Rahul Gandhi profit in Shares: હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ શેરબજારને લઈને અનિશ્ચિતતા છે. જોકે, રિપોર્ટ આવ્યા બાદ શરૂઆતના પ્રથમ દિવસે શેરબજારમાં કોઈ ખાસ અસર જોવા મળી નથી. પરંતુ એક જ દિવસમાં અદાણીની તમામ 10 કંપનીઓના શેરમાં ઘટાડો થયો અને રોકાણકારોને હજારો કરોડનું નુકસાન થયું. માર્કેટના ઉતાર-ચઢાવ વચ્ચે રાહુલ ગાંધીએ પાંચ મહિનામાં શેરમાંથી 46 લાખ રૂપિયાથી વધુની કમાણી કરી છે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની છે. ત્રીજી ટર્મ શરૂ થાય તે પહેલા જ શેરબજારમાં ઝડપથી ઉછાળો નોંધાઈ રહ્યો છે. જો કે પાંચ મહિનાના શેરબજારના ડેટા પર નજર કરીએ તો રોકાણકારોએ પણ સારી એવી કમાણી કરી છે. શેરબજારમાંથી કમાણી કરનારાઓમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ છે. એક રિપોર્ટ અનુસાર, રાહુલ ગાંધીએ 5 મહિનામાં સ્ટોક માર્કેટમાંથી 46.49 લાખ રૂપિયાની કમાણી કરી છે.
As Rahul Gandhi continues to raise suspicions about the stupendous growth of the Indian stock markets in the Modi 3.0 era, data has revealed that the Leader of Opposition (LoP) made a profit of Rs 46.49 lakh from his stock investments in the last five months.
· Rahul Gandhi made… pic.twitter.com/RV8mYKMJ6W
— IANS (@ians_india) August 12, 2024
(આ સમગ્ર ડેટા IANS દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, ઉલ્લેખનીય છે કે લોકસભાની ચુંટણી વખતે રાહુલ ગાંધીએ ઉમેદવારી પત્રમાં જે શેરમાર્કેટ ડેટાનો ઉલ્લેખ કર્યો હતો આ સમગ્ર ડેટા તેના અનુસંધાને છે)
રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં એશિયન પેઈન્ટ્સ, બજાજ ફાઈનાન્સ, દીપક નાઈટ્રેટ, ડિવીઝ લેબ્સ, જીએમએમ ફોડલર, હિન્દુસ્તાન યુનિલિવર, ઈન્ફોસીસ, આઈટીસી, ટીસીએસ, ટાઈટન, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ અને એલટીઆઈ માઇન્ડટ્રી જેવા શેરોના નામ સામેલ છે.
આ સિવાય વર્ટોસ એડવર્ટાઇઝિંગ અને વિનીલ કેમિકલ જેવી ઘણી નાની કંપનીઓ તેમના પોર્ટફોલિયોમાં સામેલ છે. સૌથી મોટી વાત એ છે કે તેના પોર્ટફોલિયોમાં લગભગ 24 સ્ટોક્સ છે, જેમાંથી તેને માત્ર 4 કંપનીઓ LTI માઇન્ડટ્રી, ટાઇટન, TCS અને નેસ્લે ઇન્ડિયામાં જ નુકસાન થઈ રહ્યું છે, અન્ય કંપનીઓમાં રાહુલ ગાંધી નફામાં છે.
તેના પોર્ટફોલિયોમાં હાજર વર્ટોસ લિમિટેડમાં કોર્પોરેટ એક્શન જોવા મળ્યું છે, જેના કારણે આ કંપનીના શેરની સંખ્યા વધીને 5,200 થઈ ગઈ છે, જે 15 માર્ચ, 2024ના રોજ 260 હતી.
હાલમાં જ હિંડનબર્ગનો એક રિપોર્ટ આવ્યો હતો, જેના પછી રાહુલ ગાંધીએ કહ્યું હતું કે લોકોનું રોકાણ રિચ ઝોનમાં પહોંચી ગયું છે. જો કે, તેઓ પોતે જ મોટો નફો કરી રહ્યા છે.
હિંડનબર્ગના તાજેતરના અહેવાલને બજારના નિષ્ણાતો દ્વારા સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો છે. Kedianomicsના સ્થાપક અને CEO સુશીલ કેડિયાએ જણાવ્યું હતું કે, “ શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગનો 18 મહિના પહેલા પર્દાફાશ થયો હતો જ્યારે તેણે અદાણી ગ્રૂપ વિશે મોટા દાવા કર્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં “હકીકતમાં કશું બહાર આવ્યું નથી , સેબીએ તેમને સિક્યોરિટીઝ માર્કેટ રેગ્યુલેશન્સનું ઉલ્લંઘન કરવા બદલ કારણ બતાવો નોટિસ જાહેર કરી છે.”
તેણે આગળ કહ્યું, “હવે 18 મહિના પછી, હિંડનબર્ગ અચાનક આવીને દાવો કરે છે કે તેની પાસે ભારત વિશે કંઈક મોટું છે, તેનો એકમાત્ર ઉદ્દેશ્ય રિટેલ રોકાણકારોના વિશ્વાસને તોડીને ભારતીય શેરબજારનો સમાપ્ત કરવાનો છે ચેમ્બર ઓફ કોમર્સનું કહેવું છે કે હિંડનબર્ગનો ઉદ્દેશ્ય માત્ર બજારને ટૂંકાવીને પૈસા કમાવવાનો છે, અહેવાલ શનિવારે આવે છે, તેની ચર્ચા રવિવારે થાય છે, જેથી સોમવારે બજાર ઘટે.”