માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટન સોનું આયાત થયું, સસ્તા સોનાની માંગ વધતા આયાતમાં 471% નો ઉછાળો આવ્યો

દેશમાં સોના(Gold)ની માંગ ઝડપથી વધી રહી છે. આ વર્ષે માર્ચમાં સોનાની આયાતમાં 471% ની વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ 160 ટન જેટલું માનવામાં આવે છે.

માર્ચ ક્વાર્ટરમાં ભારતમાં 321 ટન સોનું આયાત થયું, સસ્તા સોનાની માંગ વધતા આયાતમાં 471% નો ઉછાળો આવ્યો
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
| Updated on: Apr 03, 2021 | 9:54 AM

દેશમાં સોના(Gold)ની માંગ ઝડપથી વધી રહી છે. આ વર્ષે માર્ચમાં સોનાની આયાતમાં 471% ની વૃદ્ધિ નોંધાઈ છે જે લગભગ 160 ટન જેટલું માનવામાં આવે છે. ન્યુઝ વેબસાઇટ રોઈટર્સમાં પ્રકાશિત થયેલા એક અહેવાલમાં આ માહિતી સામે આવી છે. માંગમાં વધારા પાછળનું મુખ્ય કારણ રેકોર્ડ સ્તરે સોનાના ભાવમાં ઘટાડો અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો છે.

માર્ચ ક્વાર્ટરમાં ભારત 321 ટન સોનું આવ્યું આ વર્ષે જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં દેશમાં કુલ 321 ટન સોનાની આયાત કરવામાં આવી હતી. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં માત્ર 124 ટન હતી. ઓછા ભાવને કારણે લોકોએ ભારે રોકાણ કર્યું છે અને ખરીદી કરી છે. માર્ચ મહિનામાં આયાત વધીને 61.53 હજાર કરોડ રૂપિયા થઈ હતી જે એક વર્ષ અગાઉ 9 હજાર કરોડ રૂપિયાથી થોડી વધારે હતી.

કેમ આયાતમાં વધારો થયો ? આયાત વધવાના બે ખાસ કારણો છે. એક – ફેબ્રુઆરીમાં સરકારે સોનાની ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડીને 10.75 ટકા કરી છે જે અગાઉના 12.5% હતી. આ સિવાય બીજું – સોનાના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ગયા વર્ષે ઓગસ્ટમાં ભાવ પ્રતિ 10 ગ્રામ 56,200 રૂપિયા પર પહોંચ્યો હતો. આ અત્યાર સુધીની સૌથી વધુ કિંમત હતી જે સામે માર્ચ 2021 માં સોનું એક વર્ષના નીચા સ્તરે પહોંચ્યું હતું જે રૂ 43,320 આસપાસ હતું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કુલ આયાતમાં પણ વધારો થયો સોનાની આયાતની સાથે દેશની કુલ આયાતમાં પણ વધારો નોંધવામાં આવ્યો છે. એક વર્ષ અગાઉની તુલનામાં માર્ચમાં 53% વધીને 48 અબજ ડોલર (રૂ. 3,518 અબજ કરતા વધારે) થઈ છે. માર્ચ મહિનામાં દેશની કુલ નિકાસમાં 58% નો વધારો નોંધાયો છે, જે આજ સુધીનો સૌથી મોટો માસિક વધારો છે. દેશની વેપાર ખાધ માર્ચમાં વધીને 14 અબજ ડોલર (1026 અબજ રૂપિયા) છે જે ગયા વર્ષના સમાન મહિનામાં આશરે 10 અબજ ડોલર (733 અબજ રૂપિયા) હતી.

Latest News Updates

લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
g clip-path="url(#clip0_868_265)">