PPF, RD ખાતાધારકો માટે અગત્યના સમાચાર, 31 માર્ચ પહેલાં પતાવી લો આ કામ નહી તો ભરવો પડશે દંડ

|

Mar 23, 2021 | 10:07 AM

જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે તો તમારે 31 માર્ચ 2021 પહેલાં કેટલાક જરૂરી કામ કરવું પડશે. નાણાકીય વર્ષ 2021 પૂરું થવા માટે હવે થોડા જ દિવસો બાકી છે.

PPF, RD ખાતાધારકો માટે અગત્યના સમાચાર, 31 માર્ચ પહેલાં પતાવી લો આ કામ નહી તો ભરવો પડશે દંડ

Follow us on

જો તમારી પાસે પોસ્ટ ઓફિસમાં PPF એકાઉન્ટ અથવા રિકરિંગ ડિપોઝિટ (Recurring Deposit) છે તો તમારે 31 માર્ચ 2021 પહેલાં કેટલાક જરૂરી કામ કરવું પડશે. નાણાકીય વર્ષ 2021 પૂરું થવા માટે હવે થોડા જ દિવસો બાકી છે. આવી સ્થિતિમાં તે મહત્વપૂર્ણ છે કે તમે તમારા નાણાકીય કાર્ય પૂર્ણ કરાય જે અંતિમ તારીખ પહેલાં કરવા જરૂરી છે. જો તમે નિયત તારીખ પહેલાં આ કામો કરી શકતા નથી તો તમારે દંડ ભરવો પડી શકે છે. જાણો 31 માર્ચ સુધીમાં ક્યા કામ કરવામાં નહીં આવે તો તેમને દંડ ચૂકવવો પડી શકે છે.

PPF એકાઉન્ટ
ખાતાને એક્ટિવ રાખવા માટે દર નાણાકીય વર્ષે પીપીએફ (Public Provident Fund) એકાઉન્ટમાં ઓછામાં ઓછા 500 રૂપિયા રોકાણ કરવું જરૂરી છે. જો તમે ન્યૂનતમ એકાઉન્ટ જમા કરાવ્યું નથી તો તમારું એકાઉન્ટ નિષ્ક્રિય થઈ જશે. ખાતામાં ડિફોલ્ટ થાય ત્યાં સુધી દર વર્ષે 50 રૂપિયા દંડ લેવામાં આવશે. દંડ ભર્યા પછી અને જરૂરી લઘુત્તમ રકમ જમા કરાવ્યા પછી ખાતું સક્રિય થશે.

પોસ્ટ ઓફિસ RD એકાઉન્ટ
પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ (RD) ના કિસ્સામાં માસિક યોગદાન મહિનાના 15 મા દિવસ પહેલાં જમા કરાવવું પડે છે જે મહિનાના પ્રથમ અને 15 મા દિવસની વચ્ચે ખોલવામાં આવે છે અને ખાતામાં રકમ 16 મી તારીખે અને પછીથી ખોલવામાં આવે તો મહિનાના અંતિમ દિવસે જમા કરાવવી જોઈએ જો રકમ એક મહિનામાં જમા કરાવવામાં નહીં આવે તો તે ડિફોલ્ટ થાય છે. ડિફોલ્ટના કિસ્સામાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાની આવશ્યકતા હોય છે અને ચાર ડિફોલ્ટ થઈ શકે છે. તેથી જો તમે માર્ચ મહિના માટે તમારા આરડી હપ્તા જમા કરાવ્યા નથી તાત્કાલિક કરી દો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સુકન્યા સમૃદ્ધિ ખાતું
જો તમે દીકરીના નામે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલ્યું છે તો 31 માર્ચ સુધીમાં તેમાં ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવો. સુકન્યા સમૃદ્ધિ ખાતું ચાલુ રાખવા માટે દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવું જરૂરી છે. જો તમે કોઈ પણ વર્ષમાં લઘુત્તમ રકમ જમા કરશો નહીં તો એકાઉન્ટ ડિફોલ્ટ એકાઉન્ટ તરીકે માનવામાં આવશે. ખાતું ફરી શરૂ કરવા માટે તમારે ઓછામાં ઓછું 250 રૂપિયા અને 50 રૂપિયા દંડ ભરવો પડશે.

Next Article