એક્સપોર્ટ-ઈમ્પોર્ટ કરનારાઓ માટે મોટા સમાચાર! 5 ડિસેમ્બર સુધી અપડેટ નહીં કરવામાં આવ્યા હોય આ કોડ તો થશે મોટું નુક્સાન
ભારતમાં આયાત કે નિકાસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિએ આઈઈસી રાખવું જરૂરી છે. તેના વિના કોઈપણ પ્રકારની આયાત કે નિકાસ કરી શકાતી નથી.
વાણિજ્ય મંત્રાલય (Commerce Ministry)ની વિદેશ વ્યાપાર શાખા ડીજીએફટી (DGFT) 1 જાન્યુઆરી 2014 પછીથી અત્યાર સુધી અપડેટ નહીં કરવામાં આવેલા તમામ ઈમ્પોર્ટર-એક્સપોર્ટર કોડ્સ (IECs)ને નિષ્ક્રિય કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આ પ્રક્રિયા 6 ડિસેમ્બર, 2021થી લાગુ થશે. આ એક એવું પગલું છે જે દેશમાં વાસ્તવિક વેપારીઓની વાસ્તવિક સંખ્યા જાણવામાં મદદ કરશે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસ અનુસાર અપડેટ ન કરાયેલ આઈઈસીને 6 ડિસેમ્બરથી નિષ્ક્રિય કરવાનું શરૂ કરશે. તેણે તમામ આઈઈસી (IEC) ધારકોને આ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું કે એપ્રિલ-જૂન 2021 દરમિયાન તેમના કોડમાં નોંધાયેલી માહિતી અપડેટ કરવામાં આવે.
5 ડિસેમ્બર સુધી IEC કોડ અપડેટ કરવાની તક
જો કે આઈઈસીને 5 ડિસેમ્બર સુધી અપડેટ કરી શકાય છે. આ સમય સુધીમાં અપડેટ ન થઈ શક્યા હોય તેવા આઈઈસીને નિષ્ક્રિય કરવામાં આવશે. ભારતમાં આયાત કે નિકાસ પ્રવૃત્તિ સાથે સંકળાયેલી કોઈપણ વ્યક્તિએ આઈઈસી રાખવું જરૂરી છે. તેના વિના કોઈપણ પ્રકારની આયાત કે નિકાસ કરી શકાતી નથી.
જો કે 6 ડિસેમ્બર પછી નિષ્ક્રિય થઈ ગયેલા IECને પણ આયાતકાર અથવા નિકાસકાર DGFTની વેબસાઈટ દ્વારા ફરીથી સક્રિય કરી શકે છે, પરંતુ તેના માટે તેમણે સંબંધિત માહિતી અપડેટ કરવી પડશે. ઉદ્યોગ જગતનું માનવું છે કે DGFTના આ પગલાથી દેશમાં કાર્યરત આયાતકારો અને નિકાસકારોની ચોક્કસ સંખ્યા શોધવામાં મદદ મળશે. IEC મેળવનાર ફર્મ્સમાં પ્રોપ્રાઈટરશિપ, પાર્ટનરશિપ, LLP, લિમિટેડ કંપનીઓ, ટ્રસ્ટ અને સોસાયટીનો સમાવેશ થાય છે. જીએસટી (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ની રજૂઆત પછી IEC નંબર ફર્મના PAN જેવો જ છે.
ભારતની નિકાસ આ વર્ષે ઐતિહાસિક સ્તરે પહોંચી શકે છે
ગયા અઠવાડિયે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી રહી છે અને દેશ માલસામાન અને સેવાઓની નિકાસના સંદર્ભમાં ઐતિહાસિક ઊંચાઈ તરફ આગળ વધી રહ્યો છે. ભારત માર્ચમાં પૂરા થતાં નાણાકીય વર્ષમાં 400 અરબ ડોલરના માલની નિકાસનું લક્ષ્ય હાંસલ કરશે.