એપ્રિલ 1-14 દરમિયાન ભારતે 13.72 અબજ ડોલર નિકાસ કરી : વાણિજ્ય મંત્રાલય

|

Apr 17, 2021 | 9:52 AM

ચાલુ વર્ષે 1 એપ્રિલથી 14 દરમિયાન દેશની નિકાસ(Exports) વધીને 13.72 અબજ ડોલર થઈ છે.

એપ્રિલ 1-14 દરમિયાન ભારતે 13.72 અબજ ડોલર નિકાસ કરી : વાણિજ્ય મંત્રાલય
એન્જિનિયરિંગ સાથે રત્ન અને આભૂષણ ક્ષેત્રમાં સારા પ્રદર્શનને કારણે નિકાસમાં વધારો થયો છે.

Follow us on

ચાલુ વર્ષે 1 એપ્રિલથી 14 દરમિયાન દેશની નિકાસ(Exports) વધીને 13.72 અબજ ડોલર થઈ છે. વાણિજ્ય મંત્રાલયના અસ્થાયી ડેટા દ્વારા આ માહિતી સામે આવી છે. મુખ્યત્વે એન્જિનિયરિંગ સાથે રત્ન અને આભૂષણ ક્ષેત્રમાં સારા પ્રદર્શનને કારણે નિકાસમાં વધારો થયો છે. ગયા વર્ષે 1 થી 14 એપ્રિલ દરમિયાન નિકાસનો આંકડો 3.59 અબજ હતો.

ગયા વર્ષે એપ્રિલમાં કોવિડ -19 ની દસ્તકના કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે નિકાસમાં રેકોર્ડ 60 ટકાનો ઘટાડો થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન દેશની આયાત વધીને 19.93 અબજ ડોલર થઈ છે જે 14 એપ્રિલ 2020 દરમિયાન 6.54 અબજ ડોલર હતી. મંત્રાલય એપ્રિલ 2021 ના ​​નિકાસના અંતિમ આંકડા મેના મધ્યમાં જાહેર કરશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

માર્ચમાં નિકાસ 60.29 ટકા વધીને 34.45 અબજ ડોલર થઈ છે. પાછલા સંપૂર્ણ નાણાકીય વર્ષ 2020-21માં નિકાસ 7.26 ટકા ઘટીને 290.63 અબજ ડોલર થઈ છે.

Next Article