AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ UAEમાં ભારતની નિકાસમાં વધારો, 83.71 કરોડ યુએસ ડોલર પર પહોચ્યો આંકડો

ભારત (India) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના અમલ પછી, આ વર્ષે મે-જૂનમાં UAEમાં નિકાસ 16.22 ટકા વધીને 83.71 કરોડ યુએસ ડોલર થઈ છે. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ નિકાસ 72.03 કરોડ યુએસ ડોલર હતી.

ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લાગુ થયા બાદ UAEમાં ભારતની નિકાસમાં વધારો,  83.71 કરોડ યુએસ ડોલર પર પહોચ્યો આંકડો
Export (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2022 | 7:24 AM
Share

ભારત (India) અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના (Free Trade Agreement) અમલ પછી, આ વર્ષે મે-જૂનમાં UAEમાં નિકાસ (Export) 16.22 ટકા વધીને 83.71 કરોડ યુએસ ડોલર થઈ છે. સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી. ગયા વર્ષના સમાન સમયગાળામાં આ નિકાસ 72.03 કરોડ યુએસ ડોલર હતી. બંને દેશો વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) 1 મેથી અમલમાં આવ્યો છે. આ કરાર હેઠળ, કાપડ, કૃષિ (Agriculture), ડ્રાય ફ્રૂટ્સ, જેમ્સ અને જ્વેલરી જેવા વિવિધ ક્ષેત્રોના સ્થાનિક નિકાસકારોને UAE માર્કેટમાં ડ્યૂટી ફ્રી એક્સેસ મળી છે.

કોવિડ-19 મહામારી પહેલા થઈ રહ્યો હતો ઘટાડો

સૂત્રોએ જણાવ્યું હતું કે યુએઈમાં ભારતની નિકાસ, જે કોવિડ-19 મહામારી પહેલાથી લઈને એપ્રિલ 2022 સુધી નકારાત્મક વૃદ્ધિની દિશામાં હતી, તેમાં કરારના અમલીકરણ પછી મે 2022 થી વધારો જોવા મળ્યો છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, CEPA પર હસ્તાક્ષર થયા પછી, મે-જૂન 2022માં નિકાસ 16.22 ટકા વધીને 83.71 કરોડ અમેરિકી ડોલર થઈ છે.

ગોલ્ડ જ્વેલરીની નિકાસ મે અને જૂનમાં અનુક્રમે 62 ટકા અને 59 ટકા વધીને 13.527 કરોડ યુએસ ડોલર અને 18.57 કરોડ યુએસ ડોલર થઈ છે. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના ચેરમેન કોલિન શાહે જણાવ્યું હતું કે ભારત-UAE CEPAને કારણે સાદા સોનાના દાગીનાની નિકાસને તાત્કાલિક લાભ થયો છે.

UAE ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડીંગ પાર્ટનર છે

તમને જણાવી દઈએ કે UAE હાલમાં ભારતનું ત્રીજું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર છે. 2019-20માં બંને દેશો વચ્ચે 59 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર થયો છે. UAE એ US પછી ભારતનું બીજું સૌથી મોટું નિકાસ સ્થળ છે. 2019-20માં ભારતે UAEમાં 29 અબજ ડોલરની નિકાસ કરી હતી. તે જ સમયે, UAE ભારતમાં આઠમો સૌથી મોટો રોકાણકાર છે. UAE એ એપ્રિલ 2000 થી માર્ચ 2021 વચ્ચે ભારતમાં 11 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

તે જ સમયે, ભારતીય કંપનીઓએ UAEમાં 85 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારત અને UAE વચ્ચે પેટ્રોલિયમ અને પેટ્રો ઉત્પાદનો, મોંઘી ધાતુઓ, પથ્થરો, જેમ્સ અને જ્વેલરીનો વેપાર થાય છે. આ સાથે 33 લાખ ભારતીયો UAEમાં વસવાટ પણ કરે છે.

પિયુષ ગોયલે થોડા દિવસો પહેલા માહિતી આપી હતી કે સરકાર વિશ્વભરના દેશો સાથે વેપાર કરાર કરવાનો પ્રયાસ કરી રહી છે જેથી દેશના ઉદ્યોગોને નવા બજારો મળે અને નિકાસની ગતિ વધુ વધારી શકાય.

g clip-path="url(#clip0_868_265)">