India Q2 GDP: દેશમાં આર્થિક સુધારાએ પકડી ઝડપ, બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8.4 ટકા

|

Nov 30, 2021 | 8:37 PM

સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે દેશના જીડીપીના આંકડા જાહેર કર્યા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP -7.4%થી વધીને 8.4% થયો છે.

India Q2 GDP: દેશમાં આર્થિક સુધારાએ પકડી ઝડપ, બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 8.4 ટકા

Follow us on

India Q2 GDP: સરકારે નાણાકીય વર્ષ 2021-22 માટે (financial year 2021-22) દેશના જીડીપીના (GDP) આંકડા જાહેર કર્યા છે. જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં દેશનો GDP -7.4%થી વધીને 8.4% થયો છે. અગાઉ જૂન ક્વાર્ટરમાં ભારતનો જીડીપી (GDP Of India) 20.1 ટકા હતો. 2021-22માં સ્થિર ભાવે જીડીપી  35.73 લાખ કરોડ રૂપિયા રહ્યો છે. અગાઉ 2020-21ના બીજા ક્વાર્ટરમાં આ આંકડો 32.97 કરોડ રૂપિયા હતો.

 

ભારતની અર્થવ્યવસ્થા જૂન ક્વાર્ટરમાં અત્યાર સુધીના સૌથી ઝડપી દરે વૃદ્ધિ પામી છે. આમાં એક વર્ષ પહેલાંની રેકોર્ડ ઘટાડાને કારણે નીચો આધાર જવાબદાર હતો. ભારતની અર્થવ્યવસ્થા જૂન ક્વાર્ટરમાં અત્યાર સુધીના સૌથી ઝડપી દરે વૃદ્ધિ પામી છે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

 

રાજકોષીય ખાધ વાર્ષિક અંદાજના 36.3%

એપ્રિલ-ઓક્ટોબર દરમિયાન રાજકોષીય ખાધ સંપૂર્ણ વર્ષના લક્ષ્યાંકના 36.3 ટકા હતી. કુલ 10.53 કરોડ ટેક્સની આવક થઈ છે. જ્યારે કુલ ખર્ચ 18.27 લાખ કરોડ રૂપિયા થયો છે. સરકારે આ વર્ષે રાજકોષીય ખાધ 6.8 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ગયા વર્ષના સમાન સમયગાળામાં ભૌતિક ખાધ એટલે કે ખર્ચ અને આવક વચ્ચેનો તફાવત 2020-21ના બજેટ અંદાજના 119.7 ટકા હતો.

 

ઓક્ટોબરના અંતે ખાધ 5,47,026 કરોડ રૂપિયા રહી છે. વાર્ષિક અંદાજ 15.06 લાખ કરોડ રૂપિયા હતો. 2020-21 માટે રાજકોષીય ખાધ જીડીપીના 9.3 ટકા હતી, જે ફેબ્રુઆરીમાં બજેટમાં અનુમન લગાવવામાં આવેલા 9.5 ટકા કરતાં વધુ સારો હતો.

 

જીડીપીને લઈને શું અનુમાન હતું?

મોટાભાગના નિષ્ણાતોએ બીજા ક્વાર્ટરમાં જીડીપી ગ્રોથ 7.5 ટકા અને 8.5 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન મૂક્યુ હતું. એક એજન્સીના 44 અર્થશાસ્ત્રીઓના સર્વેક્ષણમાં સંકેત આપવામાં આવ્યો છે કે ભારતની અર્થવ્યવસ્થા બીજા ક્વાર્ટરમાં 8.4 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે.

 

આરબીઆઈએ નાણાકીય વર્ષ 2022માં ભારતનો જીડીપી ગ્રોથ 9.5 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. ઓગસ્ટમાં IIP વૃદ્ધિ 11.9 ટકા રહી હતી, જે જુલાઈના 11.5 ટકા કરતાં વધુ હતી. તે જ સમયે ઉત્પાદન અને સેવાઓ પણ સારી રહી હતી.

 

રેટિંગ એજન્સી ICRAએ બીજા ક્વાર્ટરમાં GDP વૃદ્ધિ 8.3 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે. તે જ સમયે આખા વર્ષ માટે તે 9.4 ટકા રહેવાનો અંદાજ છે. એજન્સીએ સારી વૃદ્ધિ પાછળનું કારણ સતત નવ ક્વાર્ટરમાં કૃષિમાં 3 ટકાથી વધુ વૃદ્ધિને ગણાવ્યું છે. એજન્સીનું કહેવું છે કે આનાથી ગ્રાહકોનો ખર્ચ વધશે અને તેનાથી વ્યક્તિગત વપરાશ પણ વધશે.

 

તે જ સમયે એસબીઆઈ સંશોધનમાં જીડીપી વૃદ્ધિ 8.1 ટકા આસપાસ રહેવાનો અંદાજ હતો. જ્યારે GVA 7.1 ટકા નોંધાયું હતું. તેમણે કહ્યું હતું કે બીજા ક્વાર્ટરમાં ભારતનો 8.1 ટકાનો વિકાસ દર તમામ અર્થવ્યવસ્થાઓમાં સૌથી વધુ છે. આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)માં 4.4 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડો 126.7 રહ્યો હતો.

 

શું હોય છે GDP?

તમને જણાવી દઈએ કે GDPએ દેશની ભૌગોલિક સીમાઓની અંદર આપેલ સમયગાળા દરમિયાન માલસામાન અને સેવાઓના ઉત્પાદનનું કુલ મૂલ્ય છે. જીડીપી વૃદ્ધિ દર એ દેશના આર્થિક પ્રદર્શનનું એક મહત્વપૂર્ણ સૂચક છે. તે સામાન્ય રીતે વાર્ષિક ધોરણે ગણવામાં આવે છે, પરંતુ ભારતમાં તેની ગણતરી દર ત્રણ મહિને એટલે કે ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે. થોડા વર્ષો પહેલા, શિક્ષણ, આરોગ્ય, બેંકિંગ અને કોમ્પ્યુટર જેવી વિવિધ સેવાઓના ક્ષેત્રને પણ ઉમેરવામાં આવ્યું હતું.

 

આ પણ વાંચો :  Pune Omicron Scare: દક્ષિણ આફ્રિકાથી પૂણે આવેલો વ્યક્તિ કોરોના પોઝિટિવ, ઓમિક્રોન વેરિઅન્ટની શંકા

Next Article