Income Tax : એસેસમેન્ટ પહેલાં આયકર વિભાગ કારણ જણાવીને જવાબ માંગશે

|

Feb 08, 2021 | 9:36 AM

Income Tax : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ કિસ્સામાં ટેક્સ એસેસમેન્ટ ફરીથી શરૂ કરતા પહેલા કરદાતાને તેના કારણો વિશે જાણ કરવામાં આવશે કે કયા કારણોસર તેનો કેસ ખોલવામાં આવી રહ્યો છે.

Income Tax : એસેસમેન્ટ પહેલાં આયકર વિભાગ કારણ જણાવીને જવાબ માંગશે
આજથી શરૂ થતા નવા નાણાકીય વર્ષમાં આવકવેરા(Income Tax)ના નિયમોમાં ફેરફાર થઈ રહ્યાં છે.

Follow us on

Income Tax : સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ સ્પષ્ટ કર્યું છે કે કોઈ કિસ્સામાં ટેક્સ એસેસમેન્ટ ફરીથી શરૂ કરતા પહેલા કરદાતાને તેના કારણો વિશે જાણ કરવામાં આવશે કે કયા કારણોસર તેનો કેસ ખોલવામાં આવી રહ્યો છે. કરદાતાઓને કેસ શરૂ કરતા પહેલા જવાબ આપવા માટેની સુવિધા આપવામાં આવશે. જો વિભાગ તેમના જવાબોથી સંતુષ્ટ હશે તો કેસ શરૂ કરવામાં આવશે નહીં. CBDTના વડા પી સી મોદીએ ઉદ્યોગ સંગઠન CIIને સંબોધન કરતાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે આ પગલું આવકવેરા વિભાગ પ્રત્યે કરદાતાઓનો વિશ્વાસ વધારશે.

2021-22ના બજેટમાં શંકાસ્પદ આવકવેરાના કેસોના પુન: મૂલ્યાંકન માટેની સમયમર્યાદા છ વર્ષથી ઘટાડીને ત્રણ વર્ષ કરવામાં આવી છે. જો કે રૂપિયા 50 લાખથી ઉપરના કોઈપણ અનિયમિતતાની તપાસ આવતા 10 વર્ષ માટે કોઈપણ સમયે થઈ શકે છે. આ વખતે બજેટમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને નાના કરદાતાઓને લગતા મામલાને સમાધાન માટે તકરાર નિવારણ સમિતિ (DRC) બનાવવાનો નિર્ણય પણ સંભળાવ્યો હતો. ટેક્સ રિઝોલ્યુશન તરફના વિવાદ સે વિશ્વાસ અધિનિયમ 2020 પણ સફળ સાબિત થયો છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) ના વડા પીસી મોદીએ જણાવ્યું હતું કે ફેસલેસ એસેસમેન્ટ યોજના હેઠળ આવકવેરાથી સંબંધિત 35,000 કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ કુલ બે લાખ કેસ CBDT સમક્ષ લાવવામાં આવ્યા હતા. નિકાલ થયેલા 35,000 કેસોમાંથી ફક્ત 1000 આવા કેસ સામે આવ્યા છે જેમાં કરની રકમ વધારવી પડશે. બાકીના કેસો નિર્ધારિત કાર્યવાહી અંતર્ગત ઉકેલ લાવીને બંધ કરવામાં આવ્યા હતા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફેસલેસ એસેસમેન્ટ યોજના હેઠળ કરદાતાને તેની કર સંબંધિત સમસ્યાનું નિરાકરણ લાવવા માટે આવકવેરા કચેરીની મુલાકાત લેવાની જરૂર નથી. કરમાં ગરબડીઓ પર કેન્દ્રિત ઇલેક્ટ્રોનિક સિસ્ટમ કેસ પસંદ કરે છે અને તેને દેશની કોઈપણ આવકવેરા ટીમને રેન્ડમ મોકલે છે. અન્ય અધિકારીઓ પણ કેસના નિકાલ પર નજર રાખે છે. આ રીતે કોઈ પણ બાજુ આખી પ્રક્રિયામાં એકબીજાને મળતું નથી. આ પ્રક્રિયા અનુકૂળ છે તેમજ ભ્રષ્ટાચારને ડામવા માટે પણ કામ કરે છે.

Next Article