નવા વર્ષમાં સરકાર મોંઘવારીમાંથી રાહત આપી શકે છે, LPG Cylinder સસ્તો થવાના મળી રહ્યા છે સંકેત
હાલના સમયમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેનો ફાયદો સરકારી તેલ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને આપી શકે છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 83 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ભારતીય બાસ્કેટનો ભાવ બેરલ દીઠ 77 ડોલર આસપાસ છે.
એલપીજી સિલિન્ડરને લઈને તમારા માટે સારા સમાચાર આવ્યા છે. એવું માનવામાં આવે છે કે સરકારી તેલ કંપનીઓ નવા વર્ષમાં રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરી શકે છે. ગેસ સિલિન્ડરના ભાવ ક્યારેક લોકોનું બજેટ બગાડે છે. લોકો લાંબા સમયથી ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થાય છે તો લોકો માટે મોટી રાહત થઈ શકે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ તાજેતરમાં જાહેરાત કરી હતી કે ગરીબ પરિવારોને હવે સસ્તા ભાવે સિલિન્ડર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યોજના 1 એપ્રિલ 2023થી લાગુ કરવામાં આવશે. જેમાંથી એક સિલિન્ડર રૂ.500માં મળશે. જો કે, માત્ર BPL અને ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા ગરીબ લોકો જ 500 રૂપિયામાં સિલિન્ડર લઈ શકશે.
જાણો ભાવ ઘટાડાનું કારણ
હાલના સમયમાં કાચા તેલની કિંમતોમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેનો ફાયદો સરકારી તેલ કંપનીઓ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને આપી શકે છે. અત્યારે ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 83 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જ્યારે ભારતીય બાસ્કેટનો ભાવ બેરલ દીઠ 77 ડોલર આસપાસ છે. આ કારણે સરકારી તેલ કંપનીઓ ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં ઘટાડો કરી શકે છે.
રાજસ્થાન સરકાર સસ્તા સિલિન્ડર આપી રહી છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જાહેરાત કરી છે કે ગરીબોને વધુ રાહત આપવા માટે રાજસ્થાન સરકાર દ્વારા સતત લોક કલ્યાણના નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ ક્રમમાં, રાજ્ય સરકાર ગરીબોને સસ્તા દરે સિલિન્ડર આપવાની યોજના લઈને આવી રહી છે.
જેના કારણે તેઓ આખા વર્ષમાં 12 સિલિન્ડર મેળવી શકશે. આવી સ્થિતિમાં ગરીબોને એક વર્ષમાં 500 રૂપિયા પ્રતિ સિલિન્ડરના દરે 12 સિલિન્ડર માટે 6000 રૂપિયા ચૂકવવા પડશે. જે સામાન્ય કિંમત કરતા ઘણી ઓછી છે. રાજસ્થાન સરકારનો ઉદ્દેશ્ય મોંઘવારીના આ યુગમાં સામાન્ય માણસ પરનો આર્થિક બોજ ઓછો કરવાનો છે. જેના કારણે અનેક કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે.
LPG સિલિન્ડર પર 50 લાખનો વીમો મળે છે
કેન્દ્ર સરકારની ઉજ્જવલા યોજનાએ એલપીજી સિલિન્ડર ઘરે-ઘરે પહોંચાડ્યા છે. તેમાં ભરાયેલો ગેસ અત્યંત જ્વલનશીલ હોવાને કારણે ઘણી વખત અકસ્માતનું કારણ બને છે. આવી સ્થિતિમાં તેનો ઉપયોગ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. યોગ્ય માહિતીના અભાવ અને જાળવણીમાં ક્ષતિને કારણે લોકો સિલિન્ડર ફાટવાના બનાવોપણ સંભળાય છે. સાથે જ એ પણ જાણવું જોઈએ કે જો LPG સિલિન્ડર ફાટવાથી અથવા ગેસ લીક થવાને કારણે અકસ્માત થાય છે તો ગ્રાહક તરીકે તમને શું અધિકાર છે. મોટાભાગના લોકોને આ વિશે ખબર નહીં હોય કે પેટ્રોલિયમ કંપનીઓ આના પર 50 લાખ રૂપિયાનો વીમો પણ આપે છે. આ માટે ગ્રાહકે કોઈ પ્રીમિયમ પણ ચૂકવવું પડતું નથી.