કરદાતાઓ માટે અગત્યના સમાચાર , આજની સમયમર્યાદામાં પતાવી લો આ કામ નહિ તો ભરવો પડશે બમણો TDS , જાણો વિગતવાર

|

Jun 30, 2021 | 8:35 AM

જો કોઈ કરદાતાએ છેલ્લા 2 વર્ષ દરમિયાન ટીડીએસ નોંધાવ્યું નથી અને વાર્ષિક TDSની કપાત રૂપિયા 50,000 થી વધુ છે તો 1 જુલાઇ, 2021 થી ITR ફાઇલ કરતી વખતે આવકવેરા વિભાગ(Income Tax Department) વધુ ચાર્જ વસૂલ કરશે.

કરદાતાઓ માટે અગત્યના સમાચાર , આજની સમયમર્યાદામાં  પતાવી લો આ કામ નહિ તો ભરવો પડશે બમણો TDS , જાણો વિગતવાર
Income Tax Department

Follow us on

જો તમે હજી સુધી તમારું ઇન્કમટેક્સ રીટર્ન(Income Tax Return) ફાઈલ નથી કર્યું , તો તમારે ડબલ ટીડીએસ(Double TDS) ભરપાઈ કરવો પડશે. આ નુકસાનથી બચવાઆજે છેલ્લી તક છે . ઈન્કમટેક્સ વિભાગ અનુસાર 30 જૂન, 2021 સુધીમાં કોઈપણ સંજોગોમાં ITR ફાઇલ કરવું જરૂરી છે. જો કોઈ કરદાતાએ છેલ્લા 2 વર્ષ દરમિયાન ટીડીએસ નોંધાવ્યું નથી અને વાર્ષિક TDSની કપાત રૂપિયા 50,000 થી વધુ છે તો 1 જુલાઇ, 2021 થી ITR ફાઇલ કરતી વખતે આવકવેરા વિભાગ(Income Tax Department) વધુ ચાર્જ વસૂલ કરશે.

જુલાઈથી કેટલાક કરદાતાઓએ ઊંચા દરે ટેક્સ કપાત (Tax Deducted At Source -TDS) ચૂકવવા પડશે. ફાઇનાન્સ એક્ટ 2021 મુજબ જો કરદાતાએ છેલ્લા બે વર્ષમાં TDS ફાઈલ કર્યું નથી અને TDS વાર્ષિક રૂ 50,000 કરતાં વધુ ભરે છે તો આવકવેરા વિભાગ 1 જુલાઈથી આવકવેરા રીટર્ન (ITR) ફાઇલ કરતી વખતે વધુ ચાર્જ લેશે.

“ Budget2021 માં, આવકના કેટલાક પ્રકારનાં મામલામાં ટીડીએસ ઊંચા દરે કપાત કરવા માટે એક નવી કલમ 206 AB રજૂ કરવામાં આવી હતીજે અગાઉના બે વર્ષ આવકનું રિટર્ન ફાઇલ ન કરાયુ હોય અને વાર્ષિક કપાત રૂપિયા 50,000 થી વધુ છે તે મામલાઓમાં લાગુ પડે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2021 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારી હતી. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં Tax Deducted At Source -TDS ની છેલ્લી તારીખ પરિપત્ર મુજબ 30 જૂન સુધી લંબાવી દેવામાં આવી હતી .આ અગાઉ ટીડીએસ ફાઇલ કરવાની મર્યાદા 31 મે હતી.

“નવી કલમ 206 AB હેઠળ નિર્દિષ્ટ વ્યક્તિઓ માટે કે જેમણે છેલ્લા બે વર્ષથી આઇટીઆર ફાઈલ કર્યા નથી તેમણે વધુ ટીડીએસ ચૂકવવાનો રહેશે.

ઉદાહરણ સાથે સમજીએ તો જો કોઈ કંપની કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરે છે અને તે કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરવા પર 2% ટીડીએસ કાપવા માટે જવાબદાર છે તો તેણે પોર્ટલ પર જઈને તપાસ કરવી પડશે કે શું તેણે અંતિમ 2 આઇટીઆર ફાઇલ કર્યા કે નહીં ?જો છેલ્લા 2 ITR ફાઈલ કર્યા નથી અને એમાંથી કપાત કરાયેલ કુલ ટીડીએસ રૂપિયા 50,000 થી વધુ છે તો કંપનીએ તેના બદલે 5% ટીડીએસ કાપવાનો રહેશે .

નવા ITR પોર્ટલમાં સુવિધા ઉપલબ્ધ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ નાણાકીય વર્ષ 2021 માટે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ વધારીને 30 જૂન 2021 કરી દીધી છે. નાણાકીય વર્ષ 2020-21ના ચોથા ક્વાર્ટરમાં ટીડીએસ ફાઇલ કરવાની છેલ્લી તારીખ વધારી દેવામાં આવી હાટી. નવા નિયમો અનુસાર, જેઓ આઇટીઆર ફાઇલ નહીં કરે તેમના માટે ટીડીએસ અને ટીસીએસના દરો અગાઉના 5 થી 10 ટકાના દરે 10 થી 20 ટકા રહેશે. નવા આવકવેરા રીટર્ન ઇ-ફાઇલિંગ પોર્ટલમાં એક નવી સુવિધા છે, જેમાંથી તે વ્યક્તિએ અગાઉ રિટર્ન ફાઇલ કર્યું છે કે નહીં તે જાણી શકાય છે. નવી કલમ -206 એબી અંતર્ગત, જેમણે છેલ્લા બે વર્ષથી આઇટીઆર નોંધાવ્યો નથી તેમને ડબલ ટીડીએસ ચૂકવવો પડશે.

Published On - 8:05 am, Wed, 30 June 21

Next Article