જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગમાં પ્રિ -કોવિડ સ્તરે પહોંચી , વીજ વપરાશ 30 અબજ યુનિટને પાર થયો

|

Jul 11, 2021 | 7:12 PM

વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 25.72 અબજ યુનિટ હતો. તે અગાઉ જુલાઈ 2019 ના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 26.63 અબજ યુનિટ નોંધાયો હતો.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગમાં પ્રિ -કોવિડ સ્તરે પહોંચી , વીજ વપરાશ 30 અબજ યુનિટને પાર થયો
Power Finance Corporation - PFC

Follow us on

જુલાઇના પ્રથમ સપ્તાહમાં દેશમાં વીજળીનો વપરાશ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં લગભગ 18 ટકા વધીને 30.33 અબજ યુનિટ થવા સાથે પ્રિ કોવિડ સ્તરે પહોંચ્યો હતો. આ સુધારા પાછળનું મુખ્ય કારણ કોરોનની બીજી લહેર નિયંત્રણો હળવા કરવાના નિર્ણય અને વરસાદમાં વિલંબ છે.

વીજળી મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જુલાઈના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 25.72 અબજ યુનિટ હતો. તે અગાઉ જુલાઈ 2019 ના પહેલા અઠવાડિયામાં દેશમાં વીજળીનો વપરાશ 26.63 અબજ યુનિટ નોંધાયો હતો. હાલના ડેટાને જોતા અર્થ થાય છે કે વીજળીનો વપરાશ ફક્ત વાર્ષિક ધોરણે જ વધ્યો નથી પરંતુ કોવિડ રોગચાળા પહેલાના સ્તર પર પણ પહોંચી ગયો છે.

લોકડાઉન પ્રતિબંધોમાં રાહતને કારણે માંગમાં વધારો
સરકાર અનુસાર જુલાઈ 2020 માં વીજળીનો વપરાશ 112.14 અબજ યુનિટ હતો. જ્યારે જુલાઈ 2019 ની વીજળી 116.48 અબજ યુનિટ વપરાઈ હતી. નિષ્ણાતો કહે છે કે જુલાઈના પહેલા અઠવાડિયામાં વીજ માંગ અને વપરાશમાં સુધારો મુખ્યત્વે ચોમાસામાં વિલંબ અને રાજ્ય સ્તરે દ્વારા લોકડાઉન પ્રતિબંધ હળવા થવાને કારણે આર્થિક પ્રવૃત્તિમાં થયેલ સુધારણાને કારણે થયો છે. તેમણે કહ્યું કે વીજળીની માંગ અને વપરાશ જુલાઈના પહેલા અઠવાડિયામાં પ્રિ -કોવિડ સ્તર પર પાછો ફર્યો છે. આ સ્પષ્ટ સંકેત આપે છે કે આવનારા દિવસોમાં આ ક્ષેત્રમાં મજબૂત રિકવરી પ્રાપ્ત થશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ડિમાન્ડમાં વધારાની આશા
નિષ્ણાતો કહે છે કે કોવિડના નવા કેસોમાં ઘટાડો થયો છે. રાજ્ય સ્તરે લોકડાઉન હળવા થવાથી જુલાઈથી ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ક્ષેત્રમાં માંગમાં વધારો જોવા મળી શકે છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં વીજળીની માંગ 200.57 GW સાથે ઓલ-ટાઇમ હાઇ પર પહોંચી ગઈ છે. નવા ડેટા અનુસાર 7 જુલાઈ 2021 ના ​​રોજ દેશમાં વીજળીનો વપરાશ 4508 મિલિયન યુનિટ નોંધાયો હતો જે આજદિન સુધીનો સૌથી વધુ દૈનિક વીજ વપરાશ છે.

Next Article