Dolo-650 બનાવતી ફાર્મા કંપનીનુ 1000 કરોડનું ફ્રોડ સામે આવ્યુ, વેચાણ વધારવા માટે કરી સરકાર સાથે છેતરપીંડી

|

Jul 14, 2022 | 12:41 PM

કંપની પર ફ્રી ગિફ્ટ્સનું વિતરણ કરીને ખોટી રીતે પોતાના ઉત્પાદનોનો પ્રચાર કરવાનો આરોપ છે. દરોડામાં આવકવેરા વિભાગને કંપની વિરુદ્ધ ઘણા પુરાવા પણ મળ્યા હતા.

Dolo-650 બનાવતી ફાર્મા કંપનીનુ 1000 કરોડનું ફ્રોડ સામે આવ્યુ, વેચાણ વધારવા માટે કરી સરકાર સાથે છેતરપીંડી
IT-Raid

Follow us on

આવકવેરા વિભાગે બેંગલુરુ સ્થિત માઇક્રો લેબ્સ નામની ફાર્મા સેક્ટર (Pharma Sector)ની કંપનીના પરિસર પર આવકવેરા દરોડા પાડ્યા છે. આ કંપની પર તેના ઉત્પાદનોનો ખોટી રીતે પ્રચાર કરવાનો આરોપ છે. વિભાગે 6 જુલાઈના રોજ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. વિભાગને આવા ઘણા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે કંપની તેના ઉત્પાદનોના પ્રચાર માટે તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મફતમાં ભેટો વહેંચી રહી હતી અને આ ખર્ચ અલગ-અલગ વસ્તુઓમાં દર્શાવવામાં આવી રહ્યો હતો. સીએનબીસી ટીવી 18ના સમાચાર અનુસાર, આવકવેરા વિભાગે (Income Tax) આવા ઘણા પુરાવા જપ્ત કર્યા છે, જે સ્પષ્ટ છે કે કંપની બિઝનેસ વધારવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે.

શું છે સમગ્ર મામલો

પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગે 6 જુલાઈના રોજ બેંગ્લોરમાં સ્થિત ફાર્મા કંપનીના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ફાર્મા કંપની પર મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ગિફ્ટ્સ વહેંચવાનો આરોપ છે. કંપની આ લોકોનો પ્રવાસ ખર્ચ ઉઠાવી રહી હતી, જ્યારે તે ઘણી વસ્તુઓ ફ્રીમાં ગિફ્ટ પણ કરી રહી હતી. આ ખર્ચ પ્રમોશન, સેમિનાર અને મેડિકલ એડવાઈઝરીના નામે કરવામાં આવી રહ્યો હતો.

તપાસમાં આવકવેરા વિભાગને આ આરોપોને સમર્થન આપતા ઘણા પુરાવા પણ મળ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે કંપનીએ લગભગ 1000 કરોડ રૂપિયાની મફત ભેટો વહેંચી હતી. આ સાથે ટેક્સ ચોરીની અન્ય ઘણી પદ્ધતિઓ પણ શોધી કાઢવામાં આવી છે. પ્રમોશન ઉપરાંત લગભગ 300 કરોડ રૂપિયાની કરચોરી સામે આવી છે.દરોડામાં વિભાગે 1.2 કરોડ રૂપિયા રોકડા અને 1.4 કરોડની જ્વેલરી જપ્ત કરી છે.

આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

કંપની ડોલો-650 જેવી ડિમાન્ડિંગ દવાઓ બનાવે છે

6 જુલાઈના રોજ આવકવેરા વિભાગે ડોલો 650 બનાવતી ફાર્મા સેક્ટરની કંપની માઇક્રો લેબના ઠેકાણા પર દરોડા પાડ્યા હતા. કંપની પર ટેક્સ ચોરીનો આરોપ છે. જે લગભગ 300 કરોડ રૂપિયાની બરાબર હોઈ શકે છે. કોરોના મહાારી દરમિયાન ડોલો 650નો વ્યાપકપણે ઉપયોગ થતો હતો. આ દરમિયાન કંપનીએ લગભગ 350 કરોડ ટેબલેટનું વેચાણ કર્યું હતું. Dolo 650 એ આ સમયગાળા દરમિયાન વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.

Next Article