રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરે એક વર્ષમાં આપ્યું 47% રિટર્ન ! જાણો શું છે નિષ્ણાંતોની સલાહ

ઇન્ડિયન વોરેન બફેટ એવા રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ પણ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે. રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં આ કંપનીમાં 2.17 ટકા હિસ્સો ખરીદ્યો હતો.

રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ આ શેરે એક વર્ષમાં આપ્યું 47% રિટર્ન ! જાણો શું છે નિષ્ણાંતોની સલાહ
Rakesh Jhunjhunwala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:54 AM

શેરબજાર(Share Market) હાલમાં વિક્રમી સ્તર પર છે. તમામ ક્ષેત્રોના શેરોમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ સમયે કયા સ્ટોકમાં રોકાણ કરવું તે અંગે યોગ્ય માહિતી હોવી જરૂરી છે. બજાર નિષ્ણાતો હાલમાં ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ(Indiabulls Housing Finance)ના શેરમાં રોકાણ કરવાની સલાહ આપી રહ્યા છે. જો કે, તે ખરીદી માટે કેટલાક કરેક્શનની રાહ જોવી જોઈએ.

ઇન્ડિયન વોરેન બફેટ એવા રાકેશ ઝુનઝુનવાલા(Rakesh Jhunjhunwala)એ પણ ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સમાં રોકાણ કર્યું છે. રાકેશ ઝુનઝુનવાલાએ જૂન ક્વાર્ટરમાં આ કંપનીમાં 2.17 ટકા હિસ્સો ખરીદ્યો હતો. શેર હાલમાં 52 સપ્તાહની ઉપલી સપાટીથી લગભગ 27 ટકા નીચે છે. આવી સ્થિતિમાં તેમાં વધુ ઘટાડો થવા પર સ્થિતિ બનાવી શકાય છે.

 સ્ટોક 229 પર બંધ થયો  આ સપ્તાહે શેર 229 ની આસપાસ બંધ થયો. 52 સપ્તાહની સર્વોચ્ચ કિંમત 313 રૂપિયા છે જ્યારે ન્યુનત્તમ કિંમત 127 રૂપિયા છે. કંપનીની માર્કેટ કેપ 10,578 કરોડ રૂપિયા છે. આ સ્ટોક છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. છેલ્લા એક સપ્તાહમાં શેર 0.60 ટકા વધ્યો છે. એક મહિનામાં 8 ટકા અને ત્રણ મહિનામાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ વર્ષે અત્યાર સુધીમાં તેણે 26 ટકાની વૃદ્ધિ દર્શાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

250 થી આગળ વધવાની સંપૂર્ણ આશા એક મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલમાં ચોઇસ બ્રોકરેજના સુમિત બગડિયાએ જણાવ્યું હતું કે 215 પર આ સ્ટોક માટે ખૂબ જ મજબૂત સપોર્ટ છે. આવી સ્થિતિમાં જો તમે આ સ્ટોપલોસ સાથે આ સ્ટોકમાં રોકાણ કરો છો, તો ટૂંકા ગાળામાં આ સ્ટોક 250-260 સુધી જોવા મળશે.

કંપની Groww ને મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ વેચી રહી છે ગયા અઠવાડિયે સમાચાર આવ્યા હતા કે ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ (IBHFL) પોતાનો મ્યુચ્યુઅલ ફંડ બિઝનેસ GROWW ને 175 કરોડમાં વેચવા જઈ રહી છે. તેને ભારતીય સ્પર્ધા આયોગ(Competition Commission of India ) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ કંપની ઇન્ડિયાબુલ્સ એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડ (IAMCL) અને ઇન્ડિયાબુલ્સ ટ્રસ્ટી કંપની લિમિટેડ (ITCL) ની પેટાકંપની છે.

ડિબેન્ચરની મદદથી કંપની 1000 કરોડ એકત્ર કરશે આ સિવાય નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (NCDs) જારી કરીને ઇન્ડિયાબુલ્સ બજારમાંથી 1000 કરોડ એકત્ર કરશે. તાજેતરમાં, કંપનીએ કહ્યું કે તે NCDs જારી કરીને બજારમાંથી ભંડોળ એકત્ર કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં કંપની તરફથી આવી પહેલી ઓફર હશે. ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, જે બિન-બેન્કિંગ નાણાકીય કંપની (NBFC) ક્ષેત્રમાં IL&FS કટોકટી પછી મુશ્કેલ સમયનો સામનો કરી રહી છે, તે ગેરંટી અને અસુરક્ષિત બંને ભંડોળ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે.

આ પણ વાંચો :  Foreign Reserves: રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો થયો, જાણો RBI ની તિજોરીમાં કેટલું છે ધન?

આ પણ વાંચો : કોઈ ફાટેલી ચલણી નોટ પધરાવી ગયું છે ? ચિંતા ન કરશો આ અહેવાલની માહિતી તમને ફાટેલી નોટના 100% રિટર્ન અપાવશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">