ છે.

હાલમાં, આ સેલ માટે ભારત આયાત પર નિર્ભર છે. ઉલ્લેખનીય છે કે આ સેલને બનાવવા વપરાતા રો – મટીરીયલ, લિથિયમમાં કરાયેલો સોદો ભારતને ચીનનો પ્રતિસ્પર્ધી સાબિત કરી શકે છે. લિથિયમની ડીલમાં ભારત મોડું પસ્યું છે પણ હવે ઇલેક્ટ્રિક વાહનો ઉપર ભાર આપવામાં આવી રહ્યો છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

શ્રેષ્ઠ વિકલ્પ સોલિડ સ્ટેટ બેટરી માનવામાં આવે છે, જે aqueous electrolyte solutionsના વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ બેટરીમાં આગનું જોખમ ઓછું છે અને તે ઝડપથી ચાર્જ થાય છે. આ બેટરી ફક્ત 10 મિનિટમાં ઇલેક્ટ્રિક વાહન ચાર્જ કરી શકે છે જેના કારણે રિચાર્જનો સમય એક તૃતીયાંશ ઘટાડવામાં મદદ મળી રહી છે. આ બેટરીઓની સહાયથી ઇલેક્ટ્રિક વાહનનું માઇલેજ પણ વધે છે.

પાછલા વર્ષોમાં લિથિયમ આયન બેટરી તરફ ઘણા સારા કામ થયા છે, તેમ છતાં, હજી પણ બેટરી ચાર્જ કરવામાં વિલંબ થવાની અને એનર્જી ડેન્સિટી નબળી થવાની સમસ્યાઓ આવતી રહે છે. ફોન અને લેપટોપ માટે લિથિયમ આયન બેટરી શ્રેષ્ઠ સાબિત થઈ છે. આ બેટરીઓ હજી પણ ઇલેક્ટ્રિક વાહનોના કિસ્સામાં નબળા સાબિત થઈ રહી છે અને સમસ્યાઓ દૂર કરવા માટે તેને વધુ એડવાન્સ બનાવવાની જરૂર છે.

Next Article