2.26 કરોડ કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિફંડ મળી ગયું, શું તમને મળ્યું? ઘરે બેઠાં આ રીતે ચેક કરો તમારા રિફંડની સ્થિતિ

આવકવેરા વિભાગે ગુરુવારે એક ટ્વિટમાં લખ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 થી 20 માર્ચ, 2022 દરમિયાન 2.26 કરોડ કરદાતાઓને 1,93,720 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે.

2.26 કરોડ કરદાતાઓને ઈન્કમ ટેક્સ રિફંડ મળી ગયું, શું તમને મળ્યું? ઘરે બેઠાં આ રીતે ચેક કરો તમારા રિફંડની સ્થિતિ
Income Tax Refund
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 11:26 PM

આવકવેરા વિભાગે (Income Tax Department) ચાલુ નાણાકીય વર્ષ 2021-22માં 20 માર્ચ સુધી 2.26 કરોડ કરદાતાઓને (Taxpayers) 1.93 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ રિફંડ (Tax Refund) જાહેર કર્યું છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, આમાંથી 38,447.27 કરોડ રૂપિયાના 1.85 કરોડ રિફંડ મૂલ્યાંકન વર્ષ 2021-22 (માર્ચ, 2022માં સમાપ્ત થતા નાણાકીય વર્ષ) માટે છે. આવકવેરા વિભાગે ગુરુવારે એક ટ્વિટમાં લખ્યું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) એ એપ્રિલ 1, 2021 થી 20 માર્ચ, 2022 દરમિયાન 2.26 કરોડ કરદાતાઓને 1,93,720 કરોડ રૂપિયાનું રિફંડ જાહેર કર્યું છે.

આમાં 70,977 કરોડ રૂપિયાના વ્યક્તિગત આવકવેરા રિફંડ અને 1,22,744 કરોડ રૂપિયાના કોર્પોરેટ ટેક્સ રિફંડનો સમાવેશ થાય છે. જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય કે તમારું ઈન્કમ ટેક્સ રિફંડ આવ્યું છે કે નહીં. તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. ચાલો તેની પ્રક્રિયાને વિગતવાર જાણીએ.

આવકવેરા રિફંડની સ્થિતિ કેવી રીતે ચેક કરવી

તમે અહીં આવકવેરા રિફંડની સ્થિતિ ચકાસી શકો છો:

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
  1. નવું આવકવેરા પોર્ટલ
  2. NSDL વેબસાઇટ

નવા આવકવેરા પોર્ટલ પર

  1. આવકવેરા વેબસાઇટ www.incometax.gov.in પર જાઓ અને તમારો PAN, યુઝર આઈડી અને પાસવર્ડ દાખલ કરીને એકાઉન્ટમાં લોગિન કરો.
  2. પછી ઈ-ફાઈલ વિકલ્પ પર ક્લિક કરો. ઈ-ફાઈલ વિકલ્પ હેઠળ, ઈન્કમ ટેક્સ રિટર્ન્સ પસંદ કરો અને પછી વ્યુ ફાઇલ્ડ રિટર્ન્સ વિકલ્પ પર ક્લિક કરો.
  3. પછી, તમારા દ્વારા ફાઇલ કરાયેલ નવીનતમ ITR તપાસો. View Details વિકલ્પ પસંદ કરો. આ વિકલ્પ સિલેક્ટ કર્યા પછી, તમે ફાઇલ કરેલ ITRની સ્થિતિ જોઈ શક્શો. આમાં, તમે ટેક્સ રિફંડ જાહેર કરવાની તારીખ, રિફંડની રકમ અને આ વર્ષ માટે બાકી રહેલા કોઈપણ રિફંડની ક્લિયરન્સની તારીખ પણ જોઈ શકશો.

TIN NSDL વેબસાઇટ પર

આવકવેરા રિફંડને ટ્રેક કરવાની બીજી રીત NSDL વેબસાઇટ પર તેનું સ્ટેટ્સ ચેક કરવું છે. ધ્યાનમાં રાખો કે વેબસાઇટ પર, ટેક્સપેયર અસેસિંગ ઓફીસર દ્વારા રિફંડ બેંકરને રિફંડ મોકલ્યા બાદ 10 દિવસ પછી જ રીફંડનુ સ્ટેટ્સ જોઈ શકાય છે.

  1. સૌથી પહેલા https://tin.tin.nsdl.com/oltas/refundstatuslogin.html પર જાઓ.
  2. તે પછી તમારી PAN વિગતો ભરો.
  3. પછી, અસેસમેન્ટ યર પસંદ કરો કે જેના માટે તમે રિફંડની સ્થિતિ તપાસવા માંગો છો. નાણાકીય વર્ષ 2020-21 માટે અસેસમેન્ટ યર 2021-22 હશે.
  4. છેલ્લે, કેપ્ચા કોડ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો. તમારા રિફંડની સ્થિતિના આધારે, તમારી સ્ક્રીન પર એક મેસેજ દેખાશે.

આ પણ વાંચો :  Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">