India-Canada relations : કેનેડા સાથેના તણાવની મોટી ભારતીય કંપનીઓ ઉપર માઠી અસર પડશે? 1 લાખ કરોડથી વધુનું રોકાણ પરત ખેંચાઈ શકે છે

India-Canada relations : ભારત અને કેનેડા વચ્ચે ઘણો તણાવ ચાલી રહ્યો છે. તાજેતરમાં, કેનેડા(Canada)એ કોઈપણ કારણ આપ્યા વિના ભારત સાથેના ટ્રેડ મિશનને રોકવાની જાહેરાત કરી હતી. તે જ સમયે, ભારતે કેનેડાના વરિષ્ઠ રાજદ્વારી ઓલિવિયર સિલ્વેસ્ટર(Olivier Sylvester)ને હાંકી કાઢ્યા છે. બંને દેશો વચ્ચે રાજદ્વારી સ્તરે ચાલી રહેલા તણાવની અસર હવે વેપાર પર પણ પડી રહી છે.

India-Canada relations : કેનેડા સાથેના તણાવની મોટી ભારતીય કંપનીઓ ઉપર માઠી અસર પડશે? 1 લાખ કરોડથી વધુનું રોકાણ પરત ખેંચાઈ શકે છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 29, 2023 | 10:42 AM
India-Canada relations : ભારત અને કેનેડા વચ્ચે વણસેલા સબંધનો અસર ખેતી સહીત વેપાર ઉપર પડી રહી છે. તાજેતરમાં, કેનેડા(Canada)એ અચાનક આક્ષેપો કરી ભારત સાથેના ટ્રેડ મિશનને રોકવાનો નિર્ણય વ્યક્ત કરી દીધો હતો. કેનેડાના વલણ સામે ભારતે પણ વળતો જવાબ આપ્યો હતો.
ભારતે કેનેડાનાઅધિકારી ઓલિવિયર સિલ્વેસ્ટર(Olivier Sylvester)ને વતન પરત મોકલી આપ્યા હતા છે. બંને દેશો વચ્ચેના તણાવની અસર હવે વેપાર ક્ષેત્ર પર પણ જપવા મળી છે. કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIN) એ ભારતમાં ઘણી કંપનીઓમાં રોકાણ ધરાવે  છે. શું આ રોકાણ પરત લેવાશે?

1 લાખ કરોડથી વધુનું રોકાણ

કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ (CPPIN) દ્વારા જે ભારતીય લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે તે કંપનીઓની સંખ્યા મોટી માનવામાં આવે છે. આ કંપનીઓમાં જાણીતી બેન્ક કોટક મહિન્દ્રા બેંક,  ઝોમેટો, અને  Paytm નો પણ ઉલ્લેખ છે. આ ભારતીય કંપનીઓમાં 1 લાખ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હોવાનો અંદાજ કરવામાં આવી રહ્યો છે.

  1. Kotak Mahindra Bank: કેનેડા પેન્શન ફંડ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડના રોકાણના ડેટા અંગેના સામે આવેલા રિપોર્ટ મુજબ CPPIN એ ભારતીય બેંકિંગ ક્ષેત્રની જાણીતી અને અગ્રગણ્ય બેંક કોટક મહિન્દ્રા બેંકમાં 2 ટકાથી વધુ શેર ધરાવે છે.
  2. ICICI Bank : દેશની ખાનગી ક્ષેત્રની જાણીતી બેન્ક ICICI માં કેનેડાના ફંડનું સારું રોકાણ છે. રિપોર્ટ અનુસાર આ કંપનીમાં કરવામાં આવેલા રોકાણનું મૂલ્ય લગભગ 10 મિલિયન ડોલર હોવાનું કહેવાય છે.
  3. Zomato: ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato નો શેર 29 સપ્ટેમ્બરે 100.65ના સ્તરે જોવા મળ્યો હતો.જૂન ક્વાર્ટરની શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ લગભગ 2.37 ટકા હિસ્સો આ કંપનીમાં પણ છે.
  4. Paytm: વિજય શેખર શર્માની કંપની ઓનલાઈન પેમેન્ટ સર્વિસ પૂરી પાડે છે.  Paytm પણ કંપનીઓની યાદીમાં સામેલ છે જેમાંખુબ સારું રોકાણ છે. કેનેડા પેન્શન ફંડે પેટીએમમાં ​​ રૂ. 970 કરોડનું રોકાણ જાહેર કર્યું છે.
  5. Wipro : ટેક ક્ષેત્રની અન્ય એક મોટી ભારતીય કંપની વિપ્રોમાં ફંડનું રોકાણ મૂલ્ય યુએસ લિસ્ટેડ શેર્સમાં લગભગ 11.92 મિલિયન ડોલર છે.

આ 5 કંપનીઓમાં પણ રોકાણ

કેનેડા પેન્શન ફંડે ઈન્ફોસીસ, Nykaa, Delhivery , Indus Tower અને Piramal Enterprises સહિતની  મોટી કંપનીઓમાં તેના નાણાંનું રોકાણ કર્યું છે અથવા વિવિધ ક્ષેત્રોમાં કરારો કર્યા છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
સ્નાતકો માટે એગ્રીકલ્ચર ક્ષેત્રમાં મળશે મહિને 50000 થી વધુ પગાર
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
માંગરોળમાં દરિયાના મોજાની મજા માણતો સિંહનો વીડિયો વાયરલ
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
શિક્ષકોની કરાર આધારિત ભરતીના વિરોધમાં ABVPના રાજ્યવ્યાપી દેખાવો
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવવાનો મામલો, 2 આરોપી ઝડપાયા
HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા
HNG કેમ્પસમાંથી દારુની બોટલો મળવાનો મામલો, NSUI એ દેખાવો કર્યા
અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો
અંબાજીમાં પ્રસાદ માટે વપરાતા ભેળસેળયુક્ત ઘીનો રેલો અમદાવાદ પહોંચ્યો