RAILWAY: શિયાળામાં ટ્રેન મોડી ઉપડશે તો પેસેન્જરને SMSથી જાણ કરાશે

|

Dec 26, 2020 | 8:59 AM

ઉત્તર ભારતની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસે પણ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે જેની સીધી અસર રેલ્વે (Railway)વ્યવહાર પર પડવા માંડી છે. મુસાફરોના સમયનો વ્યય ન થાય તે માટે જો કોઈ ટ્રેન(train) ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ(SMS) દ્વારા આપવામાં આવશે. મુસાફરને SMS […]

RAILWAY: શિયાળામાં ટ્રેન મોડી ઉપડશે તો પેસેન્જરને SMSથી જાણ કરાશે
If the train is delayed for more than an hour, the information will be given to the passenger through SMS

Follow us on

ઉત્તર ભારતની સાથે સાથે દેશના ઘણા ભાગોમાં કડકડતી ઠંડી સાથે ધુમ્મસે પણ તેની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે જેની સીધી અસર રેલ્વે (Railway)વ્યવહાર પર પડવા માંડી છે. મુસાફરોના સમયનો વ્યય ન થાય તે માટે જો કોઈ ટ્રેન(train) ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ(SMS) દ્વારા આપવામાં આવશે.

મુસાફરને SMS થી જાણ કરાશે
અનિચ્છનીય સંજોગોને ટાળવા રેલ્વેએ તેની ટ્રેનોની ગતિ મર્યાદા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. ઘણી પેસેન્જર ટ્રેનો તેમના નિર્ધારિત સ્થાન પર મોડી આવી રહી છે. મુસાફરોને સમસ્યાઓથી બચાવવા રેલ્વેએ નવી સુવિધા શરૂ કરી છે. નોર્ધન રેલ્વેના જનરલ મેનેજર આશુતોષ ગંગલે જણાવ્યું હતું કે જો કોઈ ટ્રેન ઉપડવામાં એક કલાકથી વધુ વિલંબ થશે તો તેની માહિતી મુસાફરને મોબાઈલમાં મેસેજ દ્વારા આપવામાં આવશે.

ધુમ્મસને લીધે રેલવે વ્યવહાર ધીમો પડે છે
ટ્રેનોના વિલંબથી ચાલવાના કારણે રેકનું નિયમિત આગમન / પ્રસ્થાન શક્ય નથી. ટ્રેનોની ગતિ ધીમી હોવાને કારણે, ક્રૂની પણ અછત રહે છે. આ સંજોગોમાં ટ્રેનોનું સમયપત્રક, તેમના પ્લેટફોર્મ પર સ્થાપિત કરવાની યોજના, વોશિંગ અને જાળવણીના સમયને અસર પડે છે. આ કારણે ધુમ્મસ સિઝનમાં ઉત્તર રેલ્વે દ્વારા રેલ્વે પરિચાલનની યોજના તૈયાર કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટ્રેનના વિલંબ અંગે મુસાફરોને માહિતગાર કરાશે
રેલવે એ જણાવ્યું હતું કે એક કલાકથી વધુ મોડી ટ્રેનો ઉપડતી હોવાની માહિતી મુસાફરોને તેમના રજીસ્ટર મોબાઈલ પર SMS દ્વારા આપવામાં આવશે. સામાન્ય કાર્યકાળ પછી પણ પ્લેટફોર્મ પર લાંબા સમય માટે કેટરિંગ સ્ટોલ ખોલવાની જોગવાઈ કરવામાં આવી છે. ભીડ વ્યવસ્થાપન અને સુરક્ષા બાબતોને પહોંચી વળવા સ્ટેશન પર રેલ્વે સુરક્ષા દળના વધારાના જવાનો તૈનાત કરવામાં આવશે.

Next Article